________________
અમ શિખર
२८७
ફેશનમાં ફક્કડ થઈ ને ફરવા વાળી હતી. એને તેા ધર્મનુ નામ ગમતુ ન હતું. તે શેઠને કહેવા લાગી આટલી નાની છેંમરમાં આ શુ ધર્મના ઢીંગલા થઈને એસી ફ્યા છે ! આ ઉંમરે તેા સંસારની મઝા માણુવાની હાય. પણ શેઠ તેનુ' બહુ સાંભળતાં નહિ. પરણ્યા પછી ઘેાડો સમય તા પેાતાનુ ધમ ધ્યાન ચાલુ રાખ્યું. પણ પત્ની જા માહના કીડા હતી એટલે શેઠને રાજ રાજ ભમાવે ને માહના લટકા ને ચટકા કરે. એક તા યુવાની, ખીજું એકાંત અને માહના હાવભાવ આ બધા વાતાવરણમાં રહેવાથી શેઠ મેાહના રંગે રંગાવા લાગ્યા. શેઠ દુકાને જાય તે માઢું જોવાય તે માટે ખારી બનાવી. એટલે ઘરમાં બેઠાં બેઠાં શેઠાણી શેઠનુ મુખ જોઈ શકે ને શેઠ શેઠાણીનું માઢું જોઈ શકે. શેઠના ધર્મમય જીવનમાં શેઠાણીએ વિષય-વાસનાની આગ લગાડી દીધી. હવે તે પ્રતિક્રમણ, ચૌવિહાર બધુ બંધ થયુ' ને નાટક સિનેમા બધું જોવામાં મસ્ત બની ગયા. માહની મદિરા પીને મસ્ત બનેલા ધર્મવીર શેઠ વિચારવા લાગ્યા કે સુખ તે અહી જ છે. આણે મને સંસાર સુખનું ભાન કરાવ્યું. ધર્મવીર શેઠ હવે કર્મવીર બનીને સંસારની મેાજ માણવાં લાગ્યા.
એક વખત ગામમાં એક સંત પધાર્યા. તે પહેલા આવ્યા હતા ત્યારે ધર્મવીર શેઠ રાજ ઉપાશ્રયે આવતા. આ વખતે આવ્યા આઠ દિવસ થયા પણ ધર્મવીર શેઠ આવ્યા નહિ એટલે સંતે કોઈને પૂછ્યું કે પેલા ધર્મવીર શેઠ કેમ દેખાતાં નથી ? લેાકેા કહે કે ગુરૂદેવ ! એ ધર્મવીર શેઠ હવે કવીર બની ગયા છે. નવી પત્ની પરણ્યા ને ધમને છેાડી દીધા. સંતને થયું કે એક વખત આટલેા ધર્મના રંગે રંગાયેલે જીવ તેની આ દશા ? આત્માના પૂજારી હવે દેહના પૂજારી બની ગયા ? લાવ, હું તેને જગાડવા જાઉં. એમ વિચારી સંત ધ'વીર શેઠને ઘેર ગયા. શેઠ તેા સેાફામાં બેઠા હતા. સંતને આવતાં જોયા. હવે સત ગમતાં નથી. પણ પહેલા ધમ પામેલા હતા એટલે સતને જોઈને સાફામાંથી ઉભા થઈ ગયા. ને હાથ જોડીને ઉભા રહ્યા. સંતે પૂછ્યું-શેઠ! હવે તમે ઉપાશ્રયે કેમ આવતા નથી ? ત્યારે શેઠે કહ્યું-ગુરૂદેવ ! મારી જુની પત્ની ગુજરી ગયા પછી ફરીને મે' લગ્ન કર્યાં છે. એ તે દેવી જેવી છે. એને મારા ઉપર અત્યંત પ્રેમ છે, એક ક્ષણ મને ન દેખેતા મારા વિના જીવી શકે તેમ નથી. સંસારમાં સ્વર્ગ જેવું સુખ છે તેનું મને તેણે ભાન કરાવ્યું હવે આ સ્વર્ગનું સુખ છેડીને ઉપાશ્રયે કયાંથી આવું? એટલે મને ઉપાશ્રયે આવવાને ટાઈમ નથી.
સંત ખૂબ પવિત્ર હતા. તેમણે કહ્યું-શેઠ! તમે આ શું એટલેા છે. ? આ સંસારના સુખ ઘાર નરકમાં લઈ જનારા છે. આ સસાર સ્વામય છે. તમે જેની પાછળ પાગલ બનીને ધમ છોડી દીધા છે. તેના તમારા પ્રત્યે કેવા પ્રેમ છે તે જોવા માટે હું તમને ઉપાય મતાવું. એ અજમાવી જોજો પછી કહેજો કે સંસારના પ્રેમ