________________
શારદા શિખર
૨૪૯ એક ખૂણામાં શેઠ ઉદાસ બેઠા છે. બીજા ખૂણામાં શેઠાણી ઉદાસ છે. આ સમયે શેઠનો એક મિત્ર ત્યાં આવી પહોંચ્યો. શેઠ-શેઠાણીને રડતા જોઈને પૂછે છે મિત્ર! આજે તમારા ઘરમાં આ શું? મેં વિશ વર્ષમાં તમારા ઘરમાં કદી ખળભળાટ કે આંખના ખૂણા લાલ થયા હોય તેવું જોયું નથી ને આજે આ શું થયું છે? શેઠ કહે કંઈ નહિ. મિત્રે ખૂબ પૂછયું ત્યારે શેઠે કહ્યું. ભાઈ! વાત એમ છે કે મારે વહેપાર માટે રહ્યો. તેમાં આ સરકારના ઈન્કમટેકસ ને સેલટેકસના લફરા ચાલે એટલે મારે હાલતાં વકીલની જરૂર પડે એટલે વકીલને ઘેર જવું પડે તેથી મેં કહ્યું કે મારે બાબાને વકીલ બનાવે છે ને એ ના પાડે છે. ત્યારે મિત્ર કહે છે હવે મારા ભાભીને પૂછું. એમને વકીલ બનાવવામાં શું વાંધો છે ? * શેઠના મિત્ર પૂછે છે ભાભી! તમે શા માટે રડે છે? ત્યારે કહે છે ભાઈ મારી તબિયત બરાબર રહેતી નથી. મને ડાયાબીટીશ છે ને બી.પી. વધી જાય છે. તેથી હાલમાં ડોકટર પાસે જવું પડે ને ત્યાં બબ્બે ને ત્રણ ત્રણ કલાક બેટી થવું પડે છે. તેથી હું કંટાળી જાઉં છું. એટલે મેં કહ્યું. મારે બાબાને વકીલ નથી બનાવે. ડૉકટર બનાવે છે ને એ ના પાડે છે. તેથી અમારા બંનેને ઝઘડો પડયો છે.
મિત્ર ખૂબ ડાહ્યો ને સમજુ હતો. તેણે કહ્યું ભાઈ-ભાભી! તમે બંને બેસે ને બાબાને બોલાવે. એને હું પૂછું કે તારે વકીલ થવું છે કે ડેકટર? ત્યારે શેઠ– શેઠાણી કહે છે બાબે જન્મવાની હજુ છ મહિનાની વાર છે. (હસાહસ) અરે ભલા! હજ બાબાનો જન્મ પણ થયો નથી ને તે પહેલાં આ શું ઝઘડો માંડીને બેઠાં છે. બાબો આવશે કે બેબી તેની ખબર નથી ને બંને ઝઘડી પડયા. તેમ અહીં સત્યભામાના કહેવાથી રૂકમણુએ તેની શરત મંજુર રાખી. હવે કોને પહેલે પુત્ર આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૨૪ શ્રાવણ સુદ ૨ ને બુધવાર
તા. ૨૮-૭-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
અનંત કરૂણાના સાગર, શાસ્ત્રકાર ભગવંતે પરમ પુરૂષાર્થ ખેડી ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાનને દીપક પ્રગટાવ્યું. આજે દુનિયામાં જ્ઞાન તે ઘણું વધ્યું છે. જ્ઞાન માટે પુરૂષાર્થ પણ ઘણે થાય છે. પણ તે ભૌતિક જ્ઞાન છે. આત્મિક જ્ઞાન આગળભૌતિક જ્ઞાનનું કાંઈ મહત્વ નથી. કારણ કે ભૌતિક જ્ઞાનથી ભૌતિક સુખની ૩૨