________________
શારદા શિખર નથી. એ કદી છું થયું નથી ને થવાનું પણ નથી. ભલે અમારું સર્વસ્વ લઈ લીધું પણ અમારું એક અમોઘ હથિયાર છે તે કદી મિત્ર રાજ્યના હાથમાં આવવાનું નથી. તે હથિયાર કર્યું હશે ? “ દુશ્મન તરફ ધિક્કારની નજર”. મારી પ્રજામાં જે દુશમન તરફ ધિક્કારની નજર બેઠેલી છે તે કદી દુશમન એવા મિત્ર રાજાના 1 કબજામાં નહિ આવે અને તે એક દિવસ મારા દેશનો ઉદ્ધાર કરશે.
દેવાનુપ્રિયે ! મારે તમને એ સમજાવવું છે કે જ્ઞાની ભગવંતે કહે છે કે આપણા આત્માને મોહરાજાએ જીતી લીધો છે ને આત્માની સર્વસ્વ સત્તા કબજે કરી છે એટલે મહારાજાની કેદમાં પૂરાયેલે આત્મા દુનિયાદારીના ડખામાં ડૂબી ગયે છે. પણ જે આત્મા પાસે એક હથિયાર હોય તો કોઈક દિવસ તેનો છૂટકારો થશે, ને ઉધ્ધાર થશે. તે શસ્ત્ર એવું હોય કે મોહરાજા લઈ ન શકે. તે શસ્ત્ર કયું? જાણે છે? પાપ તરફનો ધિક્કાર” એટલે કે “ દુષ્કતની નિંદા”. અવત, પ્રમાદ, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ–આદિ પાપ જે આત્માના ગુણેને ખાઈ જાય છે તેને પાપ માનીને તેના તરફ ધિકકારની નજરથી જોશે તો મેહરાજાની તાકાત નથી કે તમારા ઉપર ચઢાઈ કરી શકે. કદાચ આ દુશ્મનની ચઢાઈથી ચાર શરણ રૂપી ચાર કિલ્લા અટવાઈ જશે તો પણ પાપ તરફ ધિકકાર રૂપી શસ્ત્ર હશે તો દુશ્મન તમને કંઈ કરી શકશે નહિ. જુઓ, એક વખતનું હારેલું જર્મન આજે કેટલું ઊંચું આવી ગયું છે ? જે રાજ્યમાં આગેવાનો અને અમલદારોને જાહેર મકાનમાં ભીંત તરફ રાખીને વીંધી નાંખ્યા. આગેવાનો વધાઈ ગયા છતાં પ્રજા કે રાજયમાં અવ્યવસ્થા થઈ નહિ. તેનું કારણ એક જ કે દુશમન તરફ તિરસ્કાર ભરી દષ્ટિ, આખી જર્મનની પ્રજા એક જ વસ્તુ શીખેલી કે શત્રુ સામે પ્રેમભરી દષ્ટિથી જોવું નહિ. આ એક શસ્ત્ર પાસે હેવાના કારણે હારી ગયેલું જર્મન પિતાના ગયેલા શો, વિખરાઈ ગયેલો કિલ્લો ને લશ્કર બધું એકત્ર કરવા તૈયાર થયું. તેમ જે આત્મા પણ પાપને દુશમન માની તેના તરફ ધિક્કારની દૃષ્ટિથી દેખે તે મેહરાજાની તાકાત નથી કે તેને દબાવી શકે.
મહાબલ રાજા અને તેમના છ મિત્રોને સમજાઈ ગયું કે આ જીવ અનંતકાળથી મોહરાજાની કેદમાં સપડાઈ ગયા છે. હવે તેમાંથી છૂટવા માટે જે કઈ માર્ગ હોય તે સંયમ માર્ગનો સ્વીકાર અને પાપને ધિક્કાર. આ સંસાર તે જીવને ફસાવવાનું પાંજરું છે. ઘરમાં ઉંદરની હેરાનગતિ વધી જાય ત્યારે ઉંદરને પકડવા માટે અંદર જેટલીને ટુકડે ભરાવીને પાંજરું ખુલ્લું મૂકવામાં આવે છે. છેવટમાં રોટલી ખાવાની લાલચે ઉંદર પાંજરામાં જાય છે ને સપડાઈ જાય છે. તેવી રીતે માછીમારે માછલીને પકડવા માટે જાળ નાંખે છે ને તેમાં લેટની ગોળીઓ ભરાવે છે. લોટની ગોળી ખાવાની લાલચથી માછલી જાળમાં ફસાઈ જાય છે, ૩૪