________________
શારદા શિખર આવશે તેને વિચાર સરખે પણ કરતા નથી. જુઓ, વિદ્યુતપ્રભાની માતા કેટલી હોંશિયાર છે! તેણે વિદ્યુતપ્રભાને આવતાં પહેલાથી પોતાની પુત્રીને ભેંયરામાં ગુપ્ત રાખી હતી. કેઈ દિવસ બહાર કાઢી ન હતી. તેને આજે તેણે બહાર કાઢી નવરાવી ધોવરાવી પૂરી સમજણ આપી. પૂરા પાઠ ભણાવીને વિદ્યુતપ્રભાના પલંગમાં સૂવાડી દીધી. થોડીવારમાં રાજાના માણસો બધા હરીફરીને ઘેર આવ્યા. અને રાણીના પલંગ તરફ નજર કરી તે સૌને નવાઈ લાગી કે આ શું? કયાં મહારાણું વિદ્યુતપ્રભાનું રૂપ અને એકાએક આવું અજબ પરિવર્તન શી રીતે થયું ? રાણીનું રૂપ ક્યાં ગયું? સી સ્તબ્ધ બની ગયા. થોડીવાર સૌ શાંત રહ્યા. કેઈ કાંઈ બેલ્યું નહિ. આમ કેમ બન્યું તે કઈ સમજી શકયું નહિ. એટલે વિદ્યુતપ્રભાની માતાને બેલાવીને પૂછયું. અમે ગયા ત્યારે મહારાણીને કંઈ ન હતું કે આ શું થઈ ગયું ! એની માતા જાણે કંઈ જાણતી નથી તે રીતે પુત્રીના સામું જોઈને પૂરું ધતીંગ કર્યું. અરેરે.... બેટા ! તને આટલી વારમાં શું થઈ ગયું? હમણાં તે તું કેવી ચંદ્રમા જેવી શોભતી હતી. હું સહેજ બહાર ગઈ એટલામાં તારું બધું રૂપ કોણે હરી લીધું? અરે... આ ગામની સ્ત્રીઓ એવી છે. શું તને નજર લાગી ગઈ ? કે જેથી તું ચુસાઈ ગઈ ને રૂપ ઉડી ગયું. કે કેઈ દૈવી કેપ થયે? એમ કહીને છાતી ને માથા કૂટવા લાગી, ને રડવા લાગી. હાય..હાય! અમે રાજાને શું જવાબ આપીશું? વિદ્યુતપ્રભાનું પરિવર્તન અને એની માતાને પુરા જેઈને મંત્રીઓ વિચારમાં પડી ગયા. દાસ-દાસીઓ સૌ ગમગીન બની ગયા. કપટી માણસના કાવાદાવા અને મેલી રમત બીજાને ક્યાંથી ખ્યાલ આવે?
- રાજાને વટહુકમ-રાણુંને ને કુંવરને જલ્દી ઘેર લાવેઃ મંત્રીઓએ રાજાને સમાચાર મોકલ્યા. કુંવર તે ખૂબ સુંદર છે. પણ રાણીનું જે રૂપ અને તેજ હતું તે હરાઈ ગયું છે. શું બન્યું તે સમજાતું નથી. જે હકીકત બની હતી તે સમાચાર મોકલ્યા. પુત્ર જન્મથી ખૂબ આનંદ થયો. પણ રાણીના સમાચાર જાણીને દુખ થયું. તરત રાજાએ સમાચાર મેકલ્યા કે રાણી અને કુંવરને તરત અહીં લાવે. હવે મારે એક દિવસ પણ ત્યાં રાખવી નથી. મારી તે મેકલવાની ઈચ્છા ન હતી, પણ એના બાપે ખૂબ હઠાગ્રહ કર્યો તેથી મેકલવા પડ્યા. રાજાને હુકમ થતાં એને બાપ પણ રડી પડે. ખરેખર ! રાજાએ ના પાડી હતી ને હું લાવ્યું ને મારી દીકરીની આ દશા થઈ. રાજા અમને કેટલે ઠપકે આપશે ! એનો બાપ તે નિર્દોષ હતો. પત્નીના કાવાદાવાની તેને બિલકુલ ખબર ન હતી. રાજાને સંદેશ આપતાં મંત્રીઓએ વિદ્યુતપ્રભાને લઈ જવાની તૈયારી કરી. માતાને પિતાનું કામ પૂરું થયું હતું એટલે મેકલવા તૈયાર થઈ. બનાવટી વિદ્યુતપ્રભા દાસ-દાસી અને મંત્રી આદિ પરિવાર ત્યાંથી નીકળીને પિતાના નગરમાં આવી પહોંચ્યા. બનાવટી વિદ્યુતપ્રભાને ખૂબ ધામધૂમથી પુત્ર સહિત નગરમાં લાવ્યા. રાજમહેલમાં પ્રવેશ કર્યો. રાજાએ બનાવટી