________________
શારદા શિખર
૨૩૭ પદ્માવતી, ગૌરી, ગાન્ધારી, લક્ષમણું, સુસીમા, જંબુવતી, સત્યભામાં અને રૂક્ષમણી આ આઠ મુખ્ય પટ્ટરાણીઓ હતી. આ બધી રાણીઓ ખૂબ વિનયવંત અને સૌદર્યવાન હતી.
બંધુઓ ! કૃષ્ણ વાસુદેવની રાણીઓ તે સૌદર્યવાન હતી એટલું નહિ પણ દ્વારકા નગરીમાં વસનારી રમણીઓ પણ અત્યંત સુંદર, વિનયસંપન્ન અને દેવાંગનાઓથી પણ અધિક સુંદર દેખાતી હતી, ત્યાંના છપ્પન કોડ યાદ પણ યૌવન સંપન્ન અને દેવ સમાન શેભતા હતા. કહેવત છે ને કે જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષમી રહેતી નથી, પરંતુ આ દ્વારકા નગરીમાં લક્ષ્મી અને સરસ્વતીને સંગમ થયેલ હતું. એટલે એવા પ્રકારના વિરોધને દ્વારકાવાસીઓએ દૂર કરી નાંખ્યા હતા. દ્વારકા નગરીના નાગરિકે સ્વદારસંતેષી અને પરોપકાર કરવામાં તત્પર તથા શીયળવ્રતનું પાલન કરવામાં તત્પર હતા.
છપ્પન-કોડ યાદવે અને આવા પવિત્ર નગરજને એ બધા ઉપર કૃષ્ણ વાસુદેવની મહેરબાની હતી. જ્યાં રાજાની મહેરબાની હોય ત્યાં પ્રજા આનંદથી લીલાલહેર કરે છે. દ્વારકા નગરી ધન-ધાન્ય અને રિધ્ધિ સિધ્ધિથી સમૃદ્ધ હતી. કોઈ માણસ દુઃખી ન હતું, નગરીના મહારાજા કૃષ્ણ વાસુદેવ ધર્મના પ્રેમી હતા, એટલે સંતનું પણ ત્યાં વારંવાર આગમન થતું. તેથી નગરીના લેકે પણ ધમષ્ઠ ખૂબ હતા. જ્યાં ધન, ધાન્ય અને ધર્મ એ ત્રણેને ત્રિવેણી સંગમ હોય ત્યાં શું દુઃખ હેય? કૃષ્ણ વાસુદેવની મીઠી નજરથી દ્વારકા નગરીમાં છપ્પન કોડ યાદવ અને નગરજનો આનંદ કિલ્લોલ કરે છે.
કૃષ્ણ વાસુદેવની આઠ પટ્ટરાણીમાં સત્યભામાં તેમની મુખ્ય ને પ્રિય પટ્ટરાણી હતી. પણ જ્યારે કૃષ્ણ વાસુદેવ રૂકમણની સાથે પરણ્યા ત્યાર પછી રૂક્ષમણીને મુખ્ય પટ્ટરાણું બનાવી. એટલે સ્ત્રી જાતિમાં સહેજે ઈર્ષા આવી જાય. સત્યભામા ખૂબ સ્વરૂપવાન હતી પણ તેનામાં અભિમાન હતું. જ્યારે રૂમણ ખૂબ સરળ ને વિનયવાન હતી. વિનય એવું વશીકરણ છે કે તે વૈરીને પણ વશ કરે છે. તેમ રૂક્ષમણીએ વિનય-નમ્રતા આદિ ગુણેથી કૃષ્ણ વાસુદેવને એવા વશ કરી લીધા કે જેથી સત્યભામા આદિ બીજી કઈ રાણીએ તેમને યાદ આવતી નહિ. એટલે કૃષ્ણ બીજાના મહેલે ઓછું જતા. તેથી સત્યભામાને તે રૂક્ષમણી ઉપર ખૂબ ઈર્ચા આવી.
સુખી રૂક્ષ્મણીને જોઈને સત્યભામાના પેટમાં તેલ રેડાયું : કૃષ્ણને રૂકમણી પ્રત્યે પ્રેમ ઘણો વધી ગયે એટલે રૂમણું સુખ સાગરમાં હાલવા લાગી. જેમ જેમ રૂક્ષમણને સુખના સાગરમાં સ્નાન કરતી દેખે છે તેમ તેમ સત્યભામાં દુખના દાવાનળમાં બળતી જાય છે. હાય...એ નાની હોવા છતાં કૃષ્ણ તેને માને