________________
શારદા શિખર
૨૩૫ “ક્ષમાના ઝૂલે ઝુલતા અવધૂત” : બંધુઓ ! કેટલી ક્ષમા હશે ! કોને કેટલે જી. હશે તે જ આ રીતે રહી શકાય ને ? આ રીતે એકવીસ દિવસ સુધી પરીક્ષા ચાલી છતાં ફકીરના મન ઉપર સહેજ પણ રોષ ન મળે. તે મનમાં એક વિચાર કરવા લાગ્યા કે બાર વર્ષ પછી મારી ફકીરીની આ પરીક્ષા છે. વિદ્યાથી કુલમાં વર્ષ સુધી ભણે છે પણ પરીક્ષા ન હોય તે ભણતરની કિંમત શી ? તેમ મેં ફકીરી લીધા પછી પરીક્ષા ન થાય તે ખબર ક્યાંથી પડે કે મારામાં કેટલી ક્ષમા છે ! સમય આવે સમતા ન છૂટે તે હું સાચે ફકીર છું. તે પિતાના આત્માને કહેતા કે હે આત્મા ! તારી બાર વર્ષની ફકીરીની આ પરીક્ષા ચાલે છે. જે જે ડગતે નહિ. એકવીસ દિવસ થયા પણ ફકીરને અણુમાં પણ કોઇ ન આવ્યા. ત્યારે પેલે માણસ તેમના ચરણમાં પડી ગયો. ને કહેવા લાગ્યા. હે મહાત્મા ! તમે તે ખુદાના પણ ખુદા છે. મેં આપને ખૂબ હેરાન કર્યો. મને માફ કરે. એમ કહીને રડવા લાગ્યા. ત્યારે ફકીરે કહ્યું. બેટા! તેં મને બિલકુલ હેરાન નથી કર્યો પણ મને મારી ફકીરીમાં મજબૂત બનાવ્યું છે. રડીશ નહિ. એમ કહીને તેને શાંત કર્યો. પછી તેને ખૂબ આગ્રહથી તેને ઘેરથી ભિક્ષા લીધી. ને તેના માથે હાથ મૂકીને કહ્યું – “બેટા ! જીવનમેં અચ્છા કામ કરના, કિસીકા બૂરા મત કરના.” એટલું કહી પિતાના સ્થાનમાં આવીને ખુદાની બંદગીમાં મસ્ત બની ગયા.
- હવે ફકીરના મનમાં નિશ્ચય થશે કે આખા નગરમાં ફર્યો, મારા રાજમહેલ જોયા, નગરજનેને જોયા પણ મને કેઈનું સ્મરણ સતાવતું નથી. વળી આટલું અપમાન થવા છતાં ક્રોધ ન આવ્યું તે હવે મારામાં ફકીરીને શેભે તેવા ગુણે આવ્યા છે. હવે મને વાંધો નહિ આવે. મારા આત્માનું કલ્યાણ થશે.
બંધુઓ ! જ્યાં સુધી આપણને કષાયનું નિમિત્ત ન આવે ને ક્રોધ ન કરીએ ત્યાં સુધી કષાય ઉપર વિજય મેળવ્ય ન કહેવાય. પણ ક્રોધનું પ્રબળ નિમિત્ત મળતાં છતાં ક્રોધ ન આવે તે ક્રોધને જ કહેવાય. આ ફકીર બનેલા બાદશાહે ફકીર બન્યા ત્યારથી નક્કી કર્યું હતું કે ગમે તે પ્રસંગ આવે પણ મારે ક્રોધ કર નહિ કારણ કે ક્રોધ એ ભયંકર રાક્ષસ છે. આત્માના ગુણોને ખાઈ જાય છે. પ્રીતિને પાયમાલ કરે છે. કહ્યું છે કે “શોધે 7: પ્રથમ
કોઇ એ મનુષ્યનો પહેલે શત્રુ છે. માટે કદી ક્રોધ કરે નહિ. ફકીર પોતાના નિર્ણયમાં કસોટી આવતાં દઢ રહ્યા છે તેમની પ્રતિભા બીજા ઉપર પડી.
જૈન મુનિઓનો ત્યાગ ઘણે કઠીન છે ને વીતરાગના કાયદા પણ કઠીન છે. તેનું યથાર્થ રીતે પાલન કરનાર સાધુ જે કંઈ કહે છે તેની બીજા ઉપર અવશ્ય પ્રતિભા પડે છે. ધર્મઘોષ સ્થવિર ઈન્દ્રકુંભ નામના ઉદ્યાનમાં પધાર્યા છે. તેમના