SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વારા ત્રિખર ૨૦૫. હોય ત્યાં મરણીયા થઈને ઝઝુમવું પડે છે ને ? તેમ એક કોડાકોડી સાગરોપમની સરહદ આગળ મહ રાજાનું મજબૂત બાંધકામ છે. ક્રોધ, માન, માયા, લોભ, ઈર્યા, મમતા અને પાંચ ઈન્દ્રિના વિષયે આ બધા મેહ રાજાના સાબદા સિપાઈએ શસ્ત્રથી સજજ બનીને ત્યાં ઉભા છે. ત્યાં જ અનંતી વખત આવ્યા. ઘેરો નાંખીને બેઠાં પણ ફાવ્યા નહિ. એટલે પાછા હઠયા. એ સરહદ વટાવીને આગળ વધવું મુશ્કેલ છે, ૧૪ની લડાઈમાં તુર્કસ્તાનને ગેલીલીને કિલે ભેદતાં કેટલી મુશ્કેલી પડી હતી! એ તે ઐતિહાસિક વાત છે. તે તે તમે જાણે છે ને ? તેમ અહીં પણ મોહ રાજાને મજબૂત કિલ્લે ભેદીને ધર્મરાજાની સરહદ પર જવું તે મુશ્કેલ છે. કારણ કે એક કોડાકોડી સાગરોપમ આગળ મેર મંડાયેલું છે. આ મોરચા સામે ઝઝૂમીને તેને જીતવાનું ઉત્તમ કાર્ય માનવભવ સિવાય બીજે ક્યાંય થઈ શકે તેમ નથી. મેહ રાજાની સામે મોરચો માંડવા ધર્મરાજાનું સિન્ય ક્ષમા-સમતા-અહિંસા દયા-જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ સૈનિકને તૈયાર કરે તે આ મહિના મોરચા સામે જંગ ખેલીને જીતી શકાશે. એક જબર મેહ રૂપી સેનાપતિને છતીએ તે આપણું કામ થઈ જાય. દેવાનુપ્રિયે! મહિને જીતવાનું આ અમૂલ્ય ટાણું છે. ફરીફરીને આ અવસર નહિ મળે. હોડી તરીને કિનારે આવી જાય પણ જ્યાં ભયાનક પવનને હડસેલો આવે ત્યાં પાછી દૂર જતી રહે છે. તેમ આપણુ આત્માની હેડી ઘણીવાર તરીને કિનારા સુધી આવી પણ મોહનીયના પવનને જબર હડસેલો આવતાં પાછી સંસાર સાગરમાં અટવાઈ ગઈ છે. હજુ ડૂબી નથી ત્યાં સુધી સારું છે. તે આત્માને કહે, મહાનપુરૂષે મેહની સરહદ વટાવીને મોક્ષમાં ચાલ્યા ગયા ને હજી તું શા માટે સંસારમાં ભટકે છે ? ગમે તેટલા પૈસા ભેગા કરીશ, મોટી મહેલાતો બાંધીશ તે પણ એક દિવસ તે છોડીને જવાનું છે. આ માનવભવ મળે છે પણ સાધના કરવાનાં સાધને ન મળ્યા હોત તો શું કરત? આ સાધન તમને જે મળ્યા છે તે વારંવાર નહિ મળે. ભગવાન કહે છે મને જે સાધને મળ્યા હતા તેવા તમને મળ્યા છે. આચારંગ સૂત્રમાં ભગવાન બેલ્યા છે. जहित्थ मए संधी झोसिए, एवमन्नत्थ संधी दुज्झोसए भवइ, તામિ ને નિખિન્ન વાર્થિ ! આચારંગ સૂત્ર અ. ૫ ઉ. ૩. ભગવાને કેવળજ્ઞાન થયા પછી ધર્મના સ્વરૂપની વાતે ભવ્ય જીવોને સમજાવી છે કે હે ભવ્ય છે ! કર્મક્ષય કરવાની વિધિરૂપ આચાર–ગોચર આદિ અનુષ્ઠાન– જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ રૂપ આરાધના, તે પણ સમ્યકૃત્વ સહિતની ક્રિયા, નવતત્વની શ્રધ્ધા, દેહથી આતમાં ભિન્ન છે તેને નિશ્ચય, આત્માનું દ્રવ્યથી નિત્યપણું અને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy