________________
૧૬૨
શારદા શિખર કંઈક પુણ્યવાન છો હશે કે દીકરા માતા-પિતાને દુઃખ થાય તેવું એક પણ કાર્ય કરતા નથી. પણ એ અલ્પાશે. મોટા ભાગે તે એવું જોવામાં આવે છે કે સૌ સ્વાર્થના સગાં છે. બેલે, એવું છે કે નહિ ? અમારા સાધુપણામાં ગુરૂ વૃદ્ધિ થાય અગર બિમાર થાય તે શિષ્ય ખૂબ સેવા કરે. જેટલી દીક્ષા પર્યાય વધે તેટલું માન વધે છે. પિતા-પુત્ર કરતાં પણ ગુરૂનું માન શિષ્યો વધુ સાચવે છે. આવું સુંદર સંયમનું
સ્થાન છે. કેઈ જાતની ઉપાધિ કે ચિંતા નહિ. છતાં જીવને અહીં ગમતું નથી. આનું કારણે તમને સંસારને મોહ છે.
બલરાજાને સંસારને મેહ ઉતરી ગયે ને સંયમ લેવાનું મન થયું. સંતને વંદન કરીને ઘેર આવ્યા, તમે તે રોજ દર્શન કરે, દેશના સાંભળે પણ જીવનમાં સુધારો થતો નથી. બલરાજાએ ધર્મઘોષ અણગારની દેશના સાંભળી અને દર્શન કર્યા. બધું સફળ થયું. પૂરે લાભ લીધે. ઘરે આવીને મહાબલકુમારને પોતાની પાસે બેલાબે, ધારિણી પ્રમુખ ૧૦૦૦ રાણીઓને લાવીને રાજાએ પિતાની દીક્ષા લેવાની ભાવના વ્યકત કરી. એટલે મહાબલકુમારને અને રાણીઓને ખૂબ દુખ થયું. બધા રડવા લાગ્યા. દરેકને રાગ રડાવે છે. મહાબલકુમાર કહે છે પિતાજી ! તમે મારા માથે ભાર નાંખીને જશે ? રાણીએ પણ કલ્પાંત કરવા લાગી. તમે એમ ન માની લેશે કે એમને દીક્ષાના ભાવ થયા ને તરત રજા મળી ગઈ હશે! એમ નથી. એમના પુત્રો અને પત્નીએ બધા સંસારમાં રોકવા ખૂબ આગ્રહ કરતા હતા પણ જેને સંસારનું સ્વરૂપ સમજાઈ જાય છે તે સંસારની માયા જાળમાં ફસાતા નથી.
બલરાજા બધાને સમજાવે છે કે તમે બધા શા માટે રડે છે ? જે અત્યારે સમજીને નહિ છોડું તે એક દિવસ છેડવાનું તો છે જ. વળી આ જીવે અનંતી વખત જન્મ-મરણ કર્યા, દેવકના મહાન સુખ ભોગવ્યા અને નરક ગતિનાં દારૂણ દુઃખે પણ ભેગવ્યા છે. તિર્યંચ ગતિમાં પરવશ પણે પણ દુઃખો વેઠયા છે ને કર્મબંધન ર્યા છે. એ કર્મોના કાંટા હવે મારાથી સહન થતા નથી. ને એ નરક ગતિમાં હવે મારે જવું નથી. જીવે નરક ગતિમાં કેવા દુઃખ વેઠયા છે
કેવાં કેવાં દુખડા સ્વામી? મેં સહયા નારકીમાં... એક રે જાણે છે મારો આત્મા એ જી રે એક રે જાણે છે મારી આત્મા લબકારા કરતી કાળી વેદનાઓ સહેતાં સહેતાં, વર્ષોના વર્ષે સ્વામી મેં વીતાવ્યા ત્રાસમાં, એ.ઈ રે મલકનું જ્યાં પૂરું થયું આખું ત્યાં થયો રે જન્મ મારો જાનવરના લેકમાં, દુઃખડા નિવારે મારા જન્મ-મરણના પરમાત્મા,”