________________
૨
શારદા શિખર.
ખાકી કેવળજ્ઞાન તો સરખુ હાય છે. ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતુ એટલે એ પાટે એસીને એમ ન કહી શકે કે ભગવાન કહી ગયા હું કહુ છુ.. કારણકે તેમનું જ્ઞાન તા ભગવાનના સમાન હતુ. ગૌતમસ્વામી પછીના ત્રણ ગણુધરા ભગવાનની હયાતીમાં મેક્ષે ગયા છે. અને સુધર્માસ્વામી છદ્મસ્થ હતા તેથી તેઓ પાટે આવ્યા ને પાટે બેસીને પોતાના શિષ્ય જ બુસ્વામીને કહેતા હતા કે હું આયુષ્યમાન જખુ ! ભગવાન આમ કહી ગયા છે. મે' ભગવાન પાસેથી આ પ્રમાણે સાંભળ્યુ છે. એ સુધર્માસ્વામી કેવા હતા ?
ચૌદ પૂવધાર કહીએ, જ્ઞાન ચાર વખાણીએ,
જિન નાહ પણ જિન સરીખા, એવા સુધર્માસ્વામીને જાણીએ.
સુધર્માંસ્વામી છદ્મસ્થ હતા પણ તેમનું શ્રુતજ્ઞાન એટલુ બધુ વિશુદ્ધ અને વિશાળ હતુ કે જિન ન હેાવા છતાં તેમને જિન સરખા કહેવામાં આવ્યા છે. આવા સુધર્માસ્વામીને જંબુસ્વામી વિનયપૂર્ણાંક વંદન કરીને પ્રશ્ન પૂછતાં અને સુધર્માસ્વામી તેનું સમાધાન કરતા હતા. પ્રશ્નચર્ચા કરવાની મઝા ક્યારે આવે ? જ્યારે એકેક પ્રશ્નોની ઝીણવટપૂર્વક છણાવટ થાય ત્યારે સમજાય. આવી છણાવટમાં શ્રોતામાં પણ જ્ઞાન જોઈ એ.
સુધર્માસ્વામીના શિષ્ય જંબુસ્વામી ખૂબ ઉત્સાહી, જિજ્ઞાસુ અને વિનયવાન હતા. એટલે તેમના પણ શાસ્ત્રકારે ખૂબ વખાણ કર્યાં છે.
“માતા પિતા કુળ જાત નિળ, રૂપ અનુપમ વખાણીએ, દેવતાને વલ્લભ લાગે, એવા શ્રી જભુસ્વામીને જાણીએ.”
જંબુસ્વામી ઘણાં સ્વરૂપવાન હતા. તેમના માતા-પિતાના અને કુળ પવિત્ર હતા. દેવકુમાર જેવું તેમનુ રૂપ હતુ. અને દેવાને પણ પ્રિય લાગે તેવા તે જંબુસ્વામી હતા. એમનામાં વિનય તો એટલા ખધેા હતો કે તે જ્યારે જ્યારે સુધર્માસ્વામીને પ્રશ્ન પૂછતા હતા ત્યારે વિનયપૂર્ણાંક વણા કરીને પૂછતા હતા. વિનયપૂર્ણાંક લીધેલુ જ્ઞાન જીવનના અંત સુધી ટકી શકે છે. અને ગુરૂનો વિનય કર્યા વિના લીધેલ જ્ઞાન તાત્કાલિક યાદ રહેશે પણ પછી ભૂલી જવાશે. માટે આત્માનું જ્ઞાન મેળવવું હાય તો અભિમાનને, કષાયને દૂર કરી નમ્ર બનો. દારાને સાયના નાકામાંથી પસાર થવુ હાય તો દોરાને પાતળા બનવું પડે છે. તો આત્મારૂપી દારાને સમ્યકત્વ રૂપી સાયમાં પરાવવા હાય તેા કષાચાને પાતળા પાડવા પડશે.
આપણે એ દિવસથી વાત ચાલે છે કે “ વિષયાનુ કરવુ વમન...કષાયાનુ કરવું શમન ” જો મેાક્ષના શાશ્વત સુખ પ્રાપ્ત કરવા હાય તો વિષયાનું વમન કરવું પડશે ને કષાયાનું શમન કરવું પડશે. કારણકે અનાદિકાળથી આત્માનું અહિત