________________
૨૭૬
શારદા શિખર હોય તેને સામાયિકમાં પણ મોહ-માયા ને મમતાનું તેફાન ચાલુ રહે છે. સામાયિકમાં અસત્ય, કર્કશ ને સાવધ ભાષા ન બોલાઈ જાય તેને ઉપગ રાખે છે ? અને કાયાની સ્થિરતા કેટલી રાખો છો? બે ઘડીની સામાયિકમાં પણ કેટલા હાથ-પગ હલાવો છો ? અરે, ઘણું તે સામાયિકમાં હાથમાં ગુચ્છ લઈને બિન જરૂરીયાતે અહીંથી ત્યાં આંટા મારે છે. બેલે, સામાયિકમાં મન-વચન ને કાયાની કેટલી ચંચળતા છે ?
જ્ઞાની ભગવંતે કહે છે કે જેટલી મન-વચન અને કાયાની ચંચળતા તેટલો આશ્રવ અને જેટલી મન-વચન-કાયાની સ્થિરતા તેટલે સંવર, સામાયિકમાં દ્રવ્યથી સાવધ-ગનાં, ક્ષેત્ર થકી ચૌદ રાજલોકનાં પાપનાં પ્રત્યાખ્યાન કર્યા છે માટે ધ્યાન રાખજો કે બત્રીસ દેષમાંથી કઈ દેષ ના લાગે, અત્યાર સુધી અણસમજમાં જે થયું તે થયું પણ હવે તો આત્મા સાથે એ દઢ નિશ્ચય કરી કે બે ઘડી હું ચારિત્રમાં આવું છું તે બે ઘડી સંસારને ભૂલી આત્મભાવમાં ખૂલી શુદ્ધ સામાયિક કરું.
સામાયિકમાં બેઠા પછી મને દેષ ન લાગે તેની કાળજી રાખો. સંસાર ભાવ સાથે રાખીને સાચી સામાયિક નહિ થાય. બે ઘડી સંસારને ભૂલીને સામાયિક કરે, એ કેણ માણસ હોય કે જે વહેપાર કરે ને નફાની ઈચ્છા ન રાખે ? એ કોણ વિઘાથી હોય કે જેને પરીક્ષામાં પાસ થવાની તમન્ના ન હોય! તમારે સામાયિકમાં આત્મ કલ્યાણનો લાભ લે છે ને ? જે સામાયિકનો સારો લાભ લેવો હોય તે સંસારને ભૂલીને સામાયિક કરે. સંસારના દાવાનળમાં બળતે ઝળતે આત્મા સમતા ભાવની શીતળતા લેવા માંડ માંડ સામાયિકમાં બેઠે, ત્યાં પણ જે પાપ ન છૂટે તે પાપના ભઠ્ઠામાં શેકાવાનું કે બીજું કંઈ? બંધુઓ ! સામાયિક એટલે શું ? જરા સમજે. “સામાયિક એટલે પાપ રૂપી ગુંડાઓને ભગાડવા માટેની મશીનગન છે.” જે આ મશીનગનને ઉપયોગ કરતાં ન આવડે તે સામાયિકમાં પણ પાપ રૂપી ગુંડાઓ આવીને તમને સતાવી જશે. માટે સામાયિકનું મૂલ્ય સમજે.
આત્માનું કલ્યાણ કરવા માટેનો આ અમૂલ્ય અવસર છે. આ પંચમકાળમાં ઓછી કરણીએ ઝાઝે લાભ છે. એક ઉપવાસ કરે તે માસખમણ જેટલે લાભ થાય. અહીં થોડું કષ્ટ સહન કરે ને મહાન કર્મની નિર્જરા થાય છે.
મહાબલ રાજાએ આવેલે અવસર એાળખે, પોતાના પુત્ર બલભદ્ર કુમારનો રાજ્યાભિષેક કર્યો ને તેને ગાદીએ બેસાડ્યા. ત્યારે તેમને થયું કે હાશ, હવે મારા માથેથી પાપને ભાર ઉતર્યો. હવે હું જલ્દી દીક્ષા લઉં. માથેથી ભાર ઉતરે તે હૈયું હળવું થાય ને ? કઈ બહેનના માથે પાણીની હેલ હોય અને તેને ભાર લાગ્યા હોય ત્યારે તેને ભાર કેઈ ઉતરાવે તે તેને કે આનંદ થાય? એને કેવી