________________
શારદ શિખર
૨૭૫ પિતાના છ એ બાલમિત્રોને પિતાની પાસે આવેલા જોઈને મહાબલ રાજા અત્યંત હર્ષિત તેમજ સંતુષ્ટ થયા અને રાજાએ સત્વરે તે સમયે પિતાના કૌટુંબિક પુરૂષને બોલાવ્યા. ___ "सदावेइत्ता एवं वयासी गच्छह णं तुब्भे देवाणुप्पिया ! बलभद्रकुमारस्स महयारायाभिसेणं अभिसिंचेह, ते वि तहेव जाव बलभद्रंकुमारं अभिसिंचति ।"
કૌટુંબિક પુરૂષોને બોલાવીને આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયો! તમે બલભદ્ર કુમારને મેટા ઠાઠમાઠથી રાજ્યાભિષેક કરે. એટલે કૌટુંબિક પુરૂષોએ ખૂબ ધામધૂમથી બલભદ્ર કુમારને રાજ્યાભિષેક કર્યો.
દેવાનુપ્રિયે! મહાબલ રાજાને જલદી સંયમ લેવાની કેવી લગની લાગી છે! જેને વૈરાગ્યના ભાવ આવે તેને એમ જ થાય કે જલદી દીક્ષા લઉં, ને આશ્રવનું ઘર છોડું. સંસારમાં માણસ ગમે તેટલી સાવધાનીથી રહે તે પણ આશ્રવ રકાતે નથી. જેમ કઈ માણસ કોલસાની વખારમાં જાય, તે ભલે કાંઈ ન કરે પણ તેને રોટી તો જરૂર લાગશે. તેમ સંસારમાં ગમે તેટલાં સાચવીને રહે પણ સંસારની રોટી રૂપી આશ્રવ તે જરૂર આવશે. સુખી માણસો જે રૂમમાં કામ ન હોય તેને વાળીઝૂડી પિતાં કરી બારી બારણાં બંધ કરી દે છે. શા માટે ? બારી બારણું ખુલ્લાં હોય તે બહારથી ઉડતી રજોટી અંદર ભરાઈ જાય. ત્યાં કેટલે વિવેક છે! સીમેન્ટ-ચૂના અને માટીનું ઘર સ્વચ્છ રાખવાની જેટલી તકેદારી છે તેટલી આત્મ ઘરમાં પાપની જેટી ન આવે તે માટે આશ્રવના બારણું બંધ કરવાની સાવધાની છે !
બંધુઓ ! આશ્રવની ગુલામીમાંથી મુક્ત થઈને સંવરનું શરણ સ્વીકારવા માટે આ મનુષ્યભવ મળ્યો છે. આશ્રવ આત્માના ગુણોનું શોષણ કરે છે ને સંવર આત્માના ગુણનું પિષણ કરે છે. વિચાર કરો. તમારા જેવીસે કલાક ક્યાં પસાર થાય છે? આશ્રવની ગુલામીમાં ને ? કદાચ માની લો કે તમે એક સામાયિક કરી. પણ મનવચન-ને કાયાની કેટલી સ્થિરતા કેળવી છે? કદાચ વચન અને કાયા સ્થિર કરી દેશે પણ મનને ઘેડો તે કૂદાકૂદ કરે છે. એક ભક્ત ગાયું છે કે :
તનને દઉ દબાવી પણ મનડું ન દબાતું (૨)
એને કૂદવું બહુ ગમે છે ભગવાન તુજને ભજતાં, મારું હૈયું કયાં ભમે છે? ભગવાન તુજને ભજતાં, અંતરમાં શું રમે છે ભગવાન
સામાયિકમાં બે ઘડી આત્મસ્વરૂપનું ચિંતન કરવા બેઠા પણ આ મન તા ક્યાં કયાં ચકકર લગાવી આવે છે ને કેવા કેવા વિચારો કરે છે. જેને જ્ઞાન ન