________________
૧૦૮
શારદા શિખર શું માંગ્યું? એને માંગવું હોત તે ઘણું માંગી શક્ત. અપર માતા આવા દુઃખ દે છે ને દુઃખ ટાળવાનું માંગ્યું હોત તો તેને સુખ મળત ને! પણ ન માંગ્યું. એના દિલમાં દયા હતી એટલે એની ગાય અને એ પિતે છાંયડે બેસી શકે એટલા માટે ઝાડ થાય તેવું માંગ્યું. કદાચ તમારા ઉપર દેવ પ્રસન્ન થાય તે તમે શું માંગો ? તમે તે માંગતા ભૂલે નહિ. કેમ બરાબર છે ને ? (હસાહસ) નાગદેવ પણ વિચારમાં પડયા. અહે! આ બાળા ભળી લાગે છે. એ નાની છે. એટલે એનામાં વધુ માંગવાની સમજણ નથી. ભલે, તેની જે અભિલાષા છે તે પૂર્ણ કરું. હવે તથાસ્ત ” કહીને તરત ફળ ફૂલથી લચી રહેલે સુંદર બગીચો બનાવી દીધું અને કહ્યું બેટા ! તું જ્યાં જઈશ ત્યાં આ બગીચે તારી સાથે રહેશે, અને તને સુંદર છાયા આપશે. નાની જગ્યામાં નાને થઈને રહેશે અને મટી જગ્યામાં મોટે થઈને રહેશે. આ પ્રમાણે વરદાન આપીને નાગદેવ અદશ્ય થઈ ગયા.
બંધુઓ ! જીવદયા પાળવામાં કેટલે મહાન લાભ છે! હવે જોજો, દયાદેવીના પુણ્યને ઉદય થાય છે. શરૂઆતમાં હું કહી ગઈ કે ધર્મ આત્મા માટે કરવાનો છે. કઈ જાતની આકાંક્ષાથી નહિ. તમને ધર્મ કરવાનું કહીએ ત્યારે કહે છે પછી કરીશું. ધર્મ કરતાં આળસ થાય છે. પણ ધર્મથી પુણ્યના મીઠા ફળ મળે છે. ત્યારે કે આનંદ થાય છે ! મનગમતી વસ્તુઓ માંગ્યા કરતાં પણ અધિક સામેથી આવીને મળે છે. આ પૂર્વભવમાં કરેલી આરાધનાનું ફળ છે. દયાદેવી તે બગીચામાં બેઠી છે. જાણે વનદેવી ન હોય ! તેમ શોભવા લાગી. તેને ભૂખ ખૂબ લાગી હતી. બગીચામાં કેરી, સીતાફળ, ચીકુ, દ્રાક્ષ, સફરજન, મેસંબી, સંતરા આદિ અનેક પ્રકારનાં ફળ બગીચામાં હતા એટલે તેણે ફળ ખાધા, પાણી પીધું અને સાંજ પડતાં ગાયો ચરાવીને ઘેર આવી. એ ગાયે ચરાવવા જાય ને સાંજે પાછી આવે ત્યારે બગીચો પણ એની સાથે ને સાથે રહે છે. એ ઘરમાં જાય એટલે બગીચે ઘર ઉપર છત્રની માફક અધ્ધર રહે છે. જાણે મકાન ઉપર છત્ર ન ધર્યું હોય તેવું લાગતું હતું.
આ રીતે દરરોજ બગીચ એની સાથે રહેવા લાગ્યો. એના ઘર ઉપર પણ બગીચે દેખાય છે. આ જોઈને લોકોના મનમાં ખૂબ આશ્ચર્ય થયું કે આ શું ! આ છોકરી કેઈ પુણ્યવાન લાગે છે. સ્વાભાવિક રીતે લેકે દયાદેવીની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. એની પ્રશંસા સાંભળીને ઓરમાન માતા ઈર્ષાની આગથી બળવા લાગી. ને તેને પૂછયું કરી ! આ બધું શું નાટક કરે છે ? ત્યારે દયાદેવી કહે છે બા ! હું કાંઈ કરતી નથી. ને મને કંઈ ખબર નથી.
એક દિવસ દયાદેવી ગાયો ચરાવવા ગઈ હતી. બગીચામાં એક બાજુ ઘાસ