SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ દશમું ૨૨૩ માનભરી રીતે બોલાવતા. આ સમયમાં કપડવણજના મુખી શ્રીકરશનદાસ કરીને હતા. (“રાજી રેળ અને કરશન કેરને આ જમાનો હત) કરશન સુખી લોકો પાસેથી તેમને હફક ઉઘરાવવા હાલ જ્યાં આ પરૂં છે તે સ્થળે માંડે બાંધીને મુકામ કરતા. મુખીને ઘરે આવતાં જતાં તકલીફ પડતી, તેથી તેમણે દાદા સાહેબને વાત કરી. ગોપાળરાવે તેમને અહીં કેટલીક જમીન આપી. જ્યારે મુખીએ આ સ્થળે લોકોને વસાવી ગામનું નામ કરસનપરું રાખ્યું. હાલ તેને તૈયબપુર કહે છે. ગપાળપડું -કરસનપરાનું સમકાલીન આ ગોપાળપુરૂં છે. ઐતિહાસિક સીંગરવાવની દક્ષિણે, રેલ્વે સ્ટેશનની જમણી બાજુ આ ગોપાળપરું આવેલ છે. સંવત ૧૯૧૦ ઈ. સ. ૧૮૫૪ની આસપાસના સમયમાં કપડવણજના પ્રજાપ્રિય મામલતદાર શ્રીગેપાળરાવ લક્ષમણરાવે લેકેને આ બાજુ વસાવ્યા. તેમના નામથી આ વિભાગ ગોપાળપરાના નામથી ઓળખાય છે. આ પરામાં એક ધર્મશાળા તથા શ્રી રણછોડજીનું મંદીર છે. અહીં એક કો છે. જેનો ઉપગ ઘણું જ કુટુંબે કરતાં હતાં. (નળ આવતા પહેલાં.). લલુપડું -કરસનપરામાં જતાં ડાબી બાજુની તેલની મીલ તથા કેરણું ખાણુની તલાવડીની પાસે શ્રીલલ્લુભાઈ મુખીએ પિતાની જમીનમાં લોકોને વસાવ્યા તેને લલુપરૂ. નામ આપ્યું. આ લલ્પરૂં સંવત ૧૯૮૨ ઈ. સ. ૧૮૫૧માં વસાવ્યું. તે ઉર અં ૨૩-૦' અને પૂર્વ રેખાંશ ૭૩”–૩” ઉપર છે. મહમદપરૂં –(ઈનામી) –વિ. સં. ૧૮૪૪ ઈ. સ. ૧૭૮૮-૮૯ના અરસામાં તલાઈઓએ કુવે બંધાવ્યો. તે બાદ વિ. સં. ૧લ્પ૯ ઈ. સ. ૧૯૦૩ લગભગમાં શ્રીઆણુંદરાવ ગાયકવાડ અને તેમના દીવાન સીતારામ બાપુએ શ્રીગુલાબસીંગ કાકુભાઈને આ મહમદપરૂં ખુશીથી સિરપાવમાં આપેલું. આ કુટુંબના પહેલાંના પ્રતાપી પુરૂષોમાં શ્રીગુલાબસીંગ પણ હતા. - આ કુટુંબના શ્રીકુલબા હતાં, કે જેમણે સંવત ૧૮૦૮ ઈ. સ. ૧૭૫રમાં બારોટવાડાને ચોતરે બંધાવેલ. જે આજે પણ મોજુદ છે. આ કુટુંબમાં બારેટ કાકુજી ઘણા જ પ્રખ્યાત પુરૂષ હતા. તેઓશ્રીએ લુણાવાડાની જાતી ઉઠાવવામાં ઘણી સારી મદદ કરેલી. જેથી તેમને સંવત ૧૮૩૪, ઈ.સ. ૧૭૮૮માં શ્રીદીપસીંહજી મહારાજે વખતપુર કે હાલ પાતાપોર તરીકે ઓળખાય છે. તથા તેમને જુની મુવાડીની જડવાઈ પણ બાંધી આપેલી. આ પ્રસિદ્ધ પુરૂષને વાડાશિનેરના નવાબ મહમદખાને “ખડેલ” ગામ પણ સંવત ૧૮૦૯ મહાસુદ ૫ ના આપેલ.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy