________________
શારદા શિખર
૧૧ જાણવાનું મળે છે. માટે ત્યાં હું જઈશ. ત્યારે છગનભાઈ કહે છે કે હું તમારા ગુરૂ પાસે આવી શકું? મિત્ર કહે છે અમારા ધર્મમાં કઈ જાતના ભેદભાવ નથી. દરેકને આવવાની છૂટ છે. તું ખુશીથી આવી શકે છે. છગનભાઈ પોતાના મિત્રની સાથે ઉપાશ્રયે ગયા. તેમને આપણી જેમ વંદન કરતાં આવડતું ન હતું પણ મિત્રે જેમ કર્યું તેમ પોતે કરીને બેઠા.
ઘણાં શ્રાવકે ભેગા થયાં હતાં. એક પછી એક પ્રશ્નોની ઝડી વરસતી હતી. છગનભાઈને ખૂબ રસ પડે. એમના મનમાં થયું કે મેં આવું ક્યારે પણ સાંભળ્યું નથી. જૈન ધર્મનું જ્ઞાન અલૌકિક છે. ગમે તેટલું જ્ઞાન મેળવીએ પણ આવું આત્માનું ઉંડું તત્વજ્ઞાન ન મેળવીએ બધું ધૂળ છે. એવો વિચાર ક્ષત્રિય છગનભાઈના મનમાં આવે.
બંધુઓ ! વર્તમાનકાળમાં લૌકિક કેળવણીમાં આગળ વધેલા ને ભણેલા-ગણેલાં હોંશિયાર માણસો ઘણાં છે. જેમણે મોટી મોટી ડીગ્રી મેળવી છે પણ ધાર્મિક જ્ઞાનમાં તેઓ પછાત છે અને તેથી ધર્મક્રિયા અને આચાર વિચારમાં શિથિલ છે. આ બધાનું મૂળ કારણ આ ભણેલા વર્ગને આત્મા-પરમાત્મા અને કર્મ વિગેરે ઉપર શ્રધ્ધા નથી. આ વિષયના જાણકાર સદ્ગુરૂઓના સમાગમમાં તેઓ કદી આવતા નથી અને સદ્ગુરૂના સમાગમ વગર તે ડાહ્યો અને નિપુણ માણસ પણ તત્વને પામી શક્તો નથી. માટે જ્ઞાનીઓ કહે છે કે -
विना गुरुभ्यो गुणनाधिभ्यो तत्वं न जानाति विचिक्षणोऽपि । आकर्ण दीर्घोज्जवल लोचनाऽपि दीपं बिना पश्यति नांधकारे ॥
ગુણીયલ ગુરૂની સબત વિના વિચક્ષણ માણસ પણ તત્ત્વને જાણ શક્તિ નથી. જેમ આંખે ગમે તેટલી મોટી અને તેજસ્વી હોય પણ અંધકારમાં દીપક વિના જોઈ શકાતું નથી. તેમ સમજુ અને હોંશિયાર માણસને પણ ગુરૂના સમાગમમાં આવવાની જરૂર છે. વ્યવહારમાં માણસ ગમે તેટલે હોંશિયાર હોય, ગમે તેટલું ધન ભેગું કર્યું હૈય, મહાન ધનવાન હોય છતાં અંતે તે આયુષ્ય પૂર્ણ થતાં બધું અહીં મૂકીને જવાનું છે તે નક્કી છે ને ? તે હવે સંસારની માયાજાળ છોડીને સદ્દગુરૂનો સમાગમ કરે. નિઃસ્વાર્થે તમારું કલ્યાણ કરાવનાર આવા ગુરૂ ફરીને નહિ મળે. દુનિયામાં ગુરૂ ઘણાં હોય છે પણ ગુરૂ-ગુરૂમાં ફેર હોય છે.
काष्टे च काष्टे तरता यथास्ति, दुग्धे च दुग्ध तरता यथास्ति । जले जले चां तरता यथास्ति, गुरौ गुरु यां तरता यथास्ति ।