________________
૧૭૦
શારદા શિખર પણ સિંહાસન ઉપરથી ઉભા થઈને તેના પગમાં પડી ગયાને બોલ્યા ધન્ય છે માતા તને ! તું કેટલી સ્વરૂપવાન છે ! જે મેં તારા પેટે જન્મ લીધો હતો તે હું પણ આ સ્વરૂપવાન બનત ને! આવા શિવાજીના શબ્દો સાંભળીને પડદા પાછળ બેઠેલી જીજીબાઈનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. ધન્ય છે શિવાજી તને ! તારા જેવા વીર પુત્રની હું માતા બની છું. મેં મારું દૂધ દીપાવ્યું છે. હું વીરપુત્રની માતા બનવા ભાગ્યશાળી થઈ છું
દેવાનુપ્રિયા શિવાજીનું શૌર્ય જોઈને તેની માતાનું હૈયું હરખાયું. એમ જે શાસનમાં આવા વીર શ્રાવકે ને શ્રાવિકાએ પાકે તે ગુરૂનું હૈયું પણ હરખાય ને ! કે મારા ભગવાનના શાસનમાં આવા વીર શ્રાવકે છે. અહંનકને કામદેવ જેવાં શ્રાવકે હેય ને સુલશા જેવી શ્રાવિકાઓ હોય તે હું નથી માનતી કે આ શાસનને આંચ આવે. જૈન શાસન ઝળહળતું બને. એવા શ્રાવક-શ્રાવિકાના ગુરૂ બન્યા સાર્થક કહેવાય.
આજે પૂ. છગનલાલજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે. તેમની સ્વર્ગારોહણ તિથિ તે વૈશાખ વદ દશમની છે, પણ આજે તે ચાર્તુમાસના દિવસોમાં ધર્મારાધના વધુ થાય તે દષ્ટિથી અષાડ વદ દશમની ખંભાત સંઘે નીમેલી તિથિ છે. આવી પુણ્યતિથિના દિવસે આપણે ગુરૂના ગુણગાન કરીએ છીએ. ગુરૂદેવનાં ગુણ ગાતાં આપણું જીવનમાં રહેલા અવગુણ દૂર થઈ જાય છે. તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરવાનાં ૨૦ બોલ છે તેમાં પણ એક બેલ છે કે “પુર શેર તવતીકુ ગુરૂનાં ગુણગ્રામ કરવાથી ગુરૂની ભકિત કરવાથી પણ જીવ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરે છે. ગુરુના ગુણગ્રામ કરવામાં આટલે મેંટે લાભ છે. પણ આજે તમે કેના ગુણગ્રામ કરે છે? તમને દેકડીયા દે તેના તમે ગુણ ગાઓ છે. તમારી પીઠ થાબડે તેની પાછળ દેડે છે. જેવા વહેપારીના ગુણ ગાઓ છે તેવાં જે ગુરૂના ગુણ ગવાય તે કર્મની ભેખડે તૂટી જાય.
પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ખંભાતના વતની હતા. તેમના પિતાનું નામ અવલસંગભાઈ અને માતાનું નામ રેવાકુંવર બહેન હતું. તેઓ ક્ષત્રિય જ્ઞાતિના હતા. તેઓ જૈન ન હતા, પણ જૈન ધર્મ કેવી રીતે પામ્યા ? ખંભાતમાં ઝવેરાતનો, અકીકને ને સાડીઓ વણવાને એ ત્રણ ધંધા મુખ્ય છે. તેમના પિતા ખંભાતમાં નવાબી રાજયમાં નેકરી કરતા હતા. ને પોતે અકીકને ધંધો કરતા હતા. એક જૈન વીક સુંદરભાઈ તેમના મિત્ર હતા. સાથે હરવા-ફરવા જતાં ને ધંધો પણ સાથે કરતા હતા. એક દિવસ સુંદરભાઈ કહે છે છગન ! આજે હું બગીચામાં ફરવા નહિ આવું. ત્યારે પૂછે છે કેમ કંઈ છે ? તે કહે છે આજે અમારા ગુરૂદેવ પધાર્યા છે. એટલે રાત્રે હું ઉપાશ્રયે જવાને છું ત્યાં ખૂબ જ્ઞાન ચર્ચા થાય છે એટલે સારું