________________
૨૧:
શારદા શિખર કરવી પડે છે. તે રીતે સિદ્ધાંતનું વાંચન કરતાં પહેલાં અંતરને વિશુધ બનાવવું જોઈએ. વીતરાગવાણીનું શ્રવણ મનન અને ચિંતન કરવાથી સત્ય માર્ગને સમજી શકાય છે. દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે કે –
सोच्चा जाणाइ कल्लाणं, साच्चा जाणाइ पावगं । उभयपि जाणाइ सेोच्चा, जं सेयं तं समायरे ॥
દશ સૂ, અ. ૪ ગાથા ૧૧ વીતરાગવાણીનું શ્રવણ કરવાથી જીવ કલ્યાણના માર્ગને અને પાપકારી માર્ગને જાણે છે. એ જાણીને, સાંભળીને જે આત્માને શ્રેયકારી માર્ગ છે તેનું આચરણ કરે છે.
બંધુઓ! તમે અનુભવ કરે. જ્યારે તમારા માથે મટી આફતના વાદળાં ઘેરાઈ ગયા હોય, મેટા આઘાતનું કારણ બન્યું હોય તે વખતે તમે જેને સુખના સાધન માન્યા છે તે હીરા-માણેક-મોતી–સેનું પૈસા–રેડિ–મોટર–ટી. વી. પુત્રપરિવાર કે મિત્રો કોઈ તમને શાંતિ આપી શકે છે? ના. તે સમયે કઈ સંતપુરૂષ આવીને તમને ધર્મના બે શબ્દ સંભળાવશે તે કેવી અલૌકિક શાંતિ થશે !
જ્ઞાતાજી સૂત્ર-ધર્મકથાનુગ સમજણપૂર્વક સમજાય તે મોક્ષનું સ્થાન અને ધામ છે. ધર્મકથાનુગ જીવે ઘણી વખત વાંચ્યા, સાંભળ્યા પણ તેમાં આવેલા મહાપુરૂષનું કીર્તન, અંતઃકરણથી તેમના ગુણોનું બહુમાન, અનુમોદના અને તે પ્રાપ્તિ માટેની ઉત્કંઠા થવી જોઈએ તે થઈ નથી. તેમની ભક્તિ, સન્માન અને તેમના ચરિત્રના બહુમાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મકથાનુગ એ ભગવાનની વાણી છે. કંઈક જ ધર્મકથામાંથી પણ મહાન લાભ મેળવે છે. ભગવાનની વાતો અર્થ રૂપે હોય છે.
“અર્થ ભાસઈ અરહા, સુત્ત ગુંથ્થઈ ગયુહરા”
તીર્થકરો અર્થરૂપે વાણીનું પ્રકાશન કરે છે. ગણધર ભગવંતોએ ઝીલીને તેને સૂત્રરૂપે ગૂંથી છે ને આચાર્ય ભગવતેએ લખી છે. ભગવાન મહાવીર સ્વામીના ૧૧ ગણધર હતા. તેમાં પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી હતા. પણ પાટાનુપાટે પાંચમા ગણધર સુધર્માસ્વામી આવ્યા. તમને એમ પ્રશ્ન થશે કે પહેલા ગણધર ગૌતમસ્વામી હતા તે સીધા સુધર્માસ્વામીનું નામ કેમ આવ્યું ? સુધર્માસ્વામીની પહેલાં ચાર ગણધર છે. તેમાં ગૌતમસ્વામી ભગવાન મોક્ષે પધાર્યા ને તરત કેવળજ્ઞાન પામ્યા છે. તીર્થકર હેય, ગણધર હોય કે બીજા કેઈ કેવળી હોય તે તેમના કેવળજ્ઞાનમાં કઈ ફેર નથી. તીર્થકર ભગવંતની સેવામાં ૬૪ ઈન્દ્રો રહે છે. ત્રીસ અતિશય યુક્ત અને પાંત્રીસ પ્રકારની સત્ય વચન વાણના ગુણોથી અલંકૃત હોય છે.