________________
૨૬૬
શારદા શિખર આ રીતે જે જીવ જીવનના અંત સુધી સંસારની મમતા છોડતું નથી ને ભાગમાં આસક્ત બને છે તે ચાર ગતિની ચક્કીમાં પીસાઈને વારંવાર જન્મ-મરણ કરતે રહે છે. માટે સમજવાનો સમય છે. સમજીને સરકી જાઓ. સંસારથી સંપૂર્ણ ન સરકી શકે તો થોડી પણ ધર્મારાધના કરે. આત્માને કર્મની કેદથી મુક્ત કરાવવા વીતરાગ વાણી સાંભળો. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તપ વિગેરે કંઈક તે અવશ્ય કરે. કંઈ પણ ન કરી શકે તે ગામમાં સંત-સતીજી બિરાજમાન હોય તે તેમની પાસે જઈને કલાક વીતરાગવાણું તે અવશ્ય સાંભળો. ઈચ્છાએ કે અનિચ્છાએ સાંભળેલા વીતરાગવાણીના ચાર શબ્દ પણ જીવને બચાવે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
એક ગામમાં એક મોટા નગરશેઠ પાસે ઘણું ધન હતું. છતાં વધુ ધન મેળવવામાં રચ્યાપચ્યા રહેતા હતા. ધર્મ કરવો તે એને ગમે નહિ. ગામમાં ગમે તેવા સંત પધારે પણ કદી ઉપાશ્રયે પગ મૂકતાં નહિ. અને સત્કાર્યમાં રાતી પાઈ વાપરે નહિ. આવા કંજુસ શેઠ હતાં. આ ગામમાં એક યુવક મંડળ હતું. જયારે કેઈ સારા સંત પધારે ત્યારે ગામમાં ઘેર ઘેર જઈને સત્સંગને લાભ લેવા મુવકમંડળના યુવકે વિનંતી કરતાં. ઘણાં સંત આવીને ગયા પણ નગરશેઠ કદી ઉપાશ્રયમાં આવતા નહિ.
એક વખત ખૂબ જ્ઞાની મહાન વકતા સંત પધાર્યા. યુવકમંડળના યુવકે એ ગામના લતે લતે ફરીને સંતની વાણીને લાભ લેવા વિનંતી કરી અને સંઘમાં નકકી કર્યું કે મહારાજ સાહેબનું વ્યાખ્યાન પૂરું થયાં પહેલાં કેઈએ દુકાન ખેલવી નહિ. આ વાતની નગરશેઠને પણ ખબર આપવામાં આવી. વ્યાખ્યાનનો સમય થતાં વ્યાખ્યાન હોલ ચિક્કાર ભરાઈ ગયે ને મહારાજે વ્યાખ્યાન શરૂ કર્યું. પિલા નગર શેઠ મેડા પણ વ્યાખ્યાનમાં આવ્યા. બરાબર તે સમયે પ્રસંગોપાત મહારાજે એક રમુજી દષ્ટાંત કહેવાનું શરૂ કર્યું.
એક મહાત્મા એક ગામમાં પધાર્યા. આ મહાત્મા ગામના રે બેસીને દરરોજ ગામના લોકોને ધર્મને ઉપદેશ આપતાં હતા. તેમના ઉપદેશમાં ગામના લોકોને ખૂબ રસ પડયો. એટલે ખૂબ માનવ મેદની ભરાતી. ને મહાત્માની વાણી સૌ પ્રેમથી સાંભળતાં. આખા ગામના માણસો મહાત્મા પાસે સત્સંગને લાભ લેતાં. પણ ગામને એક પટેલ કદી આવતો ન હતો. પિતે તે આવતે ન હતો પણ ગામના લોકોને કહે કે તમે બધા તે નવરા લાગે છે કે રોજ સાધુ પાસે જઈને બેસો છે. રોજ શું સાંભળવાનું હોય ? એ સાધુડાને પણ કંઈ કામ ધંધે લાગતું નથી. એમ કહીને સાધુ મહાત્માની નિદા કરતો હતો. ગામના યુવાનીયાઓને વિચાર થયે કે બધા આવે છે, આ પટેલ