SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ પહેલું ઐતિહાસિક નગર કપડવણજ છે. શ્રી ચન્દ્રગુપ્તને આ સ્વહસ્ત (દસ્કત) છે. (ગુ. અ. લે ભા. ૨ પૂ. ૧૨૦. ૧૨૧) આ દાન પત્ર ગુજરાતમાં કપડવણજ મુકામે પ્રાપ્ત થયું હતું. આ દાનપત્રો (તામ્રપત્રો) ઉચાં વાળેલા કાંડાવાળા ત્રણ તામ્રપત્રો પર કતરેલાં છે. દરેક પતરાનું માળ આશરે ૧૧” x ૮” નું છે. બીજા જાણવામાં આવેલાં દાનપત્રોની મુદ્રમાં શિવની આકૃતિ હોય છે, પણ આ દાનપત્રની મુદ્રા ઉપર ગરુડની આકૃતિ છે. તેથી કૃષ્ણ જે શૈવ નહોતે પણ વૈષણવ હતું એવું અનુમાન થઈ શકે છે. (ગુ. એ. લે ભા૨ પૃ. ૧૧૪) દાનપત્રમાં વર્ણવેલાં ગામે પૈકી નીચેના ગામે ડે. મ્યુલરે ઓળખાયેલ છે. તામ્રપત્રમાંનું નામ હાલનું નામ कर्पटवाणिज्य કપડવણજ व्याघ्रास ગાયકવાડી વઘાસ पथोडा પથરા अरलुवक લરૂજી મૂઆડું (વઘાસની દક્ષિણે) अपूबल्ली અબુલ (ગુ. એ. લે. ભા. ૨ પૃ. ૧૨૦) કપડવણજનું કૃણ બીજાના (અકાલ વર્ષના) દાનપત્રને વંશવેલે. કૃણરાજ ૧લે અથવા શુભતુંગ ધ્રુવરાજ અથવા નિરુપમ ગોવિંદરાજ ૩ જે મહારાજષડ શુભતુંગ અથવા અકાલવર્ષ અર્થાત્ કૃણુ ૨ જે (ગુ. અ. લે. ભા. ૨ પૃ. ૧૧૪) આથી એ સિદ્ધ થયું છે કે શક સવંત ૮૩૨ થી કર્પટવાણિજ્ય એ એક અનુપમ હતું જ (આચાર્ય ગિરજાશંકર વલ્લભજી સંપાદિત ગુજરાતના એતિહાસિક લેખે ભા. પ્રકાશક :- ગુજરાત વિદ્યા સમા. ના આધારે આ લીધું છે.) રાષ્ટ્રકુટ વંશના મહાનુંભાવે વૈષ્ણવ સંપ્રદાયને માનતા હોય તેમ જેમ તામ્રપત્રથી જાણવા મળે છે, તેમ તે સમયના ભગવાન વિષ્ણુની મૂર્તિએ જોતાં પણ લાગે છે. આ મૂર્તિઓ ટાંકલાની ડુંગરના ખેદકામ કરતાં જડેલ છે. ડીક મૂર્તિએ મુંબઈ મ્યુઝિયમમાં લઈ જવામાં આવેલ. જે થેડીક-ત્રણેક મૂર્તિઓ હાલમાં કપડવણજમાં છે (જુઓ ચિત્ર નં.૧-૨) ઉપરોકત લખાણ અને તામ્રપત્રના લેખે પર– “કર્પટવાણુ” શબ્દ વાંચતાં ખ્યાલ આવે છે કે કપડવણજ વિ. સં. ૯૬૬–શક સં. ૮૩૨ પહેલાનું પ્રાચીન છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy