________________
૧૭૮
શારદા શિખર તેમજ ભાવદીક્ષિત બહેનો બધા ઉપસ્થિત થયા છે. આ સંસારમાં બે પ્રકારના પ્રાણીઓ રહેલા છે. એક સામાન્ય ને બીજા વિશેષ. શ્રમણ ભગવાન મહાવીરે ફરમાન કર્યું છે કે હે માનવ ! તું સામાન્ય હોય કે ચાહે વિશેષ હોય પણ ની લાઈન ના કાળ કેઈને છેડતું નથી. સામાન્ય હોય કે વિશેષ હોય પણ મૃત્યુ તે સૌને માટે તૈયાર હોય છે. આ પરિવર્તનશીલ સંસારમાં કેણ જન્મ લેતું નથી ને કેણ મરતું નથી ? સૌ જન્મે છે ને મરે છે પણ જીવન એનું સાર્થક બને છે કે જે તપ-ત્યાગ અને સંયમની સૌરભથી જીવન બાગને મહેકાવી જાય છે. ને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. મરણ પણ બે પ્રકારના છે. તેમાં જે સકામ મરણે મરે છે તેની મહત્તા છે. અકામ મરણની કઈ વિશેષતા નથી.
આ પ્રતિભાશાળી મહાન પુરૂષે માનવભવને પામીને જીવન જીવતાં મૃત્યુની કળા જાણી લે છે. અંતિમ સમયે પણ સકામ મરણને પ્રાપ્ત કરે છે. આવા મહાન પુરૂષે વિશિષ્ટ પ્રકારનું જીવન જીવી સહનશીલતા, ક્ષમા આદિ ગુણોને પ્રાપ્ત કરી આ પાર્થિવ દેહને ત્યાગ કરી આ દુનિયામાંથી ચાલ્યા જાય છે. પણ તેમનું તેજસ્વી, તિમય ઉદાર વ્યક્તિત્વ ભવ્ય જીના માર્ગમાં પ્રકાશ પાથરે છે. યુગયુગ સુધી ભવ્ય છે એ પ્રકાશમાં પિતાનું જીવન પવિત્ર બનાવે, હું પણ એવા ગુણોને પ્રાપ્ત કરું. એ આશા સહિત એ મહાન પુરૂષોને ભાવપૂર્વક શ્રધ્ધાંજલી અપું છું. અધિક સમય ન લેતાં મારું વક્તવ્ય સમાપ્ત કરું છું.
વ્યાખ્યાન નં. ૧૮ અષાડ વદ ૧૧ ને ગુરૂવાર
તા. ૨૨-૭–૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને !
અનંત કરૂણાસાગર વીર પ્રભુ જેમણે ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શનની જોત પ્રગટાવી છે એવા ભગવાને આપણા જેવા બાલજીને આ સંસાર સમુદ્ર તરવાને માટે સિધ્ધાંતરૂપ વાણીનું પ્રકાશન કર્યું. સિધ્ધાંત એટલે કર્મોને ક્ષય કરાવી સિધિના સુખોને અપાવે, વિભાવને અંત કરાવી સ્વભાવનું દર્શન કરાવે તેનું નામ સિધ્ધાંત. સિધાંત એ અધ્યાત્મવાદને અમૂલ્ય ખજાને છે, આ જીવન અને પર જીવનની સુખ-સામગ્રીનો સંગ્રહ છે.
સિધ્ધાંતમાં જ્ઞાની ભગવંત ફરમાવે છે કે જગતમાં મનુષ્ય જેટલી મહેનત દુબેને દૂર કરવા માટે કરે છે તેટલી મહેનત પાપને દૂર કરવા માટે કરે તે કઈ દુઃખ રહે ખરું? કારણને દૂર કરે એટલે કાર્ય તે આપોઆપ દૂર થવાનું છે,