________________
શારદા શિખર
૧૦૫ જઈને કહેવું, પણ કોઈને કહ્યા વિના બીજા કાર્યમાં જોડાવું નહિ. ગમે તેને કહેવાથી અગર ઉંઘી જવાથી સ્વપ્નનું ફળ નષ્ટ થઈ જાય છે. જેને તેને કહેવાથી શું થાય છે તે એક દાખલો આપું.
“એક જ છતાં ફળ જુદા’ઃ એક વણિકને પુત્ર હતો ને એક પટેલને પુત્ર હતો. બંને ખૂબ ગરીબ હતા. એ બંને મિત્રો હતા. એક વખત બંને કઈ ગામડામાં ગયેલા. પાછા આવતાં માર્ગમાં રાત પડી ગઈ. તેથી એક ઝાડની નીચે સૂતા હતા. બંનેને એક સરખું સ્વપ્ન આવ્યું કે એક મોટો ઘીથી ચેપડેલો ને ઉપર ગોળ મૂકેલો ટલે જેને આખે ને આખે ખાઈ ગયા. સ્વપ્ન જોઈને જાગૃત થયા. સવાર પડવા આવી હતી ને પિતાનું ગામ નજીક હતું એટલે ચાલવા લાગ્યા. પેલા પટેલના છોકરાએ એક સંન્યાસીને કહ્યું કે મને આવું સ્વપ્ન આવ્યું એટલે તેણે કહ્યું કે તને આવું સ્વપ્ન આવ્યું છે તે જા. તને આજે ઘીથી ચેપલે રોટલે ને ગોળ ખાવા મળશે. બીજે વણિકનો છોકરે ગરીબ હતો પણ સંસ્કારી હતું. એ તો સીધે ઉપાશ્રયમાં ગયે ને ગુરૂને વંદન કરીને સ્વપ્નની વાત કરી એટલે ગુરૂએ કહ્યું આજથી સાતમે દિવસે તને રાજ્ય મળશે. છોકરે ખૂબ ગંભીર હતો. એણે મનમાં એ પણ વિચાર ન કર્યો કે હું આ ગરીબ માણસ છું. મને રાજ્ય ક્યાંથી મળવાનું છે? તે ગુરૂનું વચન તહેત કરી માંગલીક સાંભળીને ઘેર ગયે. બે દિવસ રહીને પાછો કેઈ કામ પ્રસંગે બહારગામ ગયા. સંતે સ્વપ્નનું ફળ કહ્યા પછી છ દિવસ થયાં પણ રાજ્ય મળવાનું નામનિશાન દેખાતું નથી. છતાં મનમાં એમ પણ નથી થતું કે સંતે કહ્યું હતું ને કંઈ થયું નહિ. તે છેકરે એ ગંભીર હતું. તે ફરતે ફરતે એક ગામના પાદરમાં આવ્યું. ખૂબ થાકી ગયા હતા એટલે નદી કિનારે રેતીમાં સૂઈ ગયે. થાક ખૂબ લાગ્યો હતો તેથી ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. એ ગામના રાજા મરણ પામ્યા હતા. રાજાને પુત્ર હતું નહિ. કોને રાજય આપવું ? તે વિચારતાં રાજાના પ્રધાન અને ગામના મેટા માણસેએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક હાથણી શણગારવી ને તેની સૂંઢમાં કળશ આપ. હાથણી જેના ઉપર કળશ ઢળે તેને રાજા બનાવવા. આજુબાજુના ગામના રાજાઓ પણ આવ્યા હતા. ગામના લોકે પણ સારા વસ્ત્રો સજી રાજા બનવાની આશાથી તૈયાર થઈને ઉભા હતા. સૌના મનમાં એવી આશા હતી કે હાથણી આપણું ઉપર કળશ ઢેળશે.
સમય થતાં હાથણી શણગારીને સુંઢમાં કળશ આપીને છૂટી મૂકી. રાજાના માણસે હાથણીની પાછળ ચાલે છે. હાથણી આખા ગામમાં ફરી પણ કેઈના ઉપર કળશ ઢે નહિ. તે ફરતી ફરતી નદી કિનારે આવી ત્યાં પેલે ગરીબ વણિકને પુત્ર ઘસઘસાટ ઉંઘતે હતો ત્યાં આવી. તેને સુંધીને હાથણીએ તેના ઉપર કળશ ઢો.