SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર લઈને આશ્રવનો નાશ કરે. સંવર એ આશ્રવને શત્રુ છે. માટે આશ્રવના નાશ માટે સંવરનું શરણ સ્વીકારવું પડશે. સંવરની શરણાગતિ સ્વીકાર્યા વિના આશ્રવ રૂપી શત્રુને નાશ થવાનું નથી. આવું તેને સમજાઈ ગયું છે? તે ખબર છે ને ? આપણે જેને અધિકાર ચાલે છે તે મહાબલ રાજાને સમજાઈ ગયું છે કે અનંતકાળથી આશ્રવ રૂપી શત્રએ મારા આત્માનું અહિત કર્યું છે. આશ્રવ રાજાએ મારા આત્મઘરમાં પાપ રૂપી ચેરોને પિસવા દીધા છે. ને મારું આત્મિક ધન લુંટાવી દીધું છે, હવે એને કાઢવા માટે સંવરનું શરણું સ્વીકારવું જોઈએ. નહિ સ્વીકારું તે મારું ધન લૂંટીને એ ચેરે મને દુર્ગતિની ખાઈમાં ફેંકી દેશે. મારા આત્મિક ધનની સંપૂર્ણ રક્ષા કરવા માટે જે કંઈ સુરક્ષિત સ્થાન હોય તે તે સંયમ છે. સંયમ લઉં તે આશ્રવ શત્રની હાર થાય. ધન્ય છે મારા ગુરૂદેવ ધર્મઘોષ અણગારને. તેઓ પધાર્યા તે હું આશ્રવ શત્રુના પાશમાંથી મુક્ત થઈશ. બંધુઓ મહાબલ રાજા પિતે તે આશ્રવને છોડીને સંવરના સ્થાનમાં આવવા તૈયાર થયાં. પણ સાથે તેમના છ મિત્રો પણ તૈયાર થયા. એટલે મહાબલ રાજાને ખૂબ આનંદ થશે. કારણ કે જ્ઞાનીને જ્ઞાન મળે તે આનંદ થાય. પણ કેઈ ગપ્પીદાસ મળે તે આનંદ ન થાય. તેમ મહાબલ રાજાના મિત્રો પિતાની સાથે સંવરના ઘરમાં જવા તૈયાર થયા એટલે અપૂર્વ આનંદ થયે. આશ્રવમાં રહેવાથી સતત પાપને પ્રવાહ આવ્યા કરે છે. કદાચ પૂર્વ કર્મના ઉદયે અવિરતિ સમ્યફદષ્ટિ આત્મા વ્રત -પ્રત્યાખ્યાન લઈ ન શકે પણ તેને તેના દિલમાં ડંખ હેય. કૃષ્ણ વાસુદેવ અવિરતિ, હતાં પણ સંયમના પ્રેમી હતા. જ્યારે જ્યારે તેઓ નેમનાથ પ્રભુના સસરણમાં જતા ત્યારે તેમને અંતરાત્મા રડી ઉઠતે ને કહેતાં અહે પ્રભુ! હું ને તમે સાથે રમ્યા રહ્યા પણ તમે તે સંયમ લઈને અનેક જીવેના તારણહાર પ્રભુ બન્યા ને હું તે સંસારમાં રઝળતો રહી ગયો. હું આપની જેમ અવિરતિને ત્યાગ કરી વિરતિના ઘરમાં ક્યારે આવીશ ? આ ચૌદ રાજલકના પાપને જ્યારે સરાવીશ ? આ પશ્ચાતાપ કરીને રડી ઉઠતાં. આપણને પણ આશ્રવને કંટાળે આવશે ને આવે અંતઃકરણપૂર્વક પશ્ચાતાપ થશે તે કર્મ ખપશે. મહાબલ રાજાએ પિતાના મિત્રોને કહ્યું કે તમે બધા તમારી રાજધાનીમાં જઈને તમારા એક પુત્રને ગાદીએ બેસાડીને એક હજાર માણસો ઉપાડે તેવી શિબિકામાં બેસીને મારી પાસે આવે. આ રીતે મહાબલ રાજાની વાત સાંભળીને છ એ મિત્રો ત્યાંથી પિતાપિતાને ઘેર આવ્યા, અને પિતાના સ્થાને પિતાના મોટા પુત્રોને રાજગાદીએ બેસાડીને પુરૂષ સહસ્ત્રવાહિની પાલખીમાં બેસીને મહાબલ રાજાની પાસે આવ્યા. "तएणं से महब्बले अंतिए छप्पिएबालवयंसए पाउभूए पासइ र ता हह तुझे कोडुंबिय पुरिसे सद्दावेइ ।"
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy