________________
શારદા શિખર
૧૭૮ દુઃખનું કારણ પાપ. પાપને પલાયન કરે એટલે દુઃખ તે સ્વયંમેવ જવાનું છે. પરંતુ આજના ની વાત કેવી છે? રેગ કાઢવો છે પણ કુપગ્ય ખાવાનું બંધ કરવું નથી તે રોગ જાય શી રીતે ? તેમ દુઃખરૂપી દર્દીને કાઢવા માટે પાપરૂપી કુપચ્ચેનો ત્યાગ કરે તે દુઃખરૂપી દઈ જાય. જ્યાં સુધી પાપ આચરે છે ત્યાં સુધી દુઃખ રહેવાનું છે. કારણના અભાવમાં કાર્યનો અભાવ અને કારણના સદ્ભાવમાં કાર્યને સદ્ભાવ રહેવાને. પાપ કરતાં રહેવું અને દુખથી દૂર રહેવું તે કેવી રીતે બની શકે ? પાપ કર્યો એટલે દુઃખ આવવાનું.
જ્ઞાની કહે છે કે હે આત્મા! જે તને દુઃખ અપ્રિય હોય તે પાપ કરવાનું બંધ કરી દે. જ્યાં સુધી તું પાપ કરતો રહીશ ત્યાં સુધી દુઃખ તારે પીછે નહિ છેડે. તું પાપને છેડવા તૈયાર થઈશ ત્યારે દુઃખ પણ તને છોડવા તૈયાર થશે. જે પાપને છેડે છે તેને દુઃખ છેડી દે છે. પાપ તે કહે છે જે મને પકડી રાખે તેને દુઃખ પકડી રાખશે. તું જેટલો દુઃખથી ડરે છે એટલે જે પાપથી ડરે તે દુઃખ રહે ક્યાંથી? “ખથી ડરવું તે શું છે ને પાપથી ડરવું તે સણુ છે." દુખથી ડરે કોણ? ખબર છે ને? મિથ્યાત્વીએ દુઃખથી ડરે છે અને સમક્તિી આત્મા પાપથી ડરે છે. માટે દુઃખને ડર છોડીને પાપના ડર વાળા બનીને પાપનો નાશ કરે. જે પાપનો નાશ કરે છે તે દુઃખનો નાશ કરે છે. આજે તે છડેચોક પાપ કરવા અને પછી દુઃખની ફરીયાદી કરવી તે તે જાણી જોઈને અગ્નિમાં હાથ નાંખવે અને પછી દાઝવાની ફરિયાદ કરવા જેવું મુર્ખામી ભર્યું કામ છે. માટે દુઃખનો ડર છેડીને પાપના ડરવાળા બનીને પાપથી દૂર રહેતા શીખે.
જેમણે એક વાર ધર્મઘોષ મુનિની દેશના સાંભળી તેવા બલરાજાના હૃદયમાં વીરવાણીનો ટહુકાર થતાં જીવન પટે થઈ ગયે. વિષયે રૂપી સર્પો પલાયન થઈ ગયા. તેમને અંતરાત્મા જાગી ઉઠયા. તેમને પાપને ભય લાગ્યો ને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. દેશના પૂર્ણ થઈ એટલે બલરાજાએ તે સ્થવિર મુનિને કહ્યું. હે ભંતે! હું મહાબલકુમારને રાજયાસને સ્થાપિત કરીને આપની પાસે સંયમ લેવા ઈચ્છું છું. આ વાત સાંભળીને સ્થવિરેએ કહ્યું. સારા કાર્યમાં વિલંબ ન કરે. આ રીતે તેમની આજ્ઞા મેળવીને બલરાજા નગરમાં આવ્યા. રાજયમાં આવીને પોતાના પરિજનોને બોલાવીને બધી વાત કરી. પછી યુવરાજ મહાબલકુમારનો રાજ્યાભિષેક કર્યો. મહાબલ કહે પિતાજી! આપ રાજ્યનો ત્યાગ કરી સંયમ લે છે. આ સંસાર ખટપટને ભરેલો ને દુઃખની ઊંડી ખાઈમાં નાંખનાર છે. આપ આ સંસારથી બહાર નીકળે છે ને મને રાજસિંહાસને બેસાડે છે. પિતાની આજ્ઞા શિરેમાન્ય કરી, હર્ષપૂર્વક વધાવી મહાબલકુમાર રાજસિંહાસને બેસવા તૈયાર થયે. જે રાજ્યના મેહમાં