________________
શારદા શિખર દેવલેકમાં દમ દમ સાહ્યબીનો સ્વામી દેવ પણ સુખી નથી. પૃથ્વીપતિ રાજા હોય કે અબજોપતિ, કરોડપતિ કે લાખપતિ શ્રીમંત શેઠ હોય પણ કઈ સુખી નથી. આ દુઃખભર્યા સંસારમાં જે કંઈ સુખી હોય તે વીતરાગી સંત સાચે સુખી છે. વેશધારી સાધુની આ વાત નથી પણ વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર ચાલે તેવા સાચા સાધુની આ વાત છે. જેને સંસાર વિષના કટારા જેવો લાગે છે તે સહેજ નિમિત્ત મળતાં છોડીને ચાલ્યા જાય છે.
બુદ્ધ જ્યારે સંસારમાં હતા ત્યારે એક વખત ઘણું માણસો એક શબને લઈને રડતાં રડતાં જતાં હતાં. યુવાન પુત્ર હોવાથી તેના સગા સંબંધીઓ કાળો કલ્પાંત કરતા હતા. માથા ફાડતા હતા. આ જોઈને સિદ્ધાર્થકુમાર પૂછે છે. (બુદ્ધનું પહેલા નામ સિદ્ધાર્થ હતું.) આ બધાં કેમ રડે છે ? ત્યારે તેમના માણસો કહે કે યુવાન દીકરો મરી ગયો છે તેથી આ બધાં રડે છે. ત્યારે સિદ્ધાર્થ કુમાર કહે – મરી ગયે
એટલે શું ? શરીરમાંથી જીવ નીકળી ગયો એટલે મરી ગયે કહેવાય. ત્યારે કુમાર પૂછે છે શું હું પણ આ રીતે મરી જઈશ ? ત્યારે કહે – હા. જે જમ્યા છે તેને જરૂર મરવાનું છે. અમારે ને તમારે સને એક દિવસ આ રીતે મરવાનું છે. ત્યારે કુમાર કહે છે કે અહીં આવું દુઃખ! મારે આ સંસારમાં રહેવું નથી. એક માણસના શબને લઈ જતા જોઈ સંસારની અસારતાનું ભાન થયું ને સંસાર છોડી સાધુ બની ગયા.
'બંધુઓ! એક મરણનો કિસ્સો જોઈને સિદ્ધાર્થકુમાર સંસાર ત્યાગીને સાધુ બની ગયા. હું તમને પૂછું છું કે તમે આવા કેટલાં કિસ્સા જોયા? સંસારના કેટલા ફટકા વાગ્યા ? પણ હજુ છૂટવાનું મન થાય છે? શેરડી ચીચેડામાં પીલાય ને છેવટે છોતરાને ફેંકી દેવામાં આવે તેવી દશા તમારી થઈ છે. છતાં સંસારનો રસ છૂટતો નથી. છેક સુધી સંસારનો રસ નહિ છૂટે તે ચતુંગતિના ચીચેડામાં પીલાવું પડશે. માટે સમજીને સંસારનો રસ ઓછો કરો.
ચાતુર્માસમાં સંત-સતીજી વ્યાખ્યાનમાં સિદ્ધાંતમાંથી કોઈ એક અધિકારનું વાંચન કરે છે, જેમાંથી શ્રોતાજને કંઈક પ્રેરણાનું પીયુષ પ્રાપ્ત કરીને પોતાનું જીવન ઉજજવળ બનાવે છેઆપણે જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનનું વાંચન કરવું છે. જેમાં મલ્લીનાથ ભગવાનને અધિકાર છે. મલ્લીનાથ ભગવાનની વાત તે પછી આવશે પણ પહેલાં તેની પૂર્વભૂમિકા તે જોઈએ ને? ચિત્રકારને એક ચિત્ર દેરવું હોય તો તે સીધું ચિત્ર નથી દેતા. પહેલાં પ્લાન નક્કી કરે છે પછી ચિત્ર દોરે છે. ચિત્ર દોર્યા પછી તેમાં કેવા રંગ પૂરું તે ચિત્રને ઉઠાવ આવશે તે નક્કી કરે છે. ભીંત ઉપર ચિત્ર દોરવું હોય તે ભીંતને સ્વચ્છ બનાવવી પડે છે. ખેડૂતને ખેતરમાં અનાજ વાવવું હોય તે જમીનને કાંટા કાંકરા કાઢી સાફ અને પિચી બનાવવી પડે છે. પ્રતિક્રમણ કરતાં પહેલાં આત્મારૂપી ક્ષેત્રને શુદ્ધ કરવા ક્ષેત્રવિશુધ્ધિ