________________
શારદા ખિર માતાની જેમ મમતા બતાવી તું અમારા જીવનને શાંત કરે છે. પિતાની જેમ પ્રેમળતા બતાવી પ્રબુદ્ધ કરે છે, ભાઈની જેમ ભ્રાતૃતા વર્ષાવી પૈર્ય આપે છે. અશરણને શરણ, અશાંતને શાંત અને સંસારના બંધનમાં જકડાયેલાને મુક્ત કરનાર તું છે. હવે અમારા જન્મ-મરણના દુઃખ દૂર થાય અને અમે સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરીએ તે તારી પાસે પ્રાર્થના કરીએ છીએ.
આપણે વાત ચાલે છે પર દ્રવ્યને રાગ એ આત્માની બિમારી છે. શરીર પણ પર દ્રવ્ય છે. શરીર છે તે બાળપણ અને ઘડપણ છે. જીવ જ્યારે આ શરીર છોડીને જાય છે ને હજુ બીજું શરીર ધારણ કર્યું નથી ત્યાં સુધી પણ તૈજસ અને કાર્પણ શરીર તે સાથે છે. જ્યારે આત્મા મોક્ષમાં જાય ત્યારે શરીર નથી. આ શરીરની જેલ કેટલા વખતથી ભોગવીએ છીએ? તેની આદિ નથી. કારણ કે કર્મો અનાદિના છે. પરંતુ આત્માનો પુરૂષાર્થ ઉપડે તો અનાદિના કર્મોનો અંત આવી જાય. સત્સંગ એ પર દ્રવ્યના રાગને દૂર કરવાની ઔષધિ છે. તમારી રસેન્દ્રિય કહે આજે મારે આ વસ્તુ ખાવી છે. પરંતુ જે પર દ્રવ્યને સંગ છૂટયો હશે તે મનમાં એમ ભાવના થશે કે મારે આજે પરનો સંગ કરે નથી. મારે ઉપવાસ કરે છે. ખરી રીતે તપ કરવાનો સમય આવે તે મનમાં હોંશ આવવી જોઈએ, અહોભાગ્ય માનવા જોઈએ કે અહ ધન્ય ઘડી ! ધન્ય દિવસ કે આજે તપનો લાભ મળશે. આમ તો મારો જીવ હમેંશા ખાવાનો રસી છે. તે કયાં તપ કરવાનો હતો ? મેં તે સારું થયું કે જ્ઞાની ભગવંતોએ આ તપ બતાવ્યું છે. તેથી તપ કરવાનો લાભ મળે છે. ને એટલી આહાર સંજ્ઞા ઓછી થાય છે. ખાવાની લત અને લપ ઓછી થાય છે.
બંધુઓ ! હું તમને પૂછું કે શું ખાવું એ તમને લપ લાગે છે ? હા. તમને તમારા દુન્યવી અગત્યના લાભના પ્રસંગે એ લપ લાગે છે. કેવી રીતે ? તમને સમજાવું. તમારી દુકાન પર એકદમ સારી ઘરાકી જામી હોય અને તે સમયે તમારે દીકરો તેડવા આવે કે બાપુજી ! ચાલે, જમવા માટે મારી બા બોલાવે છે. તે સમયે તમારા મનમાં શું થાય ? આ ધીકતી કમાણી થઈ રહી છે ત્યાં ખાવાની લપ કયાં આવી ? બસ, આ રીતે જીવનમાં ધર્મ આરાધનાના ભરચક કાર્યક્રમ રાખ્યા હોય અને મનને એ બહુ ગમતા હોય, એમાં આત્મિક લાભની ધીકતી કમાણી દેખાતી હોય ત્યાં ખાવાની વાત આવીને ઉભી રહે એટલે મનને એમ થાય કે આ ખાવાની લપ ક્યાં આવી? મારે કહેવાનો આશય એ છે કે આરાધનાની ધીતી કમાણુને અતિશય આનંદ હોય તે ખાવું એ લપ લાગે. તમે આટલી કક્ષાએ ન પહોંચ્યા છે તે એટલું તો કરે કે મારે રાત્રી જન ન કરવું. અને હોટલના ચાપાણી ન પીવા. કારણ કે હોટલમાં અળગણ પાણી વપરાય છે. ખોરાકમાં પણ અભક્ષ