________________
૩૧૯
શારદા શિખર રૂપાચલ પર્વતની દક્ષિણ શ્રેણીમાં મેઘકૂટ નામનું સુંદર નગર હતું. ત્યાં યમરામર નામના એક વિદ્યાધર રાજા ખૂબ નીતિપૂર્વક રાજ્ય કરતા હતા. તે રાજા એક વખત પિતાની કનકમાલા નામની રાણી સાથે વિમાનમાં બેસીને ફરવા માટે નીકળેલા. ફરતાં ફરતાં તેમનું વિમાન તક્ષક પર્વત ઉપર શીલા નીચે પ્રદ્યુમ્નકુમાર રહે છે તેના ઉપરથી પસાર થતાં એકદમ અટકી ગયું. વિદ્યાધરે ઘણું પ્રયાસ કર્યા પણ વિમાન નથી સીધું ચાલતું કે નથી ઊંચે જતું. ત્યારે તેને વિચાર થયો કે કોઈ દિવસ નહિ ને આજે મારું વિમાન કેમ અટકી ગયું? શું નીચે કેઈ સર્વજ્ઞ ભગવંત બિરાજે છે? અગર તે કોઈ મુનિ કાર્યોત્સર્ગમાં લીન ઉભેલાં છે? અગર તે કોઈ સતી સ્ત્રીને સંકટ પડયું છે કે કઈ પવિત્ર સજજન પુરૂષ કષ્ટમાં છે ? કંઈક તે કારણ હોવું જોઈએ. તે સિવાય મારું વિમાન કદી અટકે નહિ. આમ વિચારી યમશમર રાજાએ વિમાન પર્વત ઉપર ઉતાર્યું તે પ્રદ્યુમ્નકુમારના શ્વાસોચ્છવાસથી સોળગજ લાંબી ને ચાર ગજ જાડી શીલા ઉછળે છે. આ જોઈને વિદ્યાધરના મનમાં થયું કે આ શું ? આટલી મોટી વજનદાર શીલા કેમ હાલે છે? આ શેનું તોફાન છે? લાવ, તપાસ કરું. એમ વિચારી રાજાએ પેલી શીલા મહામુશીબતે ખસેડી. તે નીચેથી દેવકુમાર જે સુંદર કુંવર નીકળ્યો. તેને રાજાએ તરત ઊંચકી લીધે. જાણે પિતાને પુત્ર ના હેય તેમ તેને છાતી સાથે દબાવી દીધો. કુંવરને જોઈને તે ખુશી ખુશી થયા ને તે પિતાની રાણીના મેળામાં મૂકી દીધું.
આ વિદ્યાધર રાજાને ત્યાં સંતાન ન હતું. એટલે રાજા કહે છે તે રાણ ! તું ભાગ્યવાન છે. જે તારે પુત્ર નથી ને તેથી ભગવાને તારા ઉપર કેટલી કૃપા કરી! નવ મહિના ગર્ભને ભાર વહન કર્યા સિવાય અને પ્રસૂતિની વેદના ભગવ્યા સિવાય આવા સૂર્ય સમાન તેજસ્વી પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આજે આપણું જીવન ધન્ય બની ગયું, હવે જલદી આપણાં નગરમાં જઈએ ને પુત્રને જન્મ મહોત્સવ ઉજવીએ. હવે તે પ્રદ્યુમ્નકુમારને લઈને પિતાના નગરમાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩૧ શ્રાવણ સુદ ૯ ને બુધવાર
તા. ૪-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
અનંત ઉપકારી ત્રિકાળીનાથની વાણી આત્માનું અનંત હિત કરનારી છે. ભાવપૂર્વક વીરવાણી શ્રવણ કરવાથી કષાયોને અગ્નિ શાંત પડે છે. સાચા દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતત્વની ઓળખાણ થાય છે. સંસારની નિર્ગુણુતા અને મોક્ષની અનંત