________________
શારદા શિખર પર્યાયથી અનિત્યપણું છે, આવી સમજણ સહિતની વિધિથી મેં કને ક્ષય કર્યો તેવા પ્રકારની વિધિ અન્ય દર્શનમાં નહિ હોવાથી ત્યાં કર્મોનો ક્ષય કરવો કઠીન છે. તેથી હું એમ કહું છું કે સાધક આત્માઓએ સંયમમાં પિતાની શક્તિ ગેપવવી નહિ. આ ભગવાનના વચન છે. આપણે ઔદારિક શરીર છે તેવું જ ભગવાનને
દારિક શરીર હતું. કંઈ વૈકય શરીર ન હતું. એમને પાંચ ઈન્દ્રિય અને મન હતું તેમ આપણને છે. માત્ર ફરક એટલે છે કે ભગવાને શક્તિને ઉપયોગ મેહ રાજાની સરહદ ઉપર મેરા માંડીને કર્મનો જંગ જીતવામાં કર્યો ને આપણે પાંચ ઈન્દ્રિયના વિષયોની મેજ માણવામાં કર્યો છે તેથી હજુ ભવમાં ભટકી રહ્યા છીએ. વધું શું કહું? તમે સંસારના રાગમાં પડી જશે તે કલ્યાણ કયાંથી કરશો? તમને તમારા સગાંવહાલાં મળે તો પૂછો છો ને કે ઘરમાં બૈરા-છોકરાં તે મઝામાં છે ને ? તબિયત કેમ છે ? વહેપાર ધંધા કેવા ચાલે છે ? પણ તમે ધર્મ ધ્યાન કેટલું કરો છો એવું કોઈ પૂછે છે ? એવું કઈ પૂછતાં નથી. પણ સાધુ પાસે આવશે તે તમને પૂછશે કે કેમ શ્રાવકજી ! ધર્મારાધના કરે છે ને ? આત્માની કમાણી તે બરાબર થાય છે ને ? પણ એમ નહિ પૂછે કે તમારે સંતાનો કેટલા છે? કેટલી દુકાન છે, શું બીઝનેસ છે ? અને શું કમાણી છે ? કદાચ કોઈ, સાધક આત્મા પિતાના સ્ટેજનું ભાન ભૂલીને સંસારની વાત પૂછે તો સજાગ શ્રાવક કહી દેશે કે સાહેબ! અમે તે કાદવની કોઠીમાં પડેલા છીએ પણ અમારી ખબર પૂછવામાં તમારું બગાડશે નહિ. જે વીતરાગ ભગવાનની આજ્ઞા મુજબ સાધુ ચાલે તે સાધુને સંસારી સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી. ભગવાને સાધુ માટે કેવું સરસ ટાઈમટેબલ તૈયાર કર્યું છે. 'पढमं पारिसि सज्झायं, बिइथं झाणं झियायइ । તથા fમવાવાયરિયું, પુળા વાસ્થ સાયં ' ઉત્ત. સૂ. અ. ર૬ ગાથા ૧૨
| હે મારા શ્રમણ અને શ્રમણ ! પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરે, બીજા પ્રહરે ધ્યાન કરે, ત્રીજા પ્રહરે ગૌચરી જાઓ ને ચેથા પ્રહરે સ્વાધ્યાય કરવા બેસી જાઓ. બેલે, સાધુ ભગવાનની આજ્ઞાનું યથાર્થ રીતે પાલન કરે તે તમારી સાથે વાત કરવાને અધિકારી ખરે ? તમારે ત્યાં વિદ્યાપીઠમાં તે પિણા પણ કલાકના પીરીયડ છે. પણ અમારા ભગવાનની વિદ્યાપીઠમાં તે એક પ્રહરના પીરીયડ છે. આ પીરીયડ પ્રમાણે અત્યારે જે સાધુ સાધના કરે, પરમ પુરૂષાર્થ ઉપાડે તે ત્રીજા ભવે મોક્ષમાં ચાલ્યા જાય. પછી ભવમાં ભટકવાનું શાનું હોય? એવા સાધકને માટે મોક્ષ નજીક છે, અને જે સાધુ થઈને સંસારના રાગમાં રંગાઈ જાય છે તેને માટે મોક્ષ ઘણો દૂર છે.