________________
૧૬૪
શારદા શિખર
દાસીઓ, નાકર-ચાકર બધાને વિદ્યુત્પ્રભાને ખૂબ સાચવવાની ભલામણ કરીને તેની સાથે મેક્લ્યા. હવે વિદ્યુત્પ્રભા જિતશત્રુ રાજા તેમજ ખીજી બધી રાણીએની પાસેથી વિદાય લઈ ને પિયર આવી. એને જોઈને એની માતાને ખૂબ આનંદ થયા. જાણે કેટલેા પ્રેમ હોય તેમ ભેટી પડી. વિદ્યુત્પ્રભાને પણ થયું શું મારી માતાનેા પ્રેમ છે! માયાવી માનવી જેટલાં નાટક ન કરે તેટલાં આછા. આરમાન માતા ઉપરથી ખૂબ પ્રેમ દેખાડે છે ને અંદરથી વિચાર કરે છે કે હવે મારી ધારણા પૂર્ણ થશે. વિદ્યુત્પ્રભા હવે મારા હાથમાં છે. એક દિવસ એનું કાટલું કાઢી નાંખીશ. આમ કરતાં સવા નવ માસ પૂરાં થતાં વિદ્યુત્પ્રભાએ એક પુત્રને જન્મ આપ્યુંા. રાજાને ત્યાંથી આવેલી દાસીએ સાથે તે વિદ્યુત્પ્રભાનુ ખૂબ ધ્યાન રાખે છે. પુત્રના જન્મ થતાં સર્વેને ખૂબ આનંદ થયા. ને રાજાને પુત્ર જન્મના વધામણી આપી. એટલે રાજાના પ્રધાન આદિ ઘણા માણસે કુંવરને રમાડવા માટે આવ્યા. ઘણાં મહેમાનો આવ્યા છે. કુંવરને જોઈને સૌ રાજી રાજી થઈ ગયા, આનદ કિલ્લેાલ કરવા લાગ્યા. આવેલા મહેમાનાને તથા દાસ-દાસીઓને પરવારીને ગામ બહાર બગીચામાં ફરવા માટે વિદ્યુત્પ્રભાના પિતાજી લઈ ગયા. એટલે ઘરમાં વિદ્યુત્પ્રભા અને તેની માતા સિવાય ખીજું કાઈ ન હતું. આરમાન માતાની કપટ જાળને કેાઈ જાણતું ન હતું. વિદ્યુત્પ્રભા પણ નિઃશંક હતી. પણ માયાવી માતા પોતાનું ધાર્યુ કરવા તૈયાર થઈ.
કપટી માતા એ કરેલા કાળા કેર : અને તા એટલેા બધા આનંદ હતા કે ખસ, ઘણાં વખતનાં મારા મનેરથને પૂર્ણ કરવાની આજે તક મળી છે. કુદરતને કરવુ કે બધાને ગયા પછી ઘેાડીવારે વિદ્યુત્પ્રભાને જંગલ જવાની ઈચ્છા થઈ. એટલે માતા પોતાના ખગીચામાં વિદ્યુત્પ્રભાને હાથ પકડીને લઈ ગઈ. બગીચામાં કૂવા હતા ત્યાં લઈ ગઈ. કૂવા પાસે ઉભી રહીને કહે છે બેટા ! તારી આવવાની જાણ થતાં તારી સગવડ ખાતર આ કૂવા મેં હમણાં નવા બનાવ્યેા છે. જગલ જઈ ને ઉડયા પછી તેની માતા કહે છે બેટા ! આ કૂવા તું જે તેા ખરી. વિદ્યુત્પ્રભા કહે છે ના, મને ચક્કર આવે છે. પણ એની માતા કહે છે ના બેટા! તુ જો એટલે મને સતાષ થાય. પોતાની ઈચ્છા ન હોવા છતાં માતાના આગ્રહથી કૂવા જેવા ગઈ, વિદ્યુત્પ્રભા નીચું મુખ કરીને કૂવા જોવે છે તે વખતે લાગ જોઈને વિદ્યુત્પ્રભાને તેની દૃષ્ટ માતાએ પાછળથી ધક્કો મારીને કૂવામાં ફેંકી દીધી. અને તેનાથી સ્હેજે એલાઈ ગયું કે હાશ! હવે મને શાંતિ થઈ. કારણ કે કેટલા દિવસથી વિદ્યુત્પ્રભાને મારી નાંખવાના મનેારથા સેવતી હતી. ને કેાશિષ પણ કરતી હતી. પણ મારે મનેરથ પૂરા થતા ન હતા. એ આજે પૂર્ણ થયા. આથી દુષ્ટ માતાનું અંતર આનંદથી ડોલી ઉઠયું.
મા !
ખંધુએ ! દુષ્ટ માણસા કેવા કામ કરે છે! પોતાને ગમતુ કાય કરવા ખીજાનું કેટલું અહિત કરે છે! પાપ કરીને કેટલું ઢાંકે છે, પણ તેનું પરિણામ કેવું ભયંકર