SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શારદા શિખર તાડૂકો. ચૂપ ! એક શબ્દ બેલ્યા છે તે ? જે વધુ બોલશો તે દુકાન ઉપર ચઢવા નહિ દઉં. દીકરા તરફથી હડહડતું અપમાન-પિતાને લાગેલો આઘાત ?” બંધુઓ ! દીકરાએ બાપની કિંમત કેડીની કરી નાંખી છતાં પણ બાપને મમતા છૂટતી નથી. તેને ઉપાશ્રયે આવવાનું મન થતું નથી. કેવી કરૂણ દશા છે! ઘેર જાય ત્યારે બાપ કહે બેટા ! તું મારી એક વાત તો સાંભળ. ત્યાં દીકરે કહે કે હવે બકવાદ મૂકોને ? જે વધુ બેલશો તો ઘરમાં રહેવા નહિ દઉં. એટલે હજુ સારો છું કે તમને પેટ ભરીને ખાવા તે આપું છું ને ? દીકરાને ક્રોધ જોઈને બાપ દુજી ઉઠયો. કયાં જાઉં. મારી વીતક કોને કહું ? ખૂબ મૂઝાયા. ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડયા. રડીને હૈયું હળવું કર્યું ને મનમાં નક્કી કર્યું કે એ ઉધત છોકરો મને હડધૂત કરે છે. હવે મારે દુકાને જવું નહિ. વહેપારમાં ધ્યાન આપવું નહિ. ઉપાશ્રયે જઈને ધર્મધ્યાન કરવું. આત્માનું કલ્યાણ તે થાય ! મને સંતે ઘણીવાર ટકોર કરતાં કે શેઠ ! પરભવનું ભાતુ ભરવા બે ઘડી ઉપાશ્રયે આવે. ધર્મધ્યાન કરે. છેવટે એક નવકારવાળી તે અવશ્ય ગણવી. કાળાબજાર કરીને ભેગું કરે છે પણ કંઈ સાથે આવવાનું નથી. હિંસા કરશે તો નરકમાં જશે ને બેટા તેલ માપ રાખશે તો તિર્યંચ બનશે. ખરેખર ! મેં દીકરા માટે આટલા પાપ કરીને પૈસા ભેગા કર્યા. મેં પાપ કરતાં પાછું વાળીને જોયું નહિ. નરકમાં તે જઈશ ત્યારે જઈશ પણ મને દીકરાએ અત્યારે તિર્યંચ જે પરવશ બનાવી દીધો છે. ચાલ, ત્યારે હવે ઉપાશ્રયે જાઉં. ઉપાશ્રયે ગયા. વ્યાખ્યાન સાંભળ્યું. ઘેર આવીને જમ્યા ને સૂતા પણ ઊંઘ આવતી નથી. સમય જતો નથી એટલે દુકાનને વિચાર આવ્યો કે આજે કોણ આડતીયા આવ્યા હશે ? કપાસીયાને તેલ બરાબર થયો હશે કે નહિ ? સુરેશે જામનગરને ચેક બેંકમાં જમા કરાવ્યું હશે કે નહિ ? વહેપારમાં ધ્યાન નહિ રાખે તે ખેટ જશે. સુરેશ ગમે તેમ તેય છોકરું છે ને! એમ એક પછી એક વિચારો આવવા લાગ્યા. ઉંઘ આવી નહિ એટલે શેઠ ઉભા થઈને દુકાને ગયા. પિતાની મિલ્કત હોવા છતાં દાન દેવાનો અધિકાર નહિ”: બંધુઓ! જે દીકરા માટે બાપે આટલું કર્યું તે દીકરો બાપને કેવા દુખ આપે છે ! છતાં મોહ દશા કેવી ભયંકર છે ! મગનલાલ શેઠે દુકાને જઈને દીકરાને પૂછયું – બેટા! તે બેંકમાં ચેક જમા કરાવ્યો ? કઈ નવા વહેપારી આવ્યા હતા ? કોઈની ટપાલ છે ? એમ ઘણાં પ્રશ્નો પૂછયા પણ દીકરાએ કંઈ જવાબ આપે નહિ ત્યારે ફરીને પૂછયું. ત્યારે સુરેશે કહ્યું-ડોસા ! બધું થઈ રહેશે. તું મૂંગે મરને. એક નેકર કરતાં પણ બાપની દશા ખરાબ થઈ છે. ખૂબ દુ:ખ થયું. બાપનું હૈયું તૂટીને કટકા
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy