________________
શારદા પર અધ્યયનનો અધિકાર ચાલે છે. તેમાં મહાબલ રાજાએ એક વખત ધર્મઘોષ અણુગારની વાણ સાંભળી અને તેમના રામે રમે આનંદ થયો. તેમના જ્ઞાનચક્ષુ ખુલી ગયા ને હૃદયનું પરિવર્તન થયું.
મહાબલ રાજાને સમજાઈ ગયું કે અનાદિકાળથી આત્માને સંસારમાં જે કંઈ રખડાવનાર હોય તો તે કર્મ છે. કર્મરાજાની ફરજ ઘણી મોટી છે. તેનાથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. આખા જગતના છ કર્મની ફેજથી ઘેરાયેલાં છે. કર્મની ફેજને હઠાવવા આંતરિક બેજ કરવી પડશે. એક લેખકે કહ્યું છે કે હિન્ડનબર્ગની હિલચાલથી પણ કર્મરાજાની હિલચાલ અધિક અજબ છે. ચૌદની લડાઈ થઈ ત્યારે એમ કહેવામાં આવ્યું કે હિડનબર્ગની હિલચાલ જેવી હોય તે આંખમાં તેલ નાંખવું પડે જે તેલ નાંખ્યા વિના જોવામાં આવે તે એ ક્યારે શું કરશે તેની ખબર નહિ પડે. હિન્ડનબર્ગનું સૈન્ય એટલું બધું જબરું હતું કે સાંજના ત્યાંની ડાન્યુબ નામની નદી કેઈએ ઓળંગી ત્યારે ત્યાં કંઈ ન હતું અને રાતની રાતમાં તે ત્રણ લાખનું લશ્કર લાવ્યા, નદીમાં પુલ બાંધ્યો ખાઈ પૂરાવી દીધી અને લશ્કરમાં કેઈ ને કંઈ તકલીફ થાય ત્યારે રાહત માટે દવાખાનામાં સામગ્રી બધું આવી ગયું. આ રીતે રાતોરાતમાં બચાવની બધી સામગ્રી તૈયાર કરી. પણ યાદ રાખજે કે હિન્ડનબર્ગની હિલચાલ કરતાં પણ કર્મરાજાની હિલચાલ ભારે જબરી છે. જ્યારે શત્રુ સામે પૂરતી દેખરેખ રાખવામાં ન આવે તે કયારે શું થઈ જાય તેની ખબર પડતી નથી. માટે બંધુઓ! વિચાર કરે. કર્મરાજા તે આત્માનો કટ્ટો દુશ્મન છે. તે તેની હિલચાલ સામે જે સમયે સમયે દેખરેખ ' રાખવામાં નહિ આવે તે શું થશે ? લશ્કરમાં ઈશારાની જરૂર પડે છે. જેમ ગાય કે ભેંસને તેને માલિક ડચકારે કરે તે સમજી જાય છે, તેમ લશ્કરમાં તેને કેપ્ટન સૂચના કરે કે તેનું સૈન્ય સમજી જાય છે. ત્યારે કર્મરાજાની કઠીન હિલચાલમાં તે સમયે સમયે દેખરેખ રાખવી પડે ને! ચારજ્ઞાન અને ચૌદપૂર્વના જાણકાર ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમ ગણધર જેવા પવિત્ર પુરૂષને પણ ભગવતે શું કહ્યું. “સમય નોમ મા ઉમીયા ” હે ગૌતમ ! સમય માત્રને પણ પ્રમાદ કરીશ નહિ,
ભગવાન મહાવીરે કર્મ સંગ્રામમાં યુદ્ધ કરવા નીકળેલા બળવાન ધાને પણ ત્યાં આવી સૂચના કરી, તે પ્રમાદની પથારીમાં સૂતેલાની શું વાત કરવી ? આ સૂત્ર ગૌતમ સ્વામીને ફક્ત ભગવાને કહ્યું છે તેમ નથી પણ આપણને બધાને લાગુ પડે છે. જેમ એક ઘરમાં ચાર વહુએ હેાય તેમાં સાસુ મોટી વહુને ઉદ્દેશીને કંઈ કેર કરે તે બીજી ત્રણ વસ્તુઓ જે ચતુર હોય તે સમજી જાય કે મારા જેઠાણી આવા ડાહ્યા, ગંભીર ને હોંશિયાર છે છતાં મારા સાસુ એમને ટકેર કરે છે તે અમારે પણ સમજી લેવું જોઈએ. તેવી રીતે ભગવાને ચૌદ હજાર સંતની