________________
૨૪
કપડવણજની ગૌરવગાથા - કાકુજીના સુપુત્ર ગુલાબસીંગે સંવત ૧૮૫૩ ઈ. સ. ૧૭૯૭માં વાડાશિનેર અને કપડવણજની વચ્ચે વાવ બંધાવેલી. જે હાલ “કાપડીની વાવ” તરીકે ઓળખાય છે.
અલવા (મલેક) કપડવણજથી પાંચ(૫) માઈલ દૂર છે. ૫૦૦ વર્ષો પૂર્વે અલીમહમદ નામના મલેક સરદારે આ ગામ વસાવેલ એમ કહેવાય છે. તે ઉ. અં. ૨૩”...” અને પૂર્વ રેખાંશ ૭૩–૪, પર આવેલ છે.
મીરાંપરૂં –ત્રિવેદી જીવણજી ગોવિંદરામે તે વસાવેલું. તે કપઠવણજથી એક માઈલ દુર છે.
દંતાલી -ઉ. અં. ૨૩–૫” પૂર્વ રેખાંશ ૭૩-૮' (કપડવણજથી ૧૦ માઈલ દુર છે.)
પ્રેસકાટપુરા હનુમાનપુરા ઈસ્લામપુરા –આ ત્રણ પરાઓ છે.
કપડવણજ શહેરની આસપાસ અત્યારે તે પરાં છે. પૂર્વકાળમાં કિલ્લા બહાર કોઈ પણ જાતને વસવાટ ન હતું, અને પ્રજા કિલ્લાના રક્ષણ નીચે ગામના અંદરના ભાગમાં જ રહેતી. તે સમયમાં જેમ અન્ય જુના ગામ કે નગરમાં પહેલાં દુશ્મનથી સાવધ રહેવા જે સગવડો રાખવામાં આવતી, તેવી જ આ ગામની વ્યવસ્થા અને રક્ષણ માટે જરૂર તેવાં ટકેર ખાનાં પણ હતાં.
૧. કમ્બાની બહાર -કિલ્લા બહાર આજે એક ટેકેરખાનું મોજુદ છે. જેનું ભેયરૂં ચાંદભાઈ વાજાવાળાના ઘરની બહાર આજે પણ નીકળે છે, મજુદ છે.
વરાંશીના ઘાટ પર –વરાશીના ઘાટ પાસે આજે નીચેના ભાગમાં એારડી બનાવેલ છે. પહેલાં આ સ્થળે ટકરખાનું હતું તેમ કહેવાય છે.