________________
શારદા ખિર નથી આવત? કારણ કે કાંટો અંદર રહે તે અંદર સડો થાય. આવી રીતે કેઈ. રોગ થયો તે તરત ડોકટર કે વૈદને ત્યાં જાવ છો. શરીર માટે કેટલી કાળજી ! પાપ ન થાય તે માટે આટલી કાળજી છે? સાપ વધારે હેરાન કરે કે પાપ ? જ્યાં સુધી આત્મા પાપથી ડરતો નથી ત્યાં સુધી એના હાથે કેઈનું વાસ્તવિક ભલું થાય એવી આશા રાખવી અસંભવ છે. - પાપભીરૂ બનેલા આત્માને અનીતિ કરતા સેંકડો વિચારો આવશે. પણ જે ઈન્દ્રિઓના મોહમાં પડે છે તેને ખ્યાલ નથી કે પાપ શા માટે કરવું પડે ? સુંદર પ્રકારના શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ મેળવવા માટે ને ? આંખને સુંદર જોવાનું ગમે છે. કાનને સુંદર અવાજ સાંભળ છે, નાકને સુંદર ગંધ જોઈએ છે. જીભને સુંદર રસ જોઈએ અને સ્પર્શેન્દ્રિયને સુંદર સ્પર્શી જોઈએ છે. પાપ કરનાર આ પાંચે ઈન્દ્રિયોને આધીન બને છે. બધી ઈન્દ્રિયની પિષક રસનાઈન્દ્રિય છે. બધી ઈન્દ્રિઓને મજબૂત કરી બહેકાવી મૂકનાર જીભ છે. જીભ ખાનપાન અને ભક્ષ્યાભઢ્યનો વિવેક ભૂલાવે છે. તેને સામગ્રીઓ આપી એટલે બધી ઈન્દ્રિયે હેવાન બની જાય છે. આ ઈન્દ્ર જેટલી છૂટી તેટલી પાપની પરાયણતા અધિક. બધી ઈન્દ્રિયોએ મનગમતી વસ્તુઓ ઉપર ત્રાપ મારવા માંડી ત્યાં પાપની ભીતિ ન રહે. અને પાપની ભીતિ ન રહે તે નીતિ પણ ન રહે. ઈન્દ્રિયે જેટલું માંગે તેટલું આપીએ તે જીવન સુખરૂપ બની જાય ખરું? ના. દા. ત. સુંદર એવા મિષ્ટાન જમવા મળ્યા તે તે જમતા સુખ કોણ ભોગવી શકે? જીભ ઉપર કાબૂ રાખી શકે છે. જે રસેન્દ્રિય ઉપર કાબૂ ગુમાવીને ખાય છે તે સુખે સૂઈ શક્તો નથી. કારણ કે તેને અકળામણ થાય છે. અને ગેસ જેવા અનેક રોગો થાય છે. ઈન્દ્રિઓને આધીન બન્યા એટલે પાપને ભય ગયે ને પાપને ભય ગયે એટલે નીતિ ગઈ. નીતિ ગઈ એટલે મનુષ્ય આકૃતિથી રહે પણ પ્રકૃત્તિથી માનવ રહેતો નથી. પછી એનામાંથી સ્વ. પર, સારા-ખોટાનો વિચાર નાબૂદ થાય છે. એ વિચાર ગયા પછી જીવનમાં રહ્યું શું? માટે બધા પાપોનું મૂળ ઇન્દ્રિયની આધીનતા છે.
આપણે વાત ચાલે છે કે ભીષ્મપિતામહે પિતાની ભૂલ, પિતે કરેલું પાપ ધર્મરાજા સમક્ષ ખુલ્લુ કરી દીધું. સાધુ કે શ્રાવક પિતાનાથી જે ભૂલ થઈ હોય તે છૂપાવે નહિ. તે પાપ પ્રગટ કરતાં કદાચ વચનના કે મારકૂટના પ્રહાર પડે તે તે સમભાવે સહન કરે. અર્જુનમાળી રેજ સાત સાત ની વાત કરતો હતો. પરંતુ સુદર્શન શ્રાવકને ભેટે થતાં ભગવાન મહાવીર પાસે જઈ દીક્ષા લીધી અને ભગવાનને કહ્યું. એ મારા તારણહાર પ્રભુ ! મેં ઘણું પાપ કર્યા છે. મારા પાપ જબરદસ્ત છે. આપ મને તે પાપમાંથી મુક્ત કરાવે. અર્જુન માળીના આયુષ્યને બંધ પડયો