________________
૨૫૦
શારદા શિખર
પ્રાપ્તિ થઈ શકે છે પણ આત્મિક સુખ મળતુ નથી કે આત્મા કર્મોથી મુક્ત ખની શકતા નથી. જ્યારે આત્માને સમ્યકૂજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે સાચું જ્ઞાન કહેવાય છે.
બંધુઓ ! ભૌતિક જ્ઞાન અને આત્મિક જ્ઞાનમાં મોટું અંતર છે. ભૌતિક જ્ઞાન ભલે તમને આકાશમાં ઉડાવી શકે, પાણીમાં ચલાવી શકે, સુખના સાધનની પ્રાપ્તિ કરાવી શકે અને આ લેાકમાં પ્રશંસાને પાત્ર બનાવે પણ તે જ્ઞાન ચિરસ્થાયી નથી. આ શરીર છૂટી જતાં એ જ્ઞાન વિશેષ કરીને ચાલ્યું જાય છે. તે પરલેાકમાં સહાયક થતુ' નથી. જ્યારે આત્મિક જ્ઞાન અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે, કાચાને દૂર કરે છે, પાપોની જડને મૂળમાંથી ઉખેડી નાંખે છે. અને આત્માને ચિરસ્થાયી સુખ-શાંતિ અને આનંદ આપે છે. આ શરીર અહીં રહી જાય છે પણ એ જ્ઞાન જો આત્મા સમતિ વગે નહિ તે આત્માની સાથે ને સાથે રહે છે. જન્માજન્મ સુધી (૬૬ સાગર ઝાઝેરુ) સાથે રહીને સંસારરૂપી વિષમ અટવીમાંથી જીવને પસાર કરાવી અંતિમ ધ્યેય માક્ષને પ્રાપ્ત કરાવે છે. એટલે આત્મિક જ્ઞાન કલ્યાણુકારી છે. તેથી જ્ઞાની પુરૂષા કહે છે કે :
न ज्ञान तुल्य : किल कल्पवृक्षो, न ज्ञान तुल्या किल कामधेनु : । न ज्ञान तुल्य किल कामकुम्भा, ज्ञानेन चिन्तामणिरुप्य तुल्य: ॥
જ્ઞાન કલ્પવૃક્ષથી પણ અધિક ફળ દેનાર છે. કામઘેનુંથી પણ અધિક અમૃત આપનાર છે. કામકુંભ પણ આત્મિક જ્ઞાનની તુલના કરી શકતા નથી. મનવાંછિત ફળ આપનાર રત્નચિંતામણી પણ આત્મિક જ્ઞાન આગળ કંઈ વિસાતમાં નથી. અરે ! વધુ તે શું કહું, હુજારા સૂર્યો અને હજારા ચંદ્ર નેત્રરહિત માણસને માટે નિરક છે. પણ જો એ અંધ માણસને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તે તેનું અંતર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠે છે. આવશ્યક નિયુકિતમાં પણ કહ્યું છે કે :दव्वज्जा, उज्जेाओ, पगासह परिमियम्मि खेत्तम्मि । भावुज्जो उज्जाओ, लोगालोगं पगासेइ ||
સૂર્ય અને ચંદ્રને દ્રવ્ય પ્રકાશ પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે પણ જ્ઞાનના પ્રકાશ તા સમસ્ત લેાકાલેાકને પ્રકાશિત કરે છે. એટલા માટે જ્ઞાની પુરૂષા વારંવાર ટકાર કરે છે કે આત્મિકજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. જેટલું અને તેટલુ વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પુરૂષાર્થ કરો. જ્ઞાનનો પ્રકાશ અલૌકિક છે. તે પ્રકાશમાં જીવ જગતના સંપૂર્ણ ચરાચર પદાર્થાને હસ્તરેખાની માફક જોઈ શકે છે.
સ
ભગવતે આવું સવ દ્રબ્યા અને કર્યા પછી સિધ્ધાંત વાણી પ્રકાશી છે, તેમાં
પાંચાને જાણવાવાળું કેવળ જ્ઞાન પ્રગઢ છઠ્ઠું અંગ જ્ઞાતાજીસૂત્રના આમા