________________
૧ર્વ
શારદા શિખર ગુરૂ કોને કહેવાય? ગુરુ જે અંધકારમાંથી પ્રકાશમાં લાવે તે સાચા ગુરૂ છે. જેમ લાકડામાં બાવળનું, સાગનું, સીસમનું, આંબલીનું લાકડું તે પણ લાકડું છે. ને ચંદનનું પણ લાકડું છે. પણ એ બધામાં ચંદન કિંમતી છે. દૂધમાં ગાયનું, ભેંસનું, બકરીનું દૂધ તે પણ દૂધ છે અને આકડાનું ને થેરીયાનું પણ દૂધ છે. એક દૂધ શરીરને પુષ્ટીકારક છે ને આકડાનું ને થોરીયાનું દૂધ માણસને મારનારું છે. પાણીમાં કેઈ ગામનું પાણી ખેરાક પચાવે છે ને કઈ ગામનું પાણી એવું ભારે હોય છે કે માણસને ભૂખ ન લાગે. એટલે પાણી પાણીમાં પણ ફેર છે. તેવી રીતે ગુરૂ-ગુરૂમાં પણ ફેર છે. એક ગુરૂ માત્ર દેખાવના ગુરૂ હોય છે. એ એમ માને કે મારા ભક્તને કહીશ કે કાંદા-બટાટા ન ખવાય, કાળા બજાર ન કરાય, બેટા તેલમાપ ન રખાય. આવું કરીશ તે તિર્યંચમાં તેમજ દુર્ગતિમાં ચાલ્યો જઈશ. આવું કહીશ તો મારી પાસે આવતો બંધ થઈ જશે. એવા ગુરૂ પિતે ડૂબે છે ને બીજાને ડૂબાડે છે. જ્યારે સાચા ગુરૂ તો હેજ પણ કેઈની શેહમાં તણાય નહિ. એ તે નગ્ન સત્ય કહી દે. આવા પાપ કરશે તે દુર્ગતિમાં પડશે. માટે આ પાપના ધંધા છોડી દો. ભકતોને આવવું હોય તે આવે ને ન આવવું હોય તે ન આવે પણ સાચા ગુરૂ તે સાચી વાત સમજાવી દે. ગુરૂ કરે તે જોઈને કરે. જ્યાં ને ત્યાં માથું ઝૂકાવશે નહિ. - છગનભાઈ ખૂબ હોંશિયાર હતા પણ અત્યાર સુધી તેમને સાચા ગુરૂને સમાગમ થયો ન હતો. મિત્રની સાથે સાથે ઉપાશ્રયે આવ્યા ને ધર્મ પામી ગયા. પછી તે એ રસ લાગ્યો કે જ્યારે ટાઈમ મળે ત્યારે ઉપાશ્રયે ઉપડી જતાં ને ધર્મને અભ્યાસ કરતાં. ટૂંક સમયમાં તેમણે જૈનધર્મનું ઘણું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ ખૂબ કાતિકારી વિચારના હતા એટલે પોતે શ્રાવિકાશાળા, જૈનશાળાનું સ્થાપન કર્યું, ને પોતે ધાર્મિક શિક્ષણના કલાસ ચલાવવા લાગ્યા. આમ કરતાં એમને એ વિચાર આવ્યું કે આવું ઊંચું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મારે સંસારમાં શા માટે પડી રહેવું જોઈએ ! મારે દીક્ષા લઈને એ સંયમ પાળવે છે કે જલદી આત્માનું કલ્યાણ થાય. બંધુઓ ! આ હતા ક્ષત્રિયકા બચ્ચા. ઢીલી દાળ ખાઈને ઢીલું બેલનારા ન હતા. એમણે મિત્રને કહ્યું સુંદર ! આપણે આવો માનવ જન્મ પામીને સંસારની કેટડીમાં ગોંધાઈ રહેવું છે ? ચાલ ને આપણે દીક્ષા લઈએ. મિત્ર કહે છે છગન! તારી વાત સાચી છે. પણ તને ખબર છે ને કે હું તે મારા બાપને બે પત્નીઓ વચ્ચે એક દીકરે છું. એ કંઈ મને રજા આપે ? છગનભાઈની પણ સગાઈ થઈ હતી તેઓ કહે તને તારા મા-બાપ રજા ન આપે તે મારા કાકા-કાકી થડા રજા આપે એમ છે? આપણે મજબૂત બનીને કામ કાઢી લેવાનું. છેવટે મિત્રને પણ દીક્ષા લેવાની ભાવના જાગી. બંનેએ વિચાર કર્યો કે અહીં તે આપણને કોઈ દીક્ષા લેવા નહિ દે. આપણે અહીંથી ભાગી છૂટીએ ને કોઈ સારા ગુરૂની ખોજ કરીને દીક્ષા લઈએ.