________________
શારદા શિખર
૧૫૧ થઈ ગયું. દુકાનેથી ઘેર આવ્યા. બીજે દિવસે બાપા પાછા ઉપાશ્રયે ગયા. તે દિવસે સંઘના પ્રમુખ ફાળો કરવા ઉભા થયા. | મગનલાલ શેઠના મનમાં થયું કે લેભ કરીને કદી સત્કાર્યમાં રાતી પાઈ વાપરી નથી. આજે તે હું વાપરું. મારી મહેનતની કમાણી છે. ધર્મના કાર્યમાં કંઈ સુરેશ થડો ના પાડશે ? શેઠે કહ્યું મારા ૧૦૦૧) રૂપિયા લખો. સંઘના શેઠીયા હરખાયા કે મગનલાલ શેઠે સારી શરૂઆત કરી. હવે આપણે ધારે તૂટશે ને બધા વધારે પિસા નેધાવશે. સંઘે શેઠને ખૂબ સત્કાર કર્યો. શેઠ ઉઠીને ઘેર ગયા. સાંજે સુરેશ ઘેર ગયા ત્યારે બાપે કહ્યું–બેટા! આજે ઉપાશ્રયે ગયે હતું. ત્યાં ફાળે થતો હતો તેમાં મેં રૂ. ૧૦૦૧) લખાવ્યા છે. તે તું મને આપી દેજે એટલે હું ભરી આવીશ. સુરેશ તો બાપને મારવો ઉઠ. ડેસા ! કોને પૂછીને લખાવ્યા? એક રાતી પાઈ નહિ આપું. દીકરાના વચન સાંભળીને બાપ તે ઢગલે થઈને ઢળી પડ. ખૂબ આઘાત લાગે કે મેં પિસા લખાવ્યા. હવે આ દુષ્ટ કરે પૈસા નહિ આપે તે હું શું કરીશ ? ખૂબ મૂંઝાયા. છૂટે મેઢે રડયા પણ દીકરાને બાપની દયા ન આવી. હવે બાપને ભાન થયું કે આ સંસારમાં કેઈકેઈનું નથી. સંતની વાત તદન સત્ય છે કે જેવા કર્મો કરશે તેવા ભેગવવા પડશે. મેં પૂર્વભવમાં એવા કર્મો કર્યા હશે તે મને ઉદયમાં આવ્યા. મેં દીકરાને ભણાવ્યો, પરણું ને તેને માટે પાપ કરતાં પાછું વાળીને જોયું નહિ. એ દીકરાએ મને એક દિવસ સુખ આપ્યું નહિ. ઉપરથી હેરાન કરે છે. મેં કેવા કર્મો કર્યા હશે !
બંધુઓ ! આ મગનલાલ શેઠની હાલત જોઈને મમતા છોડો, કર્મો કઈને છેડનાર નથી. કમ આવે, ખૂબ સતાવે, વૈરની પૂરી વસુલાત વાળે કે ધર્મ કરો ધર્મ કરે.
વાયરા ધર્મ તણું વાવા લાગ્યા કે ધર્મ કરો ધર્મ કરે
આ શેઠની આ દશા કેમ થઈ? જીવનમાં ધર્મ કર્યું ન હતું ને દીકરાને પણ ધર્મના સંસ્કાર આપ્યા ન હતા. જે ધર્મ સમજાવ્યો હોત તે આ દશા ન થાત. દેવાનુપ્રિયા ! હું તે તમને કહું છું કે જે તમારી આવી દશા ન કરવી હોય, ઘડપણમાં આત્માનું બગાડવું ન હોય તે વા કલાક, બે કલાક બાળકને ધર્મનું શિક્ષણ આપો. તમારી દુકાને અન્ય ધમી ઘરાક આવે તે તેને પણ ધર્મની પ્રસાદી આપે. દાખલા દલીલ સહિત કર્મની થીએરી સમજાવે. કે એક કઠીંબડાની છાલ ઉતારી તે બીજા ભવમાં જીવતાં શરીરની ચામડી ઉતરાવવી પડી. તીર્થકર, ચક્રવતિ કે કરોડપતિ કઈને કર્મો છોડતાં નથી. કર્મના દેણ ચકવતિ વ્યાજ સહિત ભેગવવા પડશે, આવી વાત તમે સમજે ને બીજાને સમજાવે,