________________
દારા શિખર
શંખરાજા અને જશમતી રાણી બંનેએ દ્રાક્ષ ધાયેલું પાણી વહોરાવ્યું. એ પાણી નિર્દોષ હતું ને લેનાર સંત પણ પવિત્ર હતા. રાજાના ભાવ પણ નિર્દોષ હતા. એટલે રાજાએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
શંખરાજાને જમતી રાણું, જેણે વહેરાવ્યું દ્રાક્ષતણું પાણી
દ્રાક્ષનો રસ પણ નહોતે. ફકત દ્રાક્ષ ધાયેલું પાણી હતું, છતાં શંખરાજાએ ઉત્કૃષ્ટ અને સરળભાવથી વહરાવ્યું તે તીર્થંકર નામ કર્મ બાંધ્યું ને રાણીએ માયા કરી એટલે તેઓ મનુષ્યભવ પૂર્ણ કરીને દેવગતિમાં ગયા ત્યાં રાણીનો આત્મા દેવી બન્યો.
મહાબલ અણગાર માયા સહિત તપ કરે છે. મહાબલ મુનિ જ્યારે પારણું કરતાં નથી ત્યારે છ મુનિઓના મનમાં થાય છે કે આપણું મહાબેલ અણગાર આજે ગૌચરી નહિ કરે ને આપણે કરવી પડશે. તેમ પશ્ચાતાપ કરે છે પણ મનમાં બીજી શંકા નથી લાવતા. ખરેખર આ મુનિઓ કેટલા પવિત્ર ને ગંભીર છે! દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે સાધુ કેવા હોય ? “કુદવા તમે મુળ દવે ” સાધુ પૃથ્વી જેવા હોય. પૃથ્વીને કઈ પૂજે, ખેદે અગર તેના ઉપર મળમૂત્ર નાંખે, ગમે તે કરે બધું સમતાથી સહન કરે છે. સાધુની કોઈ નિંદા કરે, પ્રશંસા કરે, કોઈ મારવા આવે તે પણ તેઓ સમતાથી સહન કરે છે. પણ કોઈના ઉપર ગુસ્સે થતાં નથી.
મહાબલ અણગાર આ રીતે માયા સહિત તપ કરે છે ને પેલા છ મિત્ર અણગારે સરળ ભાવે તપ કરે છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર: “પ્રધુમ્નકુમારના પુણ્યોદયે વિધાધર રાજાનું આગમન.”
પ્રદ્યુમ્નકુમારનું પુણ્ય પ્રબળ હતું વૈરી દેવ તેના ઉપર શીલા મૂકીને ગયે તે પણ તેને કંઈ આંચ આવી નહિ. જેનું આયુષ્ય બળવાન હોય છે તેના ઉપરથી ગાડી પસાર થાય અગર તેને દરિયામાં ડૂબાડી દેવામાં આવે તે પણ ચેનકેન પ્રકારે તે બચી જાય છે.
સાંભળે, કંસ અને કર્ણ બંનેને જમ્યા કે પેટીમાં મૂકીને યમુના નદીમાં મૂકી દીધા હતા. છતાં બંનેના પુણ્ય પ્રબળ અને આયુષ્ય બળવાન હતું એટલે બંને રાજા બની ગયા. આપણે તે એ વાત સમજવી છે કે માણસની પુનાઈ શું કામ કરે છે? નરીમાં મૂકી દીધેલ કર્યું અને કંસ બંને મોટા રાજા બન્યા હતા. તે રીતે પ્રદ્યુમ્નકુમારને દેવે માતાથી વિખૂટે પાડી તક્ષક પર્વત ઉપર લાવી તેના ઉપર મેટી શીલા મૂકી દીધી છે. પણ એને માટે તે શીલા એક ઢાંકણ રૂપ બની ગઈ છે. કેઈ સિંહ-વાઘ આવીને તેને ખાઈ ન જાય તે રીતે તેને માટે ઢાંકણ રૂપ હતી. છ દિવસનું બાળક છે. ભૂખ તો લાગે ને ? એના અંગુઠામાં અમી ભરેલું હોય તેમ તે બાળક અંગુઠો ચૂસતા હતા, ત્યાં શું બનાવ બન્યઃ