________________
શારદા તિર આહારનો દેષ લાગે છે. અને આ આહાર પેટમાં જાય એટલે તે બુદ્ધિને બંગાડે છે. કહેવત છે કે આહાર તે ઓડકાર.
અંતિમ સમયે ભીષ્મ પિતામહને પશ્ચાતાપ -રામાયણને એક | પ્રસંગ છે. ભીષ્મપિતા મરણ શય્યામાં પડયા છે. મૃત્યુની ઘડીના ડંકા વાગી રહ્યા છે. તેમનું નામ ભીષ્મપિતામહ કેમ પડ્યું? ભરયુવાનીમાં પિતાને ખાતર દીકરાએ ભેગને ત્યાગ કર્યો. ભેગ એ ભડભડતી આગ છે. જે કન્યા ભીષ્મ પરણવાના હતા તે કન્યા પરણવાનું પિતાનું મન થયું. છેવટે પિતાને ખાતર ભીમે યાજજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. અને તે કન્યા પિતાને પરણાવી દીધી. આથી તેમનું નામ ભીષ્મપિતામહ પડયું. આ ભીષ્મપિતાને ધર્મરાજા પૂછે છે. આજે આપના મુખ ઉપર ઉદાસીનતા ને ગ્લાની કેમ દેખાય છે ? આપનું મુખ ખેદયુક્ત કેમ છે? આ પ્રશ્ન સાંભળી ભીષ્મ પિતામહની આંખમાં આંસુ આવી ગયા. ને બોલ્યા કે હું મારી કરેલી ભૂલને પશ્ચાતાપ કરું છું. ધર્મરાજા કહે આપ તે મહાન છો. આપે શું ભૂલ કરી? દીકરા ! તમને ખ્યાલ ન હેય પણ ભૂલ કરનારને તે ખબર હોય ને? જે સમયે ભરસભામાં દ્રૌપદીના ચીર ખેંચાયા તે સમયે હું ત્યાં બેઠેલો હતે. બધા મને ભીષ્મપિતામહ તરીકે મસ્તક નમાવતા હોય, મારી આજ્ઞા સદા શિરેમાન્ય કરતા હોય એ હું ત્યાં બેઠેલું હતું છતાં મારી આંખ સમક્ષ દ્રોપદીને નિર્વસ્ત્ર કરી પિતાની જાંઘ પર બેસાડવાનું કાવવું દુર્યોધન રચી રહ્યો હોય છતાં હું એક શબ્દ ન બોલે ! મેં કેવી ગંભીર ભૂલ કરી છે! મેં જીવનમાં ઘણું પાપ કર્યું છે. ભીષ્મપિતામહે ભૂલને ભૂલ તરીકે માની જગત સમક્ષ તેમણે રજુ કરી છે. જે સાધક આત્મા પણ અજ્ઞાન દશાથી થયેલી ભૂલને પ્રગટ ન કરે તે તેણે સાધુતા લૂંટાવી દીધી છે. શ્રાવક પણ પિતાની ભૂલ પ્રગટ ન કરે તે તેણે શ્રાવકપણું લૂંટાયું છે.
સાપ કરતાં પાપને ભય વધુ લાગ જોઈએ -બંધુઓ ! તમને સાપ. કરતાં પાપ વધુ ભયંકર લાગ્યું છે ખરું? વ્યવહારમાં જેમ કિંમતીમાં કિંમતી પર્વના દિવસે પહેરવાની ઘણા દિવસથી સાચવી રાખેલી મૂલ્યવાન પાઘડી પહેરીને તમે જતા હો અને કોઈ બૂમ પાડે કે પાઘડીમાં સાપ છે તે તમે શું કરે? પાઘડી કાઢીને ફેંકી દે. કારણ કે સાપ એટલે જીવલેણ જંતુ, તમે પાઘડી ફેંકી દીધા પછી ઘેર જઈને વિચાર કરે કે પાઘડી ગઈ તે કાંઈ નહિ પણ જીવતે ઘેર આ
એટલે બસ. તમને સાપના જેટલી ભીતિ પાપની લાગે છે ખરી? સાપને અને કાંને ભય લાગે છે પણ પાપને ભય નથી લાગ્યો. પગમાં કાંટે વાગ્યો હોય તે તીણી સોયથી તેને કાઢવામાં આવે છે. કાંટાને પગમાં શા માટે રહેવા દેવામાં