SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ રરર કપડવણજની ગૌરવગાથા ડબગરવાસ :-ચામડાના ઉદ્યોગ પર ટકનાર આ પ્રજા શહેરના ઉત્તર વિભાગમાં નદી દરવાજે જતાં રાવળીયા વાડની પડોશના એક ખાંચા દ્વારા જતાં તેમનો માર્ગ છે. ત્યાં આ પ્રજા રહે છે. કહેવાય છે કે પહેલાં અહીં કિલાને દરવાજે હતું, પણ બાબી વંશના સમયમાં પુરી દેવામાં આવેલો, અને ગાંચીવાડા તરફ ના દરવાજે કરવામાં આવેલ. જે હાલમાં ગાંચીવાડાની બારી-ગાંચીબારી તરીકે ઓળખાય છે. વણકરવાસ –નદી દરવાજા પાસે જે ઈઆવાડવાળા ભાગની પાછળ આ કાપડવણનાર તુલસીપુજક પ્રજાને વાસ છે. આ લોકોને થોડોક સમુહ મલેકવાડાના ભાગમાં પણ રહે છે. ચમારવાડ -શ્રીકુબેરજી મહાદેવ તરફ આ પ્રજા વસે છે. તેમનો મુખ્ય ધંધે ઢોર ચીરવાને તથા મુએલાં ઢેર લઈ જવાનું છે. મુએલાં ઢોર ચીરીને ચામડું સાફ કરવા તેઓના વસાવટ પાછળ ચામડીઆના માટા કુંડ પણ છે. કપડવણજની આસપાસનાં પરાં તથા કપડવંજીઓનાં ઇનામી ગામે. કરસનપરૂં-તૈયબપ)-અંતિસરીયા દરવાજા બહાર (ઓઢણ, તેરે છેડવાની જગ્યા) માણેકબાઈ શેઠાણની ધર્મશાળા તરફ જતાં ડાબી બાજુની સડકે કરસનપરામાં જવાય છે. આ સડકે જતાં જીનીંગ ફેકટરી અને તેથી આગળ જતાં એક જુની દરગાહ ઝબંડશા પીરની છે. ડાબી બાજુ તેલની મીલ છે. ત્યાં એક દરગાહ છે. જેને લોકો “ઝાલાની કબર કહે છે. પડોશમાં લલ્લુપરૂં છે, અને કેરણ ખાણની તલાવડી છે. અહીંથી કરસનપરું શરૂ થાય છે. કરસનપરામાં પ્રવેશતાં જ જમણુ બાજુ નગર રક્ષક શ્રીરામભક્ત હનુમાનની પ્રતિમા છે. ડાબી બાજુ એક નાનકડી દેરી છે. આ પરામાં પ્રખ્યાત ધર્મવીર ભાથીખત્રી મહારાજનું દેવળ છે. સામે જ ઢેર પુરવાને ડબ્ધ છે. કપડવણજ શહેરમાં રખડતાં ઢોર અહીં પુરવામાં આવતાં. માલિક જ્યારે તે હેરને છોડાવવા આવે ત્યારે ખર્ચ અને દંડ આપીને છેડાવી જાય. (લાંબે વખત રહેનાર ઢોરને બીન વારસી ગણીને હરાજી કરવામાં આવતું) | મુખપરૂં :-મુખીપણું એ રાજ્ય હક્ક માફક વારસાઈ હકક છે. તે સંવત ૧૮૦૯ ઈ. સ. ૧૭૫૩ માં કડવા પટેલ કેશવજીના હાથમાં ગાયકવાડી સમયમાં આવ્યું. બાબી વંશના સમયમાં ગામની મુકાદમી મોઢ વણિકના હાથમાં હતી. સંવત ૧૯૦૭ ઈ. સ. ૧૮૫૧ લગભગમાં કપડવણજના શ્રીગેપાળરાવ લક્ષમણરાવ નામના કપ્રિય મામલતદાર હતા. તેઓ દક્ષિણ હોવાથી સૌ તેમને “દાદાના મસ્તનામથી
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy