SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર તે મારા બાળપણના લંગોટીયા મિત્ર છે. તેમ આ છએ રાજકુમારો મહાબલરાજાના બાલમિત્રો હતા, હરવા–ફરવા જવું બધું સાથે કરતા હતા. એક દિવસ બધા મિત્રો કેઈ કાર્ય પ્રસંગે એકઠા થયા ત્યાં શું વિચાર કર્યો? "जाव अम्हेहि एगयवा समेच्चा णित्थरियव् त्तिक? अन्नमन्नस्सेयमद्वं पडिसुणेन्तिा" - બધા મિત્રોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે દુઃખકારક કે સુખકારક ગમે તેવું કામ હય, પ્રવર્યા લેવી હોય કે કેઈપણ કાર્ય કરવું હોય તે આપણે બધાએ સંપીને તે કામ સાથે મળીને કરવું. આ પ્રમાણે તેઓ વચનથી બંધાયા. મહાબલરાજાના છ એ મિત્રો એકબીજાનાં ખૂબ પ્રેમી હતા. તે એકબીજાનાં સુખે સુખી અને દુઃખે દુઃખી થવા વાળા હતા. પણ સ્વાથી ન હતા. તમારે બધાને મિત્રો તે ઘણાં હશે પણ એ બધાં કેવા ? ખાવા-પીવામાં ખબરદાર. સુખ હોય ત્યાં સુધી દસ્તી અને દુઃખ આવે ત્યારે દસ્તી છોડી દેવાની. એવા ફોલી ખાનારા મિત્ર હોય છે. સાચે મિત્ર તે એને કહેવાય કે દુઃખમાં પણ સાથે ને સાથે રહે. અગર તમે જે કેઈના મિત્ર બને તે પણ એવા બનજે કે ભલે સુખના સમયમાં એની ખબર લેવાય કે ન લેવાય પણ દુઃખના સમયે અવશ્ય તેની ખબર લેજે. મિત્ર સજજન હોય તે દુઃખ વખતે કામ આવે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક શેઠ ખૂબ ધનવાન હતા. ખૂબ મહેનત કરીને પૈસા ભેગા કર્યા હતા. તેમને એકને એક લાડીલે પુત્ર હતો. એટલે ખૂબ લાડકેડથી ઉછરેલે, તેને મે ખૂબ ચઢાવેલ. સંતાનોને લાડ લડાવે પણ એ લાડ એવા ન હોવા જોઈએ કે જેથી તેનું ભવિષ્ય બગડી જાય. શેઠના દીકરાનું નામ દિનેશ હતું, દિનેશ ધીમે ધીમે મટે છે. માટે થતાં એણે ૨૧ મિત્રોને સંગ કર્યો. એકવીસ મિત્રોમાં એક મિત્ર સારે હતે બાકી બધા દિનેશ જેવા રખડું ને બધા ફેલી ખાનારા હતા. દિનેશ એવા મિત્રોના સંગે ચઢીને મન ફાવે તેમ જ્યાં ને ત્યાં ભટકવા લાગ્યા. દારૂ પીવા લાગ્યો. માતા-પિતા કંઈ કહે તે સાંભળે નહિ. કમાવા જતો નથી. એનું આવું વર્તન જોઈને માતા-પિતાને ખૂબ દુઃખ થતું હતું. એટલે પાસે બેસાડીને હિત શિખામણ દેતાં. એનો એક સારો મિત્ર હતું તે ખૂબ ગરીબ પણ સંસ્કારી હતે. ઘણી વાર એ દિનેશને કહેતે. મિત્ર! તું આ ખાનદાન કુટુંબને છોકરે તને આ બધું ન શોભે. તારું અસદ્વર્તન છોડી દે, આ ખરાબ મિત્રોનો સંગ છેડી દે. તારા માતાપિતાને પણ કેટલું દુઃખ થાય છે! પણ દિનેશને કોઈની વાત ગળે ઉતરતી નથી,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy