________________
૧૬૩
શારદા શિખર
આવા દુઃખ આ જીવે અનંતી વખત ભગવ્યા. આ દુઃખમાંથી જે મુક્ત કરાવનાર હોય તો સંયમ છે. માટે મને તમે બધા રાજીખુશીથી આત્મ સાધના સાધવા માટે સંયમ લેવાની આજ્ઞા આપે. રાજાએ પ્રધાન આદિ રાજપુરૂષને પણ લાવ્યા હતા. રાજાની સંયમ લેવાની તીવ્ર તમન્ના જોઈને બધાએ કહ્યું હવે મહારાજાના સંયમ લેવાના ઉત્કૃષ્ટ ભાવ છે. કઈ રીતે રોકાય તેમ નથી. તે યુવરાજ રાજ્યને ભાર ઉપાડી શકે તેવું છે. તેમને રાજ્યાભિષેક કરીને મહારાજાને આજ્ઞા આપવી જોઈએ. બધાએ એકમત થઈને “નવાં મધ્યરું કુમાર જે કાયદા” શુભ દિવસે મહાબલકુમારનો રાજ્યાભિષેક કર્યો ને મહાબલકુમાર રાજા બન્યા. એના પિતાજીને કહે છે પિતાજી! તમે સંયમ લે છે તે હું પણ ભવિષ્યમાં આપના જે સંયમી બનું એવા મને આશીર્વાદ આપજે, હવે રાજા દીક્ષા લેશે તેના ભાવ અવસરે.
પૂર્વભવમાં કરેલી ધર્મારાધનાનું કેવું મહાન ફળ મળે છે તે ઉપર વિદ્યુતપ્રભાનું એક દષ્ટાંત ચાલે છે. વિદ્યુતપ્રભાને શ્રીમંત છે. મહારાજાને આનંદનો પાર નથી. બીજી તરફ તેની ઓરમાન માતા વિદ્યુતપ્રભાનું સુખ જોઈને બળી જાય છે. એને કઈ રીતે વિદ્યુતપ્રભાનું કાસળ કાઢીને પિતાની પુત્રીને રાજાની રાણી બનાવવી. હતી. એની દુષ્ટ ભાવના પૂરી કરવા કાવત્રા કરી ચૂકી પણ તે ફાવી નહિ. કારણ કે જેના પુણ્ય પ્રબળ છે તેને વાળ વાંકે કરવા દેવ પણ સમર્થ નથી આ બિચારી બ્રાહ્મણી શું કરી શકે ? છેવટે ફરીને એના પતિને સમજાવીને વિદ્યુતપ્રભાને તેડવા માટે મોકલ્યા. એના બાપે વિદ્યુતપ્રભાને પિતાને ત્યાં મોકલવા કહ્યું ત્યારે સાફ ના પાડી દીધી. એ નહિ બને. હું વિદ્યુતપ્રભા વિયોગ સહન કરી શકું તેમ નથી. વળી મારે ત્યાં ઘણું વર્ષે પારણું બંધાશે. માટે મારે તેને કયાંય મેકલવી નથી. ત્યારે એના બાપે બરાબર ભવાઈ ભજવી. તેણે કહ્યું જો તમે મારી દીકરીને સૂવાવડ કરવા મારે ત્યાં નહિ મેકલે તે હું પેટમાં છરી ભેંકીને આપઘાત કરીશ. એમ કહીને ખિસ્સામાંથી છરી કાઢી પિટમાં ભેંકવા તૈયાર થયે એટલે રાજાને ન છૂટકે હા પાડવી પડી. રાજાએ વિદ્યુતપ્રભાને લઈ જવાની હા પાડી એટલે એના પિતાને ખૂબ આનંદ થયે.
વિધતપ્રભા પિતાને ઘેર જતાં કેવી સંકટમાં આવશે” : વિદ્યુતપ્રભા ખૂબ પવિત્ર છે. એણે પૂર્વને વિચાર ન કર્યો કે મારી ઓરમાન માતાએ મને કેવા દુઃખ દીધા છે. તેને ત્યાં જઈને મારે શું કામ છે? બીજું હું મહારાજાની પટરાણી, આવી રાજસાહયબીમાં રહીને હવે ત્યાં કેમ ગમશે ? તેવો વિચાર સરખો પણ ના કર્યો. મહારાજાને વિદ્યુતપ્રભાને મોકલવાનું જરા પણ ગમ્યુ નથી પરંતુ ન છૂટકે મોકલવી પડે છે. વિદ્યુતપ્રભા રાજાની પટરાણી હતી એટલે રાજાએ તેને સાચવવા માટે દાસ