SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શારદા શિખર દર્શન અને વાણીનો લાભ લેવા મહાબલ રાજા અને તેમના છ મિત્રો તેમજ વીતશેકા નગરીની પ્રજા આવી છે. જેના રાજા ધમષ્ઠ હોય તેની પ્રજા પણ ધમષ્ઠ હોય છે. બધા એકચિત્ત ધર્મઘોષ અણગારનું પ્રવચન સાંભળે છે પણ તે કોના હૃદયમાં આરપાર ઉતરી જશે તે વાત અવસરે. હવે આજથી પ્રદ્યુમ્ન કુમારનું ચરિત્ર શરૂ કરૂં છું. પ્રદ્યુમ્નકુમાર મેક્ષગામી જીવ છે. તેમના જીવનમાંથી ઘણું જાણવાનું મળશે બધા શાંતિથી સાંભળે. પ્રધમ્મ કુમારનું ચરિત્ર પ્રદ્યુમ્નકુમાર એ કઈ સામાન્ય માણસ નથી. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવના લાડીલા પુત્ર છે. તેનું ચરિત્ર જાણવા જેવું છે. તેમાં આગળ ખૂબ રસપ્રદ વાત આવશે. હવે સર્વ પ્રથમ તે જેનું ચરિત્ર વાંચવામાં આવે તે કઈ નગરીમાં જન્મ્યા હતા, તેના માતા-પિતા કેણ હતા તે જાણવું જોઈએ. સોરઠ જનપદમેં નગરી દ્વારકા રે, દ્વાદશ યોજન લમ્બી વિસ્તાર રે, સુવર્ણકા કેટ રતનકા કાંગરા રે, સુરપુરકી ઓપમ સૂત્ર મંઝાર રે, શ્રોતા તુમ સુન, પ્રધુમ્ન કુંવરકા ચરિત્ર સુહાવના (૨) સોરઠ દેશમાં દ્વારકા નગરી હતી. તે દ્વારકા નગરી બાર એજન લાંબી અને નવ જન પહોળી હતી. અત્યારે જે દ્વારકા નગરી છે તેની આ વાત નથી પણ જ્યારે તેમનાથ ભગવાન આ પૃથ્વીતલ ઉપર વિચરતા હતા ને ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ દ્વારકા નગરીમાં વસતા હતા તે સમયે આ દ્વારકા નગરીની રેનક જુદી હતી. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવના એવા જબર પુણ્ય હતા કે દેવતાઓએ એક રાત્રીમાં દ્વારકા નગરી વસાવી હતી. એ દ્વારકા નગરીને સોનાના કેટ અને રત્નના કાંગરા હતા. જાણે ઈદ્રપુરી ન હોય ! પૃથ્વી ઉપર સ્વર્ગ ન ઉતરી આવ્યું હોય! તેવી તે દ્વારકા નગરી ઈન્દ્રપુરી સમાન શેભતી હતી. ન્યાયનીતિસંપન્ન ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવની આણ વર્તાઈ રહી હતી. સોળ હજાર મુગટબંધી રાજાઓ જેમની આજ્ઞામાં વર્તતા હતા. એવા કૃષ્ણ વાસુદેવના પ્રબળ પુણ્ય હતાં. ત્રણ ત્રણ ખંડમાં તેમની હાક વાગતી હતી. તેમની આજ્ઞાને અનાદર કરવા કેઈ સમર્થ ન હતું. સાધર્મ ભારતક મોટા અધિપતિ રે, અર્ધામાં જિનકે સોલ હજાર હય,ગય, રથ બૈયાલીસ લેખકો ધરે,પાયદળ અડતાળીસ કોડ સુમારરે શ્રોતા ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ ગુણાનુરાગી હતા. નાનામાં નાની અને ખરાબ ચીજમાંથી પણ તે ગુણ ગ્રહણ કરતા હતા. આવા કૃષ્ણ વાસુદેવને સોળ હજાર રાણીઓ હતી. બેંતાલીસ લાખ ઘેડા, બેંતાલીસ લાખ હાથી, બેંતાલીસ લાખ રથ હતા ને અડતાલીસ કોડ પાયદળ સૈન્ય હતું. કૃષ્ણ વાસુદેવની સેળ હજાર રાણીઓમાં
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy