________________
૨૧૩
શારદા શિખર
આ સમાચાર સાંભળીને નકર પાછે પિતાના શેઠને ત્યાં આવ્યો ને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યે એના કહેવા પ્રમાણે સાચી હકીકત સાંભળીને તેના પ્રત્યે શેઠને ખૂબ માન ઉપર્યું. તેને ખૂબ પ્રેમથી રાખે છે. તેણે પણ વિનય, સેવા અને નમ્રતા વડે આખા કુટુંબનું મન હરી લીધું. આ બાઈના પગલાં આ શેઠને ઘેર થયા ત્યારથી તેના ઘરમાં પાણીના પૂરની જેમ ધન આવવા લાગ્યું. એટલે શેઠને તેના પ્રત્યે ખૂબ પ્રેમ વળે. એ શેઠ-શેઠાણીની સાથે ઉપાશ્રયે દર્શન કરવા જવા લાગી. ઉપવાસ, આયંબીલ વિગેરે તપ પણ ખૂબ કરવા લાગી. સામાયિક-પ્રતિક્રમણ બધું દરરોજ કરે છે. નવતત્વનું જ્ઞાન મેળવ્યું. તે સાચી શ્ધ શીલવંતી શ્રાવિકા બની ગઈ.
“ગરીબ બાલિકાએ શેઠને માટે કરેલી આકરી પ્રતિજ્ઞા :- એક દિવસ માણિભદ્ર શેઠ લમણે હાથ દઈને ચિંતાતુર બેઠેલા છે. શેઠને ઉદાસ બનેલા જોઈને પેલી છોકરી પૂછે છે પિતાજી! આજે તમે આટલા બધા ચિંતાતુર કેમ દેખાઓ છો ? ત્યારે શેઠે કહ્યું બેટા ! થોડા સમય પહેલાં મારા ઉપર રાજાએ ખુશ થઈને એક બગીચે ભેટ આપ્યો હતો. હું હંમેશ ત્યાં ફરવા માટે જાઉં છું. પણ કેણ જાણે કેમ આજે આ બગીચો એકદમ સૂકાઈ ગયા છે. પાનખર ઋતુની જેમ બગીચામાં ઝાડના ઠૂંઠા ઉભા છે. ઘણાં પ્રયત્નો કરવા છતાં બગીચે લીલે થતો નથી. જે રાજા જાણશે તો મને શું કરશે ? તેની ચિંતામાં ઘેરા છું. ત્યારે કુલધર પુત્રીએ કહ્યું. પિતાજી ! આપ ચિંતાના કરશે. હું મારા શીયળના પ્રભાવથી બગીચે લીલે બનાવીશ. જો નહિ થાય તો ચારે આહારનો ત્યાગ કરીશ. શેઠ કહે-બેટા ! તું આવી ભીષણ પ્રતિજ્ઞા ન કર. પિતાજી ! મારી પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. એમાં કંઈ ફેરફાર થાય નહિ. આપ ચિંતા છોડીને શાંતિથી સૂઈ જાઓ.
શીયળના પ્રભાવથી ને અઠ્ઠમ તપની આરાધનાથી નવપલ્લવિત થયેલો બગીચ” શેઠને સૂવાડીને તે એક રૂમમાં જઈને અઠ્ઠમ તપ કરીને ધ્યાનમાં બેસી ગઈ. માનવી કૃતનિશ્ચયી બનીને કાર્યનો આરંભ કરે છે તો તેને અવશ્ય સફળતા મળે છે. ત્રણ દિવસ-રાત ધ્યાનમાં લીન રહી. ત્રીજા દિવસની રાત્રે શાસન દેવી પ્રગટ થઈને બેલી-હે પુત્રી ! જેના માટે તું કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર બનીને
બેઠી છે, તેનું કારણ સાંભળ. કેઈ મિથ્યાદષ્ટિ દેવે આ બગીચાને સૂકવી નાંખ્યો ક છે પણ તે દેવ તારા શીયળના પ્રભાવથી ભાગી ગયા છે. ને પ્રાતઃકાળે બગીચે હતો તે નવપલ્લવિત બની જશે. આટલું કહીને શાસનદેવી અલેપ થઈ ગયા. તેણે ધ્યાન પાળી રાત્રી ધર્મારાધનામાં પસાર કરી. સવાર પડતાં માણીભદ્ર શેઠ બગીચામાં ગયા તો બગીચે પહેલાંની જેમ લીલાછમ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. અહા ! આ વેરાન વન બની ગયેલે બગીચે એકાએક નવપલ્લવિત કેવી રીતે બની ગયે?