________________
શારદા શિખર
૧૬૯
ચીજ લાવ્યા છીએ, જે આપને ભેટ આપવા ઈચ્છીએ છીએ. શિવાજી કહે છે શુ ચીજ છે ? ત્યાં પેલી સ્વરૂપવાન સ્ત્રીને બતાવી. એનુ રૂપ એવું હતું કે ભલભલા માહ પામી જાય. ઘણી વખત રૂપ હાય છે પણ ઘાટ નથી હાતા. કાઈ ખામી હોય પણ અહીં બધું સુંદર હતું છતાં એ રૂપ ચામડીનું હતું.
ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી નિગ્રથને અધિકાર આવે છે. તેમાં શ્રેણીકરાજાએ અનાથી મુનિને જોયાં ત્યાં સ્હેજે તેમના મુખમાંથી શબ્દો સરી પડયા.
अहो वण्णे अहेरुवं, अहे। अज्जस्स सेोमया ।
ગદ્દા વન્તિ બા મુત્તિ, હેા મેળે સંયા || ઉત્ત. સૂ.
અ. ૨૦ ગાથા ૬
હે મુનિ ! શું તારું રૂપ છે! શું તારા વધુ છે! શું તારી સૌમ્યતા છે ! શુ' તારી ક્ષમા, નિલે’ભતા અને ભાગેા પ્રત્યેની અનાસક્તિ છે! એક ત્યાગી મુનિને જોઇને મગધ દેશના માલિક શ્રેણીકરાજા આમ ખેલી ઉઠયા. પણ વિચાર કરે. આ શ્રેણીકરાજાનુ રૂપ કંઈ સામાન્ય ન હતું. શ્રેણીકરાજા અને ચેલા રાણીનું એવું રૂપ હતું કે તે જોઈને ભગવાનના સમેાસરણમાં સાધુ-સાધ્વીઓના મન ચલાયમાન થઈ ગયા. એમ ગ્રંથકારા કહે છે. શ્રેણીકરાજાને જોઈને સાધ્વીઓનાં અને ચેલણાને જોઈને સાધુએનાં મન સંચમથી ચલાયમાન થયા. પણ ત્યાં તેમને પડકાર કરીને ઠેકાણે લાવનાર ભગવાન બેઠા હતા. પણ જો આજે કાઈનું મન ચલાયમાન થાય તે કોઈ ઠેકાણે લાવનાર નથી. ભગવાન તે ઘટઘટની અને મન-મનની વાત જાણનાર હતાં પણ આજે આપણા મનની વાત જાણનાર કોઈ નથી.
ટૂંકમાં આવા રૂપવાન શ્રેણીકરાજા જ્યારે અનાથી મુનિનું રૂપ જોઈને સ્થિર થઈ ગયા. તેા વિચાર કરેા. મુનિ આગળ શ્રેણીકનું રૂપ ફીકકુ લાગતુ હશે ને ! એક માણસ કાળા હાય પણ એને ભૂખ લાગતી નથી, ખોરાક લઈ શકતા નથી એટલે એનીમીક થઈ જવાથી ફિકકે પડી ગયેા હાય તેથી ચામડી ધેાળી દેખાય છે. ને ખીજાની ચામડી સ્વાભાવિક ગેારી છે તેા અનેમાં શેશભા કેાની ? જે નિરોગી છે તેની શેાભા વધે છે. પેલે તા રાગી છે એટલે તેનું રૂપ ફિકકુ દેખાય છે. આ રીતે શ્રેણીકરાજા અને મુનિના રૂપમાં અંતર હતું. રાજા શ્રેણીકનું રૂપ માત્ર ચામડીનુ હતુ અને મુનિનું ચામડીનું રૂપ તે હતું પણ સાથે એમના ચારિત્રનું તેજ હતુ. બ્રહ્મચર્યનું તેજ લલાટે ઝગારા મારી રહ્યું હતુ. એટલે મહારાજા શ્રેણીક કરતાં મુનિનું રૂપ વધારે હતું. ચામડી ભેદીને તેમનું તેજ ચળકતું હતું.
હવે મૂળ વાત ઉપર આવીએ. પેલી સૌંદયવાન સ્ત્રીને શિવાજી મહારાજાના સૈનિક લઈ આવ્યા. તેનું રૂપ ઘણું હતું. પણ એ જોઈ ને શિવાજીનું મન ચલિત ના થયુ.
ર૩