________________
શારદા શિખર શેઠાણી કહે–તમે સાંભળે કે ન સાંભળે પણ આયુષ્ય પૂરું થતાં એક દિવસ સીને જવાનું છે. તેમાં કેઈનું કંઈ ચાલે તેમ નથી.
બસ, આપ ધર્મ પામ્યા છે તેને મને ખૂબ સંતોષ છે. આપ જીવનભર ધર્મ આરાધના કરજે. આવી ભલામણ કરી શેઠાણું બે ત્રણ દિવસમાં મૃત્યુ પામ્યા. પિતાને ધર્મ પમાડનારી પવિત્ર પત્ની ચાલી જતાં શેઠને ખૂબ દુઃખ થયું. ધર્મ કરવાને સથવારો તૂટી ગયે. શેઠની ઉંમર નાની હતી પણ તેમણે નિર્ણય કર્યો કે મારે બીજી વખત લગ્ન કરવા નહિ.
પત્નીના મૃત્યુ પછી શેઠ નાના ભાઈના ઘેર જમે છે.” ધર્મવીર શેઠ પિતાના નાના ભાઈને ત્યાં જમવા લાગ્યા. પોતાની પાસે પૈસો ઘણે હતો એટલે મહિને દિવસે હજાર રૂપિયા ભાઈને ત્યાં આપતા. છ મહિના તે નાનાભાઈની વહુએ બરાબર સાચવ્યા. શેઠને નિયમે ઘણાં હતા. રેજ ચૌવિહાર કરે, નવકારશી કરવી, પૌષધ કરે એટલે પારણું હોય ત્યારે શેઠ મેડા આવે. સાંજે ચૌવિહાર કરવાનો હોય એટલે વહેલાં રસોઈ કરી આપવી જોઈએ. આ બધું ભાઈની વહુને બંધન લાગ્યું. આ બધી પળોજણ કેણ કરે ? એટલે એના પતિને કહે છે તમે મોટાભાઈને કહી દેજે કે ફરીને લગ્ન કરે. આખી જિંદગી આવી કટકટ મને પાલવે તેમ નથી. બધુઓ ! માનવની પ્રકૃતિ કેવી હોય છે? એક ધમીંઠ આત્માની સેવા કરવી, તેને શાતા ઉપજાવવી, તેના ધર્મના નિયમોમાં સહાય કરવી તે એને બંધન લાગ્યું. એટલે નાનાભાઈએ મોટાભાઈને વાત કરી. આ ધર્મવીર શેઠને લગ્ન કરવાની જરાપણ મરજી ન હતી પણ તેમની સામે આ પ્રશ્ન ખડે થે. હવે શું કરવું ? શેઠ ખૂબ મૂંઝાયા. અંતે ફરી લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
બીજી સારા ઘરની કન્યા સાથે શેઠના લગ્ન થયાં. કન્યા બી. એ. ભણેલી હતી. લાલીના લપેડા, પફ-પાવડર અને ફેશનનો પાર નહિ. આવી કન્યા ધર્મવીર શેઠના શેઠાણી બન્યા. શેઠ ધમઠ ને સાદા તેથી આ ફેશનેબલ કન્યાને ગમતું ન હતું પહેલાં શેઠ ધર્મ સમજતાં ન હતાં પણ શેઠાણું ધર્મવંતી હતી તે શેઠને ધર્મ પમાડે. પત્ની સારી હોય તે પતિની આબરૂ, ઈજજત ને શોભા વધારે છે. કહ્યું
शील भारवती कान्ता, पुष्प भारवती लता।
अर्थ भारवती वाणी, भजते कामपि श्रियम् ॥ શીલ સદાચારના ભારવાળી સુંદર સ્ત્રી, પુના ભારવાળી લતા અને અર્થના ભારવાળી વાણી આ ત્રણ કેઈ અપૂર્વ શોભા મેળવે છે. આ શેઠની ધર્મવંતી પત્ની ખૂબ સદાચારી અને શિયળવંતી હતી. અને હવે જે નવી પરણીને આવી એ તે