SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શારદા શિખર ખખડવા જોઈએ નહિ. લશ્કર નાયકના હુકમ પ્રમાણે સીધું ચાલ્યું જાય છે. રસ્તામાં કૂવે આબે પણ નાયકને હુકમ છે કે વળાંક લેવાને નહિ, સીધા ચાલ્યા જવાનું. હવે શું કરવું? નાયક સીટી વગાડીને ઉભા રહેવાનું ન કહે ત્યાં સુધી ઉભા રહેવાય નહિ, વળાંક વળાય નહિ. જે રજા વિના વળાંક વળવા જાય તે નાયક સૂટ કરે છે. કૂવે આવે તે કૂવામાં પડી જવાનું પણ નાયકના હુકમનો અનાદર કરે નહિ. બેલે, લશ્કરી સૈનિક પણ એના નાયકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી, તે જ્યાં કર્મશત્રુઓને સામને કરવાનું છે, જેની કૃપાથી કર્મશત્રુઓ ઉપર વિજય મેળવી શકાય છે તેવા ભવસાગરથી તારનારા તીર્થકર ભગવંતની ને ગુરુની આજ્ઞાનું પાલન કરવામાં કેટલા સજાગ રહેવું જોઈએ! કદાચ ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તે તમને મીઠે ઠપકે આપણે પણ સટ નહિ કરે. જ્યારે સૈનિક નાયકની આજ્ઞા માનવામાં ભૂલ કરે તે સૂટ કરે છે. ગુરૂ અને વડીલને વિનય કરવાથી જ્ઞાનને ઉઘાડ થાય છે. આવું જ્ઞાન પરલેકમાં પણ સાથે આવે છે. અને અવિનીતપણે પ્રાપ્ત કરેલું જ્ઞાન લાંબે સમય ટકતું નથી. જ્યાં વિનય છે ત્યાં દૂધ અને સાકરની જેમ એક બીજામાં સમાઈ જાય છે. શિષ્ય ગુરૂમાં, શિષ્યા ગુરૂણીમાં, પત્ની પતિમાં, પુત્ર પિતામાં અને વહુ સાસુમાં સમાઈ જાય તે કયાંય કષાયનું નામ ન રહે. અને આ પૃથ્વી ઉપર સ્વર્ગ વસી જાય, ને સ્વ-પરનું કલ્યાણ થાય ગુલાબની આસપાસ કાંટાળી વાડ હોય છે ને ગુલાબના છેડને પણ કાંટા હોય છે. છતાં સૌ ગુલાબને ચાહે છે. કંટક વાગે છે, અંગે ઉઝરડા ભરાય છે. છતાં સૌ કાંટા વેઠીને ગુલાબ લેવા જાય છે, શા માટે? ગુલાબમાં સુગંધ છે. ગુલાબ પિતે સુગંધિત છે ને બીજાને પણ સુગંધિત બનાવે છે. તેમ જેનામાં વિનય, નમ્રતા, ક્ષમા, સંતોષ આદિ ગુણે છે તે પોતે તે ગુણ રૂપી પુષ્પોની પરાગથી સુગંધિત છે ને પોતાની પાસે આવનારને પણ ગુણવાન બનાવે છે. એક વિનય ગુણમાં ઘણાં ગુણ સમાયેલાં છે. ભગવાન દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં બેલ્યા છે કે : एवं धम्मस्स विणओ, मूलं परमो से मुक्खो । વિનં સુલ સિબ્ધ નિર્વ રામાજી દશ. સૂ, અ. ૯ ઉ. ૨ ગાથા ૨ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ વિનય છે. અને મોક્ષ ઉત્કૃષ્ટ ફળને રસ છે. કારણ કે વિનયથી યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે. તે કૃતવિદ્યામાં પારંગત થાય છે અને જે માનવી કયારે પણ કોઈની પ્રશ સા કરતા નથી તેવું માનવી પણ વિનયી આત્માની પ્રશંસા કરે છે. માટે જીવનમનુષ્ઠાનવ વિનીત શિષ્ય કયારે પણ ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ. શાસ્ત્રએ દવાખાનું છે. ગુરૂ એ વૈદ છે. જે રોગ દેખે છે તેવી દવા શાસ્ત્રને નિચોડ કાઢીને આપે છે. તેમાં તર્ક ન કરવું જોઈએ. અને દર્દીએ ડૉકટર ઉપર
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy