SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૧૩૩ શંકા ન કરવી જોઈએ કારણ કે ડૉકટર રેગીને નિરાગી બનાવવા ઇચ્છે છે. અધ્યાપક વિદ્યાર્થી ને વિદ્વાન બનાવવા ઈચ્છે છે. ગાર્ડ ગાડીને ક્ષેમકુશળ સ્ટેશને પહેાંચાડવા ઈચ્છે છે. નાવિક નાવને નદી અગર સમુદ્રના કિનારે લઈ જવા ઈચ્છે છે. તેવી રીતે ગુરૂની ભાવના શિષ્યનું જલ્દી કલ્યાણ કરાવવાની હાય છે. ગુરૂને ખીજો કાઈ સ્વા હાતા નથી. સ્વ-પર કલ્યાણના કામી સુધર્માસ્વામી જંબુસ્વામીને શાસ્ત્ર સુધારસનું પાન કરાવે છે ને વિનયવંત જ ભુસ્વામી ખૂબ પ્રેમથી તે ઘૂંટડાનું પાન કરી રહ્યા છે. ગઇ કાલે આપણે એ વાત આવી હતી કે ઇન્દ્રકુંભ ઉદ્યાનમાં ખલરાજા ખૂબ ઉત્સાહપૂર્વક ધમ ઘાષ અણગારની વાણી સાંભળવા માટે ગયા. ધમ ઘાષ અણગારને વંદન કરી તેમની વાણીનું પાન કરવા બેસી ગયા. વીતરાગ વાણી સાંભળતાં જે હૃદયમાં માયા, કપટ, ઈર્ષ્યા આદિ દુગુણા ભર્યાં હશે તા એ વાણી અંદર ઉતરશે નહિ. જેમ પોચી જમીનમાં વરસાદ પડે તે અંદર ઉતરી જાય ને પથ્થર ઉપર પડે તે વહી જાય છે. તેમ જેનુ હૃદય સરળ અને પવિત્ર છે તેના હૃદયમાં જલ્દી અસર થઈ જાય છે. બંધુએ ! તમે સંસારના કાર્યમાં ઉત્સાહ ભેર જાએ તે કર્માંનું બંધન થાય છે અને ઘેરથી ઉત્સાહ ભેર સતના દર્શન કરવા માટે નીકળ્યા, મનમાં એવા ભાવ આવે કે અહા ! આજે સંતના દર્શોન કરીશ. એમના મુખેથી ધર્મના એ શબ્દ સાંભળીશ ને પાવન થઈશ. આજે મારું જીવન ધન્ય બની જશે. તે હજુ ઉપાશ્રયે પહેાંચ્યા નથી, વાણી પણ સાંભળી નથી છતાં મેકક્રમે કર્મોની નિરા થવા માંડે છે. કરવા માંડયું ત્યારથી કયુ" કહેવાય. ભગવતી સૂત્રનુ પહેલું શતક, પહેલા ઉદ્દેશે ને પહેલુ' સૂત્ર છે “ ચહમાને વહિ” ચાલવા માંડયું ત્યારથી ચાલ્યુ' કહેવાય. કેવી રીતે ? જેમ સત્તામાં આઠે આઠ કર્માં પડેલા છે. તે કમ હજુ ઉદયમાં આવ્યા નથી પણ એ વિપાકેદયમાં આવવા માટે સત્તામાંથી ચલિત થયું ત્યારે વિપાકેાદયમાં આવ્યું કહેવાય. તે રીતે ધર્મોનું કાય હાય કે પાપનું કાય હાય પણ તે કરવા માંડયું ત્યારથી કર્યું કહેવાય. ફરક એટલેા છે કે ધર્મના કામાં પગલે પગલે કર્મીની નિરા થાય અને પાપના કામમાં પગલે પગલે કનુ બંધન થાય છે. બલરાજા વિશાળ પરિવાર સહિત ધઘાષ અણગારના દઈને ગયા, દન કરી ઉલાસ ભેર વાણી સાંભળે છે. ધમ ઘાષ અણગાર ધર્મને ઉપદેશ આપતાં સમજાવે છે કે આ જીવ અનંતકાળથી સંસારમાં શાથી રઝળે છે ? અનાદિકાળથી આત્મઘરમાં પરપુદ્ગલના પ્રવેશ થયા છે. “ પર વિષ્ઠઃ તે વિનાશ” પારકેા પેઠેલેા વિનાશ કરે છે. અંધુએ ! હું તમને પૂછું છું કે તમારા ઘરમાં કાઈ દુન માણસ પૈસી જાય તેા તે નુકશાન કરે કે નહિ ? હા, કરે. તેમ જ્ઞાની કહે છે કે અનાદિકાળથી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy