SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા (ધર) ન નૈનાહિત્યનેતિ | यदत्रोनाक्षरमधिकाक्षरा तत्सर्वं प्रभा() નિરિ ચરિતુ મુક્ષ્યતિ | स्सहस्तोय श्रीधन्द्रगुप्तस्य ॥ (ગુજરાત ઐતિહાસિક લેખ ભા-૨ પૃ. ૧૮-૧૧૯) પતરુ પહેલું પહેલા પતરાના શ્લ. ૧ થી ૧૮ અને પતરુ બીજુ મ માં શરૂ થતા શ્લેક ૧૯ આ બધા ગ્લૅકમાં રકુટ રાજાઓની વીરતાની યશગાથા અને વંશનું વર્ણન કર્યું છે. વિસમા શ્લેકથી સાબિત થાય છે કે મહારાજા અકાલવર્ષા ૭૦૦ ગામ ભેગવતા હતા. ૩૧ મા શ્લેકઃ અર્થાત્ ૩૧ મી પંક્તિથી ભવિષ્યમાં થનારા બધાભદ્ર નૃપતિઓને, મહાસામન્તને, અમાત્યને, લકરના અધિકારીઓને, જિલ્લાના હાકને અને મોટેરાઓને આ રાજા જણાવે છે કે તમારે જાણવું જે–શ્રી ખેટક, હર્ષપુર, અને કાસદ્રહનાં સાડા સાતસે ગામમાં જ્યારે પંચમહા શબ્દને પામેલા મહાસામન્ત પ્રચંડના દંડનાયક શ્રીચંદ્રગુપ્ત હતા ત્યારે, મેં હર્ષપુરનાં સાડા સાતસે ગામની અંદર આવેલ કર્પટવાણિજ્ય રાશીમાં રહેલ સૂરિદ્ધા દશકમાં આવતું વ્યાધ્રાસ ગામ, વૃક્ષમાલા સહિત, દંડની અને દશ અપરાધની શિક્ષાની સત્તા, સાથે, સીમા સુધાં, કાષ્ટ, તૃણ, ફૂપ, તગાડ સમેત ભેગ અને ભાગ સહિત, સુવર્ણ સહિત, ચાર સીમા સાથે, ઘાસતૃણ સુદ્ધાં, લખી આપ્યાં છે. સીમા લખવામાં આવે છેપૂર્વે પંથેડા ગામ અને વિમ્બાવલ્લી, દક્ષિણે કેરડવલ્લી, ગામ અને અરધુવક ગામ, પશ્ચિમે નાવલિકા અને અપૂવલ્લી અને ઉત્તરે અસ્વાઉચ ગામ એવી ચતુઃસીમાથી ઓળખાતું વÓરિકા ગામ ભટ્ટનિવાસી ભરદ્વાજસત્ર વાજિમાÁદિન (શાખા) ભણનાર, વશ્વના પુત્ર, બ્રાહ્મણ બ્રહ્મભટ્ટ, બલિ, ચરૂ, અને વૈશ્વદેવ અર્થે, સ્તાનઉદક ત્યાગપૂર્વક, દાનમાં આપવામાં આવે છે. માટે અમે આપેલું ધર્મદાન બધા ભાવિ રાજાઓએ, અમારું ઉલ્લંઘન કર્યા વગર પાળવું અને માન્ય રાખવું. પં. ૪૪ થી ૫૮ માં શ્રીવ્યાસ ઋષિએ કહ્યું છે કે દાન કરનાર ૬૦ હજાર વર્ષ સ્વર્ગ ભેગવે છે, અને જપ્ત કરનાર તેટલાજ વર્ષો નરક ભગવે છે. તે વગેરે લખાણ છે. પં. ૫૯ થી શ્રીધવલપ્પાને પત્ર શ્રી અકુકને હસ્તદસ્તક છે. શકુ સંવત ૮૩૨ વૈશાખ સુદ્ધ પૂર્ણિમાએ મહાબૈશાખી તિથિએ પૂર્વે કરાયેલા દેવદાન કે બ્રાહ્મદાનને અપવાદ રાખીને દાન કર્યું છે. નેમાદિત્યના પુત્ર કુલપુત્રક અયકે આ શાસન લખ્યું છે. આમાં જ્યાં અખર ઉનકે અધિક હેય તે સઘળું પ્રમાણ છે. વ્યાસ જેવા પણ ભૂલે
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy