________________
૧૪૯
શારદા શિખર બાંધેલી બુક તેને ગમતી ન હતી. ખડી ને લેખન પણ તેને પસંદ ન હતા. બજાર વચ્ચે ઉભા રહીને ભાવ-તાલની બૂમો પાડવાની મોટાભાગના વહેપારીઓને આદત હતી તે પણ સુરેશને પસંદ નહિ એટલે પિતા જે કંઈ શિખામણ આપે તે સુરેશને કટકટ લાગતી હતી. અને નાની નાની બાબતમાં પિતાને રેકટોક કરતે હતે. એક દિવસ મગનલાલ શેઠ દુકાનના ઓટલા પાસે ઉભા રહીને કઈ વહેપારી સાથે ભાવ–તાલની વાત કરતા હતા. ત્યારે સુરેશે એમને ટેક્યા. શેઠને આ ગમ્યું નહિ. પણ તે વખતે કંઈ બોલ્યા નહિ, પરંતુ બજારમાં જ્યાં ત્યાં ઉભા રહેતાં તેઓ અચકાતા હતા. ધીમે ધીમે પિતા અને પુત્ર વચ્ચે મજુરી ચૂકવવાથી માંડીને સદા સુધીની વાતમાં મતભેદ ઉભા થવા લાગ્યા. સુરેશ મગનભાઈનું કાંઈ સાંભળતો ના હતો. પિતાનું ધાર્યું કર્યા કરતો. દિવસે દિવસે શેઠનું સ્વમાન ઘવાતું હતું. યુવાન દીકરાને વધુ શું કહેવું? એમ સમજીને શેઠ મૌન રહેતા. પણ સુરેશ એટલેથી અટકે નહિ. પણ બીજા વહેપારીઓની હાજરીમાં પણ પોતાના બાપને જેમ તેમ ઉતારી પાડત. પિતા સહેજ કંઈ કહેવા જાય એટલે તરત બેલી ઉઠતે કે બેસોને ડોસા ! હવે તમારે કંઈ માથું મારવું નહિ, ઘણીવાર ગાદીએથી ઉઠાડીને મુનિમ નામું કરવા બેસે ત્યાં બેસાડી દેતે.
શેઠના હૃદયમાં ભારે બળાપ :” આ રીતે સુરેશ પિતાનું હડહડતું અપમાન કરી નાંખતે. આ સમયે શેઠ મનમાં શમશમી ઉઠતા. આ છોકરે શું સમજે છે ? આ બધું કોણે ઉભું કર્યું ? મેં આખી જિંદગી આ દુકાન ઉપર કાઢી આબરૂ જમાવી. વહેપારી વર્ગમાં મારું માન છે. વીસ પચ્ચીસ હજારનો સહેલાઈથી દે કરું છું. આવું બધું સંભળાવી દેવાનું મન થઈ જતું. દીકરે આટલે પજવે છે. છતાં શેઠ માને છે કે દીકરે જુવાન છે ને કામ બધું ઉપાડી લીધું છે. ધીમે ધીમે ઠેકાણે આવશે. એમ મન મનાવતાં હતા. એક વખત કેઈ માટે વહેપારી આવ્યું. શેઠ તેની સાથે વાતચીત કરવા લાગ્યા. તે વખતે સુરેશે વહેપારીઓને કહી દીધું કે તમારે એ ડોસા સાથે વહેપારની કઈ વાતચીત કરવી નહિ. એનામાં કંઈ બુધ્ધિ નથી. જે મને પૂછયા વગર સેદાની વાતચીત કરશો તો હું માન્ય નહિ રાખું. હવે તે હદ આવી ગઈને ! આ વખતે બાપને કેવું દુઃખ થાય ? ધરતી જગ્યા આપે તે સમાઈ જાઉં એમ થઈ ગયું. મનમાં ક્રોધ આવી ગયે. એક થપ્પડ મારીને ગાદીએથી ઉઠાડી મૂકું, જીભ સળવળી પણ એ ગુસ્સાને શેઠ પી ગયા. સુરેશને એક શબ્દ કહી શક્યા નહિ પણ દિલમાં ખૂબ આઘાત લાગ્યો. કેઈ ન હતું ત્યારે ધીમે રહીને કહ્યું બેટા સુરેશ ! તું મને શા માટે આમ કરે છે ? કાળી મજુરી કરીને દુકાન જમાવી. આટલું હું રળે ને તું મારી આ દશા કરવા ઉઠો ? ત્યાં સુરેશ