SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શારદા શિખર ત્યાં બીજી ક્ષણે શેઠને વિચાર થયે કે મારી પુત્રી પ્રતિજ્ઞા કરીને ધ્યાનમાં બેઠી છે. ત્રણ દિવસ પૂરા થયાં ને આજે ચોથો દિવસ છે. નકકી તેની પ્રતિજ્ઞા ફળી છે. ને તેના શીયળના પ્રભાવથી આ કાર્ય થયું છે ! શેઠે ઘેર આવીને કહ્યું–બેટા ! આજે તારી પ્રતિજ્ઞા ફળી. દેવ તૂટયા ને વન ખીલ્યા. હવે તું પારણું કર. ' દેવાનુપ્રિયે ! આ બાળા કેવી ગંભીર છે! શાસનદેવી તેને કહી ગયાં છતાં પિતાની જાતે શેઠને કહેવા ન ગઈ. આજે તો કોઈને આવું બને તો સામેથી કહેવા જાય. સવાર પડતાં બધે આ વાતની જાણ થઈ ગઈ ને બધા લોકો પરસ્પર કહેવા લાગ્યા. કે આ બાઈ કેટલી પવિત્ર છે! એના શીયળનો કેવો પ્રભાવ છે કે સૂકાઈ ગયેલે બગીચે લીલાછમ બની ગયે. ખરેખર આ બાઈ સાચી શ્રાવિકા છે, ખૂબ પવિત્ર છે. આનું નામ સ્મરણ કરવાથી પણ આપણું દુઃખ દૂર થઈ જાય ને પાપ પલાયન થઈ જાય. આ માણિભદ્ર શેઠને પણ ધન્ય છે કે તેમના ઘેર આવી ચિંતામણું રત્ન સમાન કન્યા રહે છે. સકલ સંઘ શેઠને ઘેર આવ્યા. કુલધર પુત્રીએ સાધુ–મહારાજને સુપાત્રદાન દીધું. સકલ સંઘને ભોજન કરાવ્યું. ત્યારબાદ તેણે પારણું કર્યું ને જિનશાસનનો જયજયકાર થયે. આવી પવિત્ર પુત્રી પિતાને ઘેર આવી છે તેની સેવા કરવાનો શેઠને લાભ મળે, ને પોતાને ત્યાં સંઘના પગલાં થયા તેથી શેઠને પણ ખૂબ આનંદ થયે, હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં-૨૧ અષાડ વદ ૧૪ ને રવીવાર તા-૨૫-૭-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંત કરૂણના સાગર, શાસ્ત્રકાર, શાસનપતિ ભગવંતે જગતના જીવ અનંત કાળથી સંસાર ચકમાં પરિભ્રમણ કરી રહ્યા છે તે બ્રમણ અટકાવવા માટે શાસ્ત્રની પ્રરૂપણ કરી ભગવંતના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનની વાત ચાલે છે. તેમાં મલ્લીનાથ ભગવંતના જીવનનું વર્ણન આગળ આવશે. પણ અત્યારે મલ્લીનાથ ભગવાન પૂર્વે કોણ હતાં ને મલ્લીનાથ ભગવાન કેવી રીતે બન્યા તેનું વર્ણન ચાલે છે. મહાબલ રાજાને એક પુત્ર થશે. તેનું નામ બલભદ્રકુમાર રાખ્યું છે. હવે મહાબલ રાજાને છ મિત્રો હતા. તેમના નામ અચલ, પૂરણું, ધરણ, વસુ, ઐશ્રમણ અને અભિચંદ. આ નામના છ મિત્રો હતા. તે એવા જિગરજાન મિત્રો હતા કે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy