SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ દારા શિખર ૨૧૫ એકબીજાને માટે પ્રાણ આપે તેવા હતા. આજના મિત્રો ખિસ્સા ભરેલા હોય તે મિત્ર અને ખિસ્સાં ખાલી થયાં કે હું કોણ ને તું કોણ? જાણે કાંઈ સગાઈ નથી. આવા મિત્રો આ જીવને સંસાર ચકમાં ભમાવે છે. તવજ્ઞ પુરૂએ આ સંસારને ચકડેળની ઉપમા આપી છે. સંસાર એક ચકડોળ છે” – ભગવંત કહે છે કે આ જીવાત્મા અનાદિ કાળથી સંસારમાં ચક્કર લગાવે છે. તમે પેલું ચકડેળ તે જોયું છે ને ? ઘણી જગ્યાએ ચકડોળ લઈને માણસો ઉભા હોય છે. નાના બાળકો પૈસા આપીને ચકડોળમાં બેસીને રાજી થાય છે. સ્થિર જમીન ઉપરથી તે અસ્થિર ચકડોળમાં બેસી ચક્કરમાં ભમવા માટે ગયે. છતાં પૈસા ખર્ચીને આનંદ માન્ય, પણ એ નાના અણસમજુ બાળકને શે, પણ માટે સમજુ માણસ પૈસા ખર્ચીને ચકડળના ચક્રાવામાં આનંદ માને તે શોભે નહિ. કેમ, બરાબર છે ને? હવે આ વાતને આપણે આત્મા સાથે ઘટાવીએ. આ જીવ સંસાર ચક્રના ચકડોળે ચઢયો છે. નાનું બાળક ચકડોળમાં બેસીને આનંદ માને હસે તેમ આ જીવ પણ નારકી-તિર્યંચ-દેવ અને મનુષ્ય એ ચારે બાજુની બેઠકોમાં બેસીને આનંદ માને છે. ચકડોળ એક કુતૂહલ હોવાથી બાળકને આનંદ આવે છે. તેમ આ જીવ પણ સંસારના ચકડોળમાં ચઢયો છે ને તેને તેમાં આનંદ આવે છે. પણ એક વાત ધ્યાનમાં રાખો કે બાળકને ચકડેનમાં બેઠા પછી ૧૫-૨૦ ચક્કર લગાવે એટલે તેને ચક્કર આવે છે. પણ આ જીવ તો બાળકથી પણ ચઢો. કારણકે અનંત કાળથી તે સંસાર રૂપી ચકડળમાં બેઠેલે છે. એણે ચતુર્ગતિના કેટલા ચક્કર લગાવ્યા છે છતાં એને ચક્કર ચઢતાં નથી. બંધુઓ ! ઘાણીએ જેકેલો ઘાંચીનો બળદ એકની એક જગ્યા ઉપર ગોળ ગોળ ફરે છે તો પણ તેને ચક્કર આવતાં નથી. પણ જે મનુષ્ય એ રીતે ફરે તો એને ચક્કર આવી જાય. તેનું કારણ શું? તે સમજાય છે ? તેનું કારણ એ છે કે આંખે પાટા બાંધેલા હોવાથી ઘાંચીના બળદને ચકકર નથી આવતા ને મનુષ્યની આંખે પાટા બાંધેલા હોતા નથી તેથી તેને ચકકર આવે છે. તેમ આ સંસાર ચકમાં ભમવાથી ચક્કર કેને આવે ? મનુષ્યને. પણ જ્યાં સુધી જીવ અજ્ઞાનથી અંધ છે, જ્ઞાનરૂપી નેત્ર ખુલ્યા નથી ત્યાં સુધી સંસાર ચકડળમાં ગમે તેટલું ભમે તે પણ તેને ચક્કર આવતા નથી. આ ચકરનું ભાન થવાનું સ્થાન એક મનુષ્યભવ છે. કારણ કે જ્ઞાન પામવાનું સ્થાન મનુષ્ય ભવ છે. મનુષ્ય ભવ સિવાય બીજા ભવમાં જન્મ થે તે માલિકની મજુરી કરવા જેવું છે. જેમ મજુર માણસ માલિકની મજુરી કરીને પેટ ભરે ને જિંદગી પૂરી થતાં ચાલતે થાય છે. અરે ! કૂતરા, બિલાડા, હાથી, ઘોડા, અને ઊંટ વિગેરેને જ્ઞાનરૂપી ચક્ષુ ખેલવાને અવસર મળવો મનુષ્યની અપેક્ષાએ બટર
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy