SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૨૮૫ સજ્જનનો કરજે. સજ્જનનો સંગ જીવન સુધારે છે ને દુર્જનનો સંગ માનવને પતનના પંથે લઈ જાય છે. અહીં એક દૃષ્ટાંત યાદ આવે છે. પત્નીના સગથી શેઠ ધમ પામ્યા : ’” ધર્મવીર નામના એક શ્રીમંત શેઠ હતા. તેમની પત્નીનું નામ ધર્મવતી હતું. ધર્મવંતી ખૂબ ધર્મીષ્ઠ ને સંસ્કારી હતી. નામ તેવા તેનામાં ગુણેા હતા. પણ શેઠ તેા નામના ધર્માંવીર હતા. તેમના જીવનમાં ધતું નામનિશાન ના મળે. આ જોઈને શેઠાણીના દિલમાં ખૂબ દુઃખ થતુ. એક દિવસ ધર્મવતીએ એના પતિને કહ્યું–સ્વામીનાથ ! ધર્મ વગરનું જીવન પ્રાણુ વિનાના કલેવર જેવુ છે. જે ઘરમાં સામાયિક-પ્રતિક્રમણ-ચૌવિહાર થતાં હાય તે ઘર સ્વ જેવું છે. જ્યાં ધર્મ નથી તે ધર મારે મન જગલ સમાન છે. પત્નીના શબ્દો સાંભળીને શેઠના મનમાં થયું કે વાત તે સાચી છે. એટલે શેઠ કહે કે હું હવેથી ધમ ધ્યાન કરીશ. શેઠની વાત સાંભળીને શેઠાણીને આનંદ આનન્દ્વ થયેા શેઠે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી સામાયિક-પ્રતિક્રમણ ન શીખું ત્યાં સુધી મારે દૂધ અને દૂધમાંથી બનતી તમામ ચીજો ખાવી નહિ. ધ`વીર શેઠ ત્રણ મહિનામાં સામાયિક–પ્રતિક્રમણ શીખી ગયા. હવે તેા શેઠ-શેઠાણી બંને સાથે બેસીને ધર્મધ્યાન કરવા લાગ્યા. રાત્રી ભેાજન, કાંદા કંદમૂળનો ત્યાગ કર્યો. દશ તિથિ પૌષધ કરતાં પતિ ધર્મોના રંગે રંગાતા શેઠાણીને અલૌકિક આન ંદ થયા. અહા! હવે મારું જીવન સફળ અન્યુ. વીતરાગ માના રથના બે પૈડા સરખા બન્યા. દેવાનુપ્રિયો ! તમારા ઘરમાં પણ આવા શ્રાવિકા છે ને કે તમને ધના માગે વાળી શકે ? શેઠ અને શેઠાણી અને ધર્માંના ઝુલણે ઝુલવા લાગ્યા. પોતે અને માણસ ધર્મ કરે એટલુ જ નહિ પણ પોતાની દુકાનમાં ને ઘરમાં કામ કરનાર ને!કરાને રાત્રી ભેાજનનો ત્યાગ કરાવ્યેા. ગામમાં સંત-સતીજી પધારે ત્યારે ઘરનાં નેકરો ચાકરો પ્રધાને વ્યાખ્યાન સાંભળવા જવાનુ એવું નકકી કર્યું હતું. ધર્મવીર શેઠ એમ વિચાર કરતા હતા આટલા નોકરોમાંથી એક જો ધમ પામશે તે પણ મારું જીવન ધન્ય ખનશે. શેઠના જીવનમાં આટલું અધુ પરિવત ન જોઈ લેાકેા આશ્ચય પામી ગયા. લોકો શેઠને પૂછવા લાગ્યા કે શેઠ ! તમને કાણુ ગુરૂ મળી ગયા કે તમે આટલા બધા ધમ માં જોડાઈ ગયા. ત્યારે શેઠ કહેતા સદ્ગુણી પત્ની મળી તેા મારે। જન્મારો સુધરી ગયો. પાપમાં પડેલા પતીત એવા મારો તેણે ઉધ્ધાર કરાવ્યો. ધમવીર શેઠ નાની ઉંમરમાં આટલા બધા ધર્મમાં ઉતરી ગયા. તેમને જોઈ કેટલા જીવા ધર્મ પામ્યા ! સંતસતીજીનો લાભ લેતાં ધર્મારાધનામાં પતિ-પત્ની દિવસેા વ્યતીત કરે છે. પાંચ વર્ષી આનંદમાં પસાર થયાં એક દિવસે શેઠાણી કહે છે સ્વામીનાથ ! હવે મારુ' આયુષ્યપૂર્ણ થવા આવ્યું છે. એટલે એ દિવસમાં હું જઈશ. શેઠ કહે છે તું શું ખોલે છે? મારે તારી વાત નથી સાંભળવી.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy